યાદ ના લાવજો


હે પંખિડા, મીઠાં ગીતડા ગાવ જો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવજો.

હે ફૂલ, મઘ મઘતાં રંગનાં ખીલ જો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવ જો.

હે ચંદ્ર,રૂપેરી કૌમુદી પાથરજો
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવજો.

હે ઊદધિ,જળ ચંચળ ઉછાળ જો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવ જો.

હે રણ ઉના,પગલાં એ ના સંભાળ જો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવજો.

હે ભૃંગ પુષ્પોને કતી પંપાળ જો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવ જો.

હે સૂર્ય,સોનાંનાં જાળ બીછાવજો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવ જો.

હે હંસલા, મોતી મીઠડાં ચણજો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવ જો.

હે મોરલા, ઠૂમક ઠૂમ હા નાચ જો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવ જો.

હે નેણ મારાં સપનાં ભલે સેવજો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવ જો.

સપના

7 thoughts on “યાદ ના લાવજો

 1. P Shah

  હે નેણ મારાં સપનાં ભલે સેવજો,
  મારાં પ્રિતમ કેરી યાદ ના લાવ જો…..

  સરસ વાત !

 2. vishwadeep

  હે હંસલા, મોતી મીઠડાં ચણજો,
  મારાં પ્રિતમ કેરી યાદ ના લાવ જો..
  સુંદર ગીત. સુંદર કંઠે સાઁભળ્યુ..મજા આવી ગઈ..

 3. Mayur Prajapati

  હે નેણ મારાં સપનાં ભલે સેવજો,
  મારાં પ્રિતમ કેરી યાદ ના લાવ જો.

  ખુબ જ સરસ
  આવું અદભુત અને રમ્ય તમે લખો છો કેવી રીતે ?

  જવાબ જરૂરથી આપજો.

  મયુર
  http://www.aagaman.wordpress.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *