1 Nov 2010

હવે શું?

Posted by sapana

વ્હાલા મિત્રો,
સુખદ હોય કે દુખદ સમાચાર હું મારાં મિત્રો પાસે પહોંચી જાઉં છું.આજે એક હ્ર્દયદ્રાવક સમાચાર લઇને તમારી પાસે આવી છું.મારી એક દોસ્ત જે ઘણાં સમયથી ડિપ્રેશનમાં હતી..જેણે ગયાં રવિવારે ટ્રેનના પાટા નીચે આવી પોતાની જાન અલ્લાહને હવાલે કરી..એમનાં માટે હું કે એમનાં ઘરનાં સભ્યો કાંઈ પણ ના કરી શક્યા એનો અફસોસ જિંદગીભર રહેશે..આ મુકતકનો જવાબ આપવા તો નહિ આવે પણ આ સવાલ હંમેશ મને રહેશે.હવે શું?


ટુકડા તનનાં મળ્યાં એનું હવે શું?
ટુકડા દિલનાં મળ્યાં ના પણ હવે શું?
વસવસા તો જિંદગીના થ્યા છે  પૂરાં
જીવથી તું ગૈ સદાય એનું હવે શું?

સપના વિજાપુરા

૧૦/૩૧/૧૦

Subscribe to Comments

10 Responses to “હવે શું?”

  1. કોઇ પણ ધર્મમાં જન્મેલા, ધર્મ પાળતા કે ન પાળતા કે એમાં ન માનતા, માનવીનું જીવન કિમતી છે. મનુષ્ય જન્મ એ ખુદાની બક્ષિસ છે. સપનાબહેન, તમારી બહેનપણીના આત્માની શાંતિ માટે અને તમને, કુટુંબીઓને, સગાં અને મિત્રોને આ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપો એવી પ્રાર્થના કરું છું. આ દુઃખદ બનાવ ભારતમાં બન્યો?

     

    Girish Parikh

  2. સપનાજી-મરનારે જે પગલું ભર્યું -તેમાં તમારો વાંક નથી-અને ખરેખર તો તમે કે કોઇ એમને રોકી શક્યા ન હોત્.બનવા કાળ બધું બને છે.
    દુખનું ઓસળ દહાડા-

     

    Harnish Jani

  3. એમના આદર્યા અધુરા સૌ કામ પુરા કરીયે અને
    એમના આત્માને શાંતિ મળે તેવા સૌ પ્રયત્નો કરીયે

     

    vijay shah

  4. ખુદા એમના આત્માને જન્નત બક્ષે અને આપ સૌને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના!
    સુધીર પટેલ.

     

    sudhir patel

  5. ફરિયાદ મોત સામે નથી હોતી. એ તો નિષ્ચિત જ છે. આક્રોશ મોતની આ ક્રુર રીત સામે રહે છે અને હઁમેશા…સદાય.. એનો ગમ નથી જતો..

     

    Lata Hirani

  6. પ્રત્યેક જીવ બોધ પ્રેરણા અને યાદો સહકાર આપીને જાય છે…
    અને વિદાય હંમેશ વસમી લાગે છે..તે સહેવાય તમાટે શક્તિ અને…
    પ્રભુ તેમના આત્મને શાન્તિ અર્પશે..તે જ પ્રાર્થના
    અને પરિવારજનોને સાંત્વના..

     

    dilip

  7. આહ તમારી પણ, નીકળી જ હશે,
    ફરિયાદ તમે પણ, જરૂર કરી હશે,
    માંગવા મદદ, હાથ લાંબો થયો હશે.
    ન આપી શક્યા કોઈ, સારું કારણ અમે.
    હતું સારું જો, છોડ્યો હોત સાથ અમારો,
    ખોટું કેવું લાગ્યું કે, સાથ પોતાનોજ છોડી દીધો!

     

    dr.bharat

  8. મૃતાત્માને ખુદા શાંતિ બક્ષે.

     

    સુરેશ જાની

  9. દર્દભરી દાસ્તાન ! બસ આત્મા..પરમાત્મા બની ગયો જ્યાં,
    જ્યાં જન્નતમાં પરમશાંતી ને સુખ મળી જાય..એજ પ્રાર્થના..

     

    vishwadeep

  10. HI HAPPY NEW YEAR !! HAPPY RITING…BLOGGING GUJ POEMS !!
    EK DEEVO BHITARE JO JHALHALE,
    DUKH-DARDODURSHNTI PAN MALEY…

     

    bakulesh desai

Leave a Reply

Message: