21 Apr 2009

પ્રમાણ

Posted by sapana

પ્રમાણ

ક્ષિતિજ પર સૂરજની લાલીમાં જોઈ,

તારા હોવાનું પ્રમાણ મળ્યું મને.

પક્ષીઓનો મધુર કલરવ સાંભળ્યો,

તારા હોવાનું પ્રમાણ મળ્યું મને.

વસંતની કૂંપળો ફૂટતાં જોઈ,

તારા હોવાનું પ્રમાણ મળ્યું મને.

નવ જાત મહેકતું શિશુને જોઈ,

તારા હોવાનું પ્રમાણ મળ્યું મને.

સમુદ્રના છિપલામાં મોતી જો્યાં,

તારા હોવાનું પ્રમાણ મળ્યું મને.

ક્યાંક ધરતી ફાટી અને લાખો હોમાયા,

તારા હોવાનું પ્રમાણ મળ્યું મને.

પર્વત પર પાષાણમાં પુષ્પ જોયુ,

તારા હોવાનું પ્રમાણ મળ્યું મને.

સપનાના સપનાં હકીકત થયાં,

તારા હોવાનું પ્રમાણ મળ્યું મને.

સપના વિજાપુરા

Subscribe to Comments

3 Responses to “પ્રમાણ”

  1. પ્રકૃતિ એ સાચું પ્રમાણ છે. સહજ અભિવ્યક્તિ.

     

    પંચમ શુક્લ

  2. Thanks Pancham. Last night I was reading your blog.very nice. I learned lot from it.
    Thanks again.
    Sapana

     

    sapana

  3. એક અચ્છા કવિ હોવાનું પ્રમાણ આનાથી વિશેષ શું હોય !
    ખૂબ સુંદર કવિતા છે !
    keep it up !

     

    P Shah

Leave a Reply

Message: