20 Apr 2009

પ્રેમ શાનો?

Posted by sapana

પ્રેમ શાનો?

ગાગાલગા ગાલગાગા ગાગાલગા ગાલગાગા
સમજાય જો જાય સહેલાયથી તો એ પ્રેમ શાનો?
જો ઊતરી એ મગજમાં તો પ્રેમ શાનો?

વિશ્વાસ વિના ઢસડ્યા કરો અંત સુધી સંબંધોને,
વિશ્વાસનો ભંગ વારે વારે પ્રેમ શાનો?

દિલનાં વમળમાં વમળ્યા કરું છબી તારી પ્રિય,

જો નજરમાં આવી જાય દુનિયાની તો પ્રેમ શાનો?

છુપાવ્યા કરું તારી યાદને દુનિયાની નજરથી,

જો તારી બદનામી કરું તો હું તો પ્રેમ શાનો?

પ્રેમમાં નથી હોતા હિસાબ કિતાબ નફા નુકસાનનાં,

જો આમાં પણ ગણિત હોય તો પ્રેમ શાનો?

પ્રેમ શ્વાસ, પ્રેમ શબ્દો,પ્રેમ ગઝલ, પ્રેમ એટલે તું,

જો તારુ જ અસ્તીત્વ ન હોય તો પ્રેમ શાનો?

હું તારી પ્રિતના મેઘમાં તર બોળ થ્યા કરું,

તું સાવ કોરો નીકળી જાય તો પ્રેમ શાનો?

માફી અને આભાર જે વા શબ્દોથી તોળીયે,

આવા વિવેકથી ચીરીયે હ્રદયને તો પ્રેમ શાનો?

જોઇયે ખૂલી આંખોથી સપનાં મળીને આપણે,

આંખોમાં જો સપના ન હોય તો પ્રેમ શાનો?

સપના

Subscribe to Comments

2 Responses to “પ્રેમ શાનો?”

  1. આંખોમાં જો સપના ન હોય તો પ્રેમ શાનો?

    very well said.

    તમારી કલમ સરસ ચાલે છે. થોડી ભાષાશુદ્ધિ અને બંધારણ પર ધ્યાન આપશો તો ઉત્તમ રચનાઓ મળશે. ખુબ શુભેચ્છાઓ અને બ્લોગજગતમાં સ્વાગત.

     

    દક્ષેશ

  2. Thanks Dakshesh,

    I am working on it.
    Sapana

     

    sapana

Leave a Reply

Message: