Newer Entries » Subscribe to Latest Posts

17 Apr 2009

હૈયાની વાત

Posted by admin. No Comments

કોઈ મને કાગળને કલમ આપો,
લખવી છે મારે હૈયાની વાત.
કોઈ મને ફૂલોની છાબ આપો,
લખવી છે મારે ફૂલોની વાત.
મૌન રહીને ઘણુ કહી દે છે એ,
લખવી છે મારે એ આંખોની વાત,
સ્પર્શ કર્યા વગર સ્પર્શી ગયા,
લખવી છે મારે એ હાથોની વાત.
છૂટી ગયા, પણ સાફ યાદ છે,
લખવી છે મારે એ ક્ષણોની વાત.
પથારીમાં પાસા બદલી બદલીને કાઢી,
લખવી છે મારે એ રાતોની વાત.
વિખેરાઈ,કચડાઈ,ગુંગળાઈ ગયા,
લખવી છે મારે એ સપનઓની વાત.
કોઈ મને કાગળને કલમ આપો,
લખવી છે મારે હૈયાની વાત

-સપના

મહેરબાની કરીને તમારો અભીપ્રાય આપશો.

17 Apr 2009

તુલસી

Posted by admin. No Comments

tulsi_1

તારા માળાનો કલરવ સંભળાય છે,
હું તારા આંગણમાં બેઠી છું.
ખુશીઓના મોજા કાને અથડાય છે,
હું તારા આંગણમાં બેઠી છું.
મારી આંખો ભીની થઈ જાય છે,
હું તારા આંગણમા બેઠી છું.
તારા જીવનમાં પ્યાર છલકાય છે,
હું તારા આંગણમાં બેઠી છું.
તું આવીને એક નજર કરી જાય છે
હું તારા આંગણમાં બેઠી છું.
મારાથી ના અંદર અવાય છે
હું તારા આંગણમાં બેઠી છું.
તું બહારા આવી અંદર જાય છે,
હું તારા આંગણમાં બેઠી છું
વ્યાકુળતાથી તારી રાહ જોવાય છે,
હું તારા આંગણમાં બેઠી છુ
તને નિરખવાનાં  સપનાં સેવાય છે,
હું તારા આંગણમા બેઠી છું.
હું તુલસી છુ અંદર ના આવી શકાય છે,
હું તારા આંગણમા બેઠી છું.
સપના વિજાપુરા

17 Apr 2009

જકડાઈ છું

Posted by admin. No Comments

મિથ્યા છૂટવાના પ્રયત્ન છોડી દીધા,

તારી પ્રિતની સાંકળ માં જકડાઈ છું

હૈયાની વાત હોઠો સુધી ન આવી,

મનમાં ને મનમાં અકળાઈ છું.

તારી યાદ, તારી યાદ,તારી યાદ,

ચારે દિશાથી હું સપડાઈ છું.

ચહેરા પરથી જૂઠ ને ઓળખું છું

એવી દુનિયામાં હું ઘડાઈ છું.

ચીંથરું કરશો તો પણ નહીં છૂટું,

એવી તમારી સાથે વણાઈ છું.

તમારા સપના મારો શણગાર છે,

તમારે શમણાથી શણગારાઈ છું.

સપના વિજાપુરા

17 Apr 2009

ભાગ્ય નથી

Posted by admin. 1 Comment

તારા દુઃખમાં સહભાગી થાવ,
એવા મારા ભાગ્ય નથી.
હસતા હસતા આંખો કોરી રહી જાય,
એવુ મારુ હાસ્ય નથી.
વિરહની અગ્નીમાં ભલે હોમાઉ,
તારી યાદ વગરનુ જીવન માન્ય નથી.
તુ જ છે કવિતા મારી િપ્રય,
તુ નથી તો એ મારુ કાવ્ય નથી.
ભલે સપનાઓ હકિકત ન બને,
“સપના” વગરનુ જીવન માન્ય નથી.

-સપના

17 Apr 2009

કાંચનુ વાંસણ

Posted by admin. No Comments

-સપના

Please comment on my poem.

3 Apr 2009

બા ગઈ

Posted by admin. No Comments

Happy Mother’s Day

Happy Mother’s Day
પોતાનાના આપેલા જખમો ન સહી શકી,
દુનિયાભરના દુખો સહી ગઈ.
અન્નના એક દાણા માટે તરસતી,
જન્નતના માવા ખાવા ગઈ.
સાડીઓના કબાટ ભરેલા હતા,
થીગડાવાળી સાડી ઓઢી ગઈ.
“બાગબાન”બનાવી દીધુ ઘરમાં,
જીવન સાથીને શોધતી રહી ગઈ.
આઠ બાળકોને દૂધ પા નારી,
દૂધ દૂધ કરતી કરતી ગઈ.
તન અને મનનાં જખમો ન રુજાયા,
અંતે તું કબર સુધી પહોંચી ગઈ.
“સપના” તું હવે કેટલુંય રડી લે,
તારી બા આ દુનિયાથી ચાલી ગઈ.
સપના મરચંટ

.

3 Apr 2009

તારા િદલમાં

Posted by admin. No Comments

કુમકુમ પગલે આવી જાઉં તારા દિલમા,
જો જગ્યા મળે તો રહી જાઉં તારા દિલમાં.
ભીતે ભીતે નામ મારું લખું તારા દિલમાં,
મારુ નાજુક દિલ હું મૂકી દઉ તારા દિલમાં.

-સપના સપના

3 Apr 2009

ભાગ્ય નથી

Posted by admin. No Comments


તારા દુખમાં સહભાગી થાવ,
એવા મારા ભાગ્ય નથી.
હસતા આંખો કોરી રહી જાય,
એવુ મારુ હાસ્ય નથી.
વિરહની અગ્નિમાં ભલે હોમાઉ,
યાદ વગરનુ જીવન માન્ય નથી.
તુ જ છે કવિતા મારી પ્રિય,
તુ નથી તો એ મારુ કાવ્ય નથી.
ભલે સપનાં હકીકત ન બને,
સપના વગરનુ જીવન માન્ય નથી.
સપના

2 Apr 2009

હકીકતની વાત કરીયે.

Posted by admin. No Comments

ગાલગાગા ગાલગાગા ગાલગાગા
જિંદગીભર ક્લેશની બસ વાત કરીએ?
આપણે તો પ્રેમની બસ વાત કરીએ
બસ હવામાં ખૂબ ઊડ્યા આપણે

આંસુઓ મારા મોતી નથી,તો
પાણીની કીમતની વાત કરીયે.
કોણ ચાલે છે સાથે જિંદગીભર
ક્ષણ બે ક્ષણનાં સાથની વાત કરીયે.
નથી કોઈ કીમત લાગણીની
પાષાણ હ્રદયોની વાત કરીયે.
જીવતા જહન્નમ જોઈ ચુક્યા,
કલ્પનાની જન્નતની વાત કરીયે.
ક્લેષમાં જીવન વીતાવી દીધુ,
ચાલો સમજદારીની વાત કરીયે.
સપનાઓ ખૂબ સેવી લીધા,
ચાલો હકીકતની વાત કરીયે
સપના