4 Aug 2015

આવડી ગયું

Posted by sapana

3410661602_f3d67cb09f

જિંદગીની ચાલ રમતા આવડી ગ્યું
તું કરે છે એમ કરતા આવડી ગ્યું

આ જગતની દોર તારે હાથ છે તો
આ જગતને હાથ ઉડતા આવડી ગ્યું

છેતરી છે જાતને તે તો મને પણ
આંખ મિંચોલી ય કરતા આવડી ગ્યું

તે કહેલી વાત સાચી તો નથી પણ
કાનમાં એ ઝ્હેર ભરતાં આવડી ગ્યું

સાપ જેવી આ ત્વચા છે તો સુંવાળી
ચામડીના મેલ અડતાં આવડી ગ્યું

આંખનાં સપનાં તો છે લલચાવનારા
આંખને પણ લાંચ ધરતાં આવડી ગ્યું


સપના વિજાપુરા

Subscribe to Comments

6 Responses to “આવડી ગયું”

  1. સારી હઝલ.. ગમી

     

    અશોક જાની 'આનંદ'

  2. ઉપરની કોમેન્ટમાં ‘હઝલ’ ની જગ્યાએ ‘ગઝલ’ વાંચવું… 🙂

     

    અશોક જાની 'આનંદ'

  3. Khub saras gazal..
    zanzaavati ne badha pravaah ma..
    kavyadhara sung vaheta aavdi gayu chhe.

     

    dilip

  4. આભાર અશોકભાઈ અને દિલીપભાઈ..
    સપના

     

    sapana

  5. Hello Sapnaben! Nice gazal!

     

    Geeta Bhatt

  6. આભાર ગીતાબેન
    સપના

     

    sapana

Leave a Reply

Message: