નાટક

સંબંધોમાં છે નાટક ઘણાં
સમજો નહિ એ નાટક ઘણાં

થાકી જાઓ કરતાં તમે
પૂરાં ના થાયે નાટક ઘણાં.

જીવનમાં અભિનેતા બની
ભજવી ગયાં એ નાટક ઘણાં.

સાચ જુઠું  કોને પડી
કરવા લાગે નાટક ઘણાં.

માણસ તો છે કઠપૂતલી,
ઈશ્વર ભજવે  નાટક ઘણાં.

ઈશ્વર દેખે નીચે અહીં,
માણસ ભજવે નાટક ઘણાં

“સપના” શીખી લે તું હવે
દુનિયામાં છે નાટક ઘણાં.

સપના વિજાપુરા

૦૩/૧૪/૨૦૧૩

 

7 thoughts on “નાટક

 1. VISHWADEEP

  ઈશ્વર, તું જોયા કરે ઉપરથી,
  ઈન્સાનો કેવા કરે છે નાટક ઘણા
  સુંદર ભાવો…
  શુભેચ્છા સ્વીકાર શો..

 2. Jignesh

  સત્યની અહિયા કોને પડી છે,
  આવડવુ જોઈયે કરતા નાટક ઘણા.
  રંગમંચની કઠપૂતળીઓ છે માણસ,
  ઈશ્વરે દોરીથી ભજવ્યા નાટક ઘણા.
  ઈશ્વર, તું જોયા કરે ઉપરથી,
  ઈન્સાનો કેવા કરે છે નાટક ઘણા

  ખુબ જ સુંદર…..

 3. DR. CHANDRAVADAN MISTRY

  “સપના” શીખી લે તું હવે
  દુનિયામાં છે નાટક ઘણાં.

  સપના વિજાપુરા
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  સપનાબેન,
  ગમી તમારી પોસ્ટ !
  કહેવાયું છે કે આ દુનિયા એક નાટક નગરી…જેમાં માનવીઓ બધા છે નાટકના પાત્રો..સૌએ ભજવવાનો ભાગ….દર્શ્યો બદલાય છે પ્રભુ ઈચ્છાથી રમાડેછે એ સૌને…ભુલો થઈ હોય તો સુધારવાની ફરજ છે સૌની !
  >>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting all to Chandrapukar.
  Hope to see you !

 4. Ramesh Patel

  સત્ય દર્શન સરસ રીતે હળવી શૈલીમાં. આ જગની નીતિરીતિ આપે
  સમજી લીધી ને સૌને સમજાવી દીધી. સરસ વિચાર અને તેટલી જ
  સુંદર ગઝલ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 5. nilam doshi

  સુન્દર્.ાજે ઘણેી રચનાઓ એકેી સાથે માણેી.. ગમેી,, અભિનઁદન્.. અને શુભેચ્ચ્હાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.