9 Apr 2015
મૌલા
લગાગાગા લગાલગા ગાગાગા
જુલમની હદ નજર કરી દે મૌલા.
જખમનાં તું મલમ કરી દે મૌલા.
આ દુનિયામાં કતલ ન હો ખુદા યા
તું ખંજરને કલમ કરી દે મૌલા.
હટાવી દે બિહામણા મંજર યા
હ્રદય મારું ખડક કરી દે મૌલા.
અમન શાંતી કરી દે જગમાં યા
કયામતની ખબર કરી દે મૌલા.
કરોનાથી ઘણા દિપક બુઝાયા
હવે રહેમની નજર કરી દે મૌલા
ફરી સપનાએ હાથ ઉઠાવ્યાં છે.
દુઆમાં તું અસર કરી દે મૌલા.
સપના વિજાપુરા
“બચે નિર્દોષનાં કતલથી દુનિયા
તું ખંજરને કલમ કરી દે મૌલા”
બહુ સરસ અને દર્દીલી ગઝલ.
સરયૂ
Saryu Parikh
April 10th, 2015 at 3:11 ampermalink
Sachi unterni dua te sambhle j chhe..
mast devine ghazal..
fari sapna e haath uthavya chhe..
duaama tu asar kari de maula..
dard se mera daman bhar de ya maula
aa gazal na chhand ma pratikruti thaay to kevi sunder gazal male..
dilip
April 11th, 2015 at 11:08 pmpermalink
ફરી સપનાએ હાથ ઉઠાવ્યાં છે
દુઆમાં તું અસર કરી દે મૌલા
સપના વિજાપુરા
સરસ !
ગમ્યુ.
>>>ચંદ્રવદન
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !
DR. CHANDRAVADAN MISTRY
April 12th, 2015 at 6:27 pmpermalink
સપનાબેન, આપની બે ગઝલ આ રવિવારે વેબગુર્જરી પર ડાયસ્પોરા વિભાગમાં મૂકવામાં આવશે. આપનું ઈ-મેલ એડ્રેસ ન હોવાથી અહીં મેસેજ મૂકું છું.
આભાર સહ..
-રેખા
Rekha Sindhal
May 12th, 2015 at 3:09 pmpermalink