17 Apr 2009

શબ્દો

Posted by admin

 

શબ્દો

શબ્દોનાં મહેલ બનાવીએ,
શાહીથી નહેર સજાવીએ.

તું રાજા ને  બનું  હું રાણી,
કવિતાના તખ્ત મઢાવીએ,

શબ્દોના ફૂલ બિછાવીએ,
શબ્દોથી સેજ સજાવીએ.

શબ્દોથી સાત વચન લઈએ,
ને દીપક રાગ પ્રગટાવીએ.

શબ્દોને ચાંદમાં બોળીને,
રૂપેરું શહેર  બનાવીએ

શબ્દોથી આજ સખી સપના,
રૂપાળુ કાવ્ય બનાવીએ

સપના વિજાપુરા

Subscribe to Comments

2 Responses to “શબ્દો”

  1. Your site is now added to Samelan ફોર એસ વી – સંમેલન Also, tomorrow ભ્રમ will be blogged on ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો

     

    SV

  2. Thanks SV.

    sapana

     

    sapana

Leave a Reply

Message: