20 Apr 2009

ઓગળ્યાં કરું

Posted by sapana

શ્વાસ ઊંડાં ઊંડાં લઈને નિહાળ્યાં કરું,

તારા ભુંસાયેલાં પગલાં સંભાળ્યાં કરું

આમ તો વિલિન થવાની છું તુજમાં,

ધીમે ધીમે જીર્ણ શરિરમાં ગળ્યાં કરું.

મળી જાય જો તારી બાહુપાશના બંધન,

જો પછી કેવી તારામાં ઓગળ્યાં કરું.

રસ્તો તારા સુધી પહોંચવાનો છે કઠિન,

ગલી ગલી, શહેર શહેર,ભટકયાં કરું.

શમા કોના માટે સળગે છે, કોને ખબર?

પતંગિયાં કાજે રાત ભર સળગ્યાં કરું.

જો જીત તમારી નક્કી હોય તો હારું હું,

અહંમ છોડી હ્રદયથી પીગળ્યાં કરું.

જો તું આજે વચન પાળવાનો હોય તો,

વરસતાં વરસાદે ઘરમાંથી નીકળ્યાં કરું.

હાથમાં હાથ રાખીને ચાલવાનું હોય,

સાત સાત સમંદ્ર હું ઓળંગ્યા કરું.

નથી મિલન શક્ય આ લોકમાં,

તું કહે તો સ્વર્ગના દરે મળ્યાં કરું

સપના આમ તો એકલું જ જવાનું છે,

શા માટે લાગણીનાં વમળમાં વમળ્યાં કરું.

સપના વિજાપુરા

Leave a Reply

Message: