19 Apr 2009

એક સ્ત્રી

Posted by sapana

એક સ્ત્રી

બે આંખોમાં આંસું લઈ ને,

મેં એક સ્ત્રી જોઈ.

અસ્તવ્યસ્ત કપડાં અને,

લાલચકટક આંખો જોઈ.

માથાંમાં સિંદૂર વિનાની,

મેં એક સ્રી જોઈ.

હમણાં તો  ચૂડીઓ  ખનકતી’તી,

ચૂડીઓ વિનાના હાથ વાળી,

મેં એક સ્ત્રી જોઈ.

પોતાના પતિનાં નશ્વર દેહને,

સામાનની જેમ ફેર વતી,

મેં એક સ્ત્રી જોઈ.

ગયાં ઝગડા અને ગયાં અબોલા,

પતિની ઠંડી કાયાને લપેટતી,

મેં એક સ્ત્રી જોઈ.

સપના મૃત્યુ તો પરમ શાંતિ,

પણ મ્રુત્યુથી વ્યાકુળ,

મે એક સ્ત્રી જોઇ.

સપના વિજાપુરા

Subscribe to Comments

One Response to “એક સ્ત્રી”

  1. આંખોમાં કાજળ આંજી,
    ખુલ્લી આંખના બે ચાર સપના ઓ લઇ
    ક્ષિતિજ ની પેલે પાર,
    નદિ ના કિનારે,
    હોઠો પર સ્મિત સજાવી
    દુઃખ, દર્દ સાવ ભુલાવી,
    ગાલે સ્પર્શતી લટને,
    હળવેકથી હટાવી,
    પાયલ રણકારતી,
    ખુશ્બુ ફેલાવતી,
    રસ્તો શણગારતી,
    પિયુ ના આગમનની,
    વાટ જોતી,
    સાચુ કહું છુ,
    મેં પણ એવી,
    એક સ્ત્રી જોઇ હતી.

    — કુમાર “મયુર્ —

    http://www.aagaman.wordpress.com

    Mayur Prajapati

     

    Mayur Prajapati

Leave a Reply

Message: