21 Apr 2009
મુશ્કેલ નથી

મુશ્કેલ નથી
ગઝલ બનાવવી મુશ્કેલ નથી,
સ્મરણોમાં જીવવું મુશ્કેલ નથી.
કાગળ અને કલમ ન હોય તો પણ,
શબ્દોને ગૂંથવા મુશ્કેલ નથી.
શ્વાસો શ્વાસની ઘટમાળ ચાલ્યા કરે,
લાગણીવિહિન બનવું મુશ્કેલ નથી.
માર્ગ ભલે કાંટાળો હોય જીવનનો,
યાદના ફુલો હોય સંગ, મુશ્કેલ નથી.
વિશ્વાસ ઘાત ભલે કરે દુનિયા,
ઈશ્વરનો ભરોસો કરવો મુશ્કેલ નથી.
પાનખર પછી વસંત આવશે જ.
થોડો ઈન્તેઝાર મુશ્કેલ નથી.
ઠોકરો તો ઘણી વાગી જીવનમાં,
પડીને ઊભાં થવું મુશ્કેલ નથી.
તૂટ્યા ઘણાં સપનાં સપનાના,
નવા સપનાં શણગાર વા મુશ્કેલ નથી.
સપના









