6 Oct 2018
« Older Entries Newer Entries » Subscribe to Latest Posts
મૌનમાં બોલતા આવડે છે?
માતૃભાષા અમર છે સદા પણ
એ બી સી ડી તો ગોખી ગયો છે
પ્રેમમાં હોય છે જાગરણ પણ,
પાંખ તો કોઈ કાપી ગયું છે,
વેદના, વેદના, વેદના છે,
ગાંઠ સંબંધમાં પણ પડી છે
નાવડી કે હલેસું નથી પણ
ફૂલ ખીલતા રહે છે વસંતે
તું કરે છે ખુદાઈનો દાવો
કોઈ સપનાં હકીકત બને ના
16 Sep 2018
પ્રેમ એક પરમ તત્વ -2-ગુરૂ -સપના વિજાપુરા
પાપા પગલી કરતું બાળક માં ના ખોળામાં થી નીકળી હવે ડે કેર માં જાય છે!!
મને યાદ છે એ દિવસ જ્યારે પ્રથમવાર એને ડે કેર માં છોડી આવી હતી. ગળામાં ડૂમો ભરાયેલો હતો.અને જાણે એક કલેજાનો એક ટૂકડો છૂટો પડી રહ્યો હતો!! પતિ કહે આ બધું એનાં ભવિષ્ય માટે કરવાનું છે!! સાચી વાત છે!! પણ હ્ર્દય ના માને!! ડે કેરની બારીમાં થી હાથ લાંબાં કરી રડતો રડતો એ મને બોલાવી રહ્યો હતો!! ઘેર આવી ટીચર ને ચાર પાંચ કોલ કરી નાખ્યાં!! બેકગ્રાઉન્ડમાં એનાં રડવાનો અવાજ સંભળાતો હતો!! આ હતો અમારો પહેલો વિરહ અને પ્રેમ અહેસાસ !! એ દિવસે દિવસે ડે કેરમાં સેટ થઈ ગયો!! અનેક મિત્રોને મળવાની ઉત્સુકતા!! અને ટીચર !! આ હતો એનો બીજો પ્રેમ ગોરી ટીચર !! અને ટીચરની વાતો મારામાં ક્યાંક ઈર્ષા જગાવી જતી!! અને એનાં નાના નાના મિત્રો એને મારાથી દૂર કરી રહ્યા હતાં.પ્રેમમાં નિકટતા જરૂરી છે.ગોરી ટીચર અને મિત્રો સાથે લગભગ આખો દિવસ નીકળીજતો!! ઘેર આવીને પણ એમની વાતો!! ડૅ કેર ના રમકડા અને ગેઈમ!! આ બધું પ્રેમમાં ઉમેરાવા લાગ્યું!! વસ્તુ અને ઘર સાથે પણ પ્રેમ થાય છે!! લાગણીને ક્યાં આંખો છે!! પ્રેમ માં કોઈ બંધન નથી!! પ્રેમમાં રંગભેદ નથી જ્ઞાતિભેદ નથી!! પ્રેમમાં ગોરી ટિચર હોય કે મેક્સીકન માઈકલ હોય બન્ને તમારાં હ્ર્દયને સ્પર્શી જતાં હોય છે!! એટલી હદ સુધી કે માઈકલને વાગે તો એને ચોટ લાગે અને ગોરી ટીચર જો એ ક્લાસ છોડી જાય તો એની આંખો આંસું થી છલકાઈ જાય! ગુરુ કે શિક્ષકનું કેટલું મહત્વ છે અને વિધ્યાર્થીના દિલમાં કેટલું સ્થાન છે એ દરેક વિધ્યાર્થી જાણે છે!! અહી વાલી બાળક અને શિક્ષકને જોડતું એક માત્ર તત્વ પ્રેમ છે પ્રેમની ભાષા ભલે અલગ હોય પણ બન્ને પક્ષે પ્રેમ એક નિખાલસ પ્રેમ છે. એમાં સ્વાર્થ ને સ્થાન નથી!!
જેમ ભક્ત ઈશ્વર સામે જુએ છે એજ રીતે એક શિષ્ય શિક્ષક સામે જુએ છે!! શિષ્યની જિજ્ઞાસાને સંતોષવા માટે શિક્ષક જીવ જાનથી પ્રયત્ન કરે છે!! ગાંધીજીએ કહ્યું છે, “વિદ્યાર્થીને કેળવે તે કેળવણી”.અને માટે જ બાળકનો પહેલો ગુરુ માં છે તેજ રીતે એ શિક્ષક ને ખૂબ આદર અને પ્રેમ આપે છે!! મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શીક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.માતાને પોતાના તાજા જન્મેલા બાળકનું મો પ્રથમવાર બતાવવામા આવે છે,ત્યારે એના હદયના ભાવો કોણ પારખી શકે છે? વાત્સલ્ય, કૃતકૃત્યતા, સમર્પણ. શિક્ષક પોતાના નવા બાળકોનું મો પહેલીવાર જુવે ત્યારે એના દિલમાં જે પવિત્ર લાગણીઓ ઉઠે છે. એનું વર્ણન કોણ કરી શકે ? એમાં પણ વાત્સલ્ય છે, કૃતાર્થતા છે, સમર્પણ છે.આપણા શાસ્ત્રોમાં તો ગુરુને ખૂબ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે!!ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાવ, ગુરુ કો લાગુ પાવ જીસને ગોવિંદ દિયો બતાય!!
વિદ્યાર્થીને સમજીને, ચાહીને, નજીક લાવીને એનો વિશ્વાસ સંપાદન કરવો, એનો પ્રેમ એવી રીતે મેળવવો કે તે જ્ઞાન અને કર્મને આપોઆપ રસ પૂર્વક મેળવવા ઉત્સુક બને.શિક્ષકને મળવાની ઉત્કંઠા બાળકને ક્લાસમાં અભ્યાસમાં અને આદરમા વધારો કરે છે!! પ્રેમ અહીં જુદું સ્વરૂપ લે છે!! એ છે,આદરનુ!! હવે બાળક શિક્ષક દ્વારા અપાતા સંસ્કારો ઝીલવા તત્પર બને છે. એજ સાચી ભક્તિ નું સ્વરૂપ લે છે.નાના બાળકના દિલમાં ભક્તિ એટલે પ્રેમ, હુંફ, ભાવના, લાગણી, માન આપવાનું કે તેની કદર કરવાનું કાર્ય એક શિક્ષક કરે છે અને શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેના આ પ્રેમ ભર્યા સબંધોને કારણે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે પ્રેમ અને એખલાસ પાંગરે છે.
પ્રેમ, લવ, ઈશ્ક, મુહબ્બત, પ્યાર, ચાહત, નામ તમે ગમે તે આપો પણ સીધો સાદો અર્થ તો થાય છે ચાહવું, ચાહવું અને ફક્ત ચાહવું. પ્રેમને અનેક નામ આપી દો પણ પ્રેમ એક નામ પૂરતું છે પ્રેમ એક માતા પુત્રનો, સાસુ-વહૂનો એક મિત્ર નો બીજા મિત્ર સાથે, ભાઈ બહેન નો, ગુરુ-શિષ્યનો કોઈ પણ રૂપ માં હોય છે.પ્રેમ દર્શાવવા માટે!!
સપના વિજાપુરા
30 Aug 2018
પ્રેમ એક પરમ તત્વ -ભાગ 1
“આંખ જ્યારે ખોલી મેં, તો ખુદને તેના ખોળામા પામ્યો..
રડ્તો હતો હું જ્યારે જ્યારે, ત્યારે છાતીએ મને દાબીને તેણે અમ્રુતનો ઘુટડો પાયો.”
-સેજપાલ શ્રીરામ પી.
માનવી પંચતત્વથી બનેલો છે.પણ ઈશ્વરે એમાં એક છટ્ટુ તત્વ ઉમેર્યુ છે,જે પ્રેમ છે. કોઈ પણ વ્યક્તિનો સૌ પ્રથમ પ્રેમ એની મા હોય છે.મા વગર કોઈનો જન્મ શક્ય નથી. મા પાસે ખામોશીની ભાષા છે પ્રેમ. ભગવાને માને એવો પ્રેમ આપ્યો છે એ બાળકની દરેક જરૂરિયાત પૂરી કરે છે ! અને અંતે એજ પ્રેમ જરૂરિયાત બની જાય છે. મા પાસે આ તત્વ ના હોત તો સ્ત્રીઓ બાળકોને જન્મ આપી રખડતા મૂકી દેત! હર પ્રેમ કરતાં મા નો પ્રેમ ઊંચો દરજ્જો પામ્યો છે કારણકે માનો પ્રેમ અપેક્ષા અને સ્વાર્થ રહિત હોય છે.બાળકની દુનિયા માં નીઆસપાસ ફરતી હોય છે. મા ના પાલવમાં એને સુરક્ષા લાગે છે. મા શબ્દ મુખમાં થી નીકળતા મમતા, સ્નેહ, લાગણી, અને પ્રેમ સાગરના મોજાની જેમ ઉછળે છે. માનવી જેમ શ્વાસ વગર રહી શકતો નથી એમ પ્રેમ વગર રહી શકતો નથી. આ પ્રેમનો પાયો મા ચણે છે! ગર્ભમાં થી મા બાળકને પ્રેમની ઉર્જા આપવાનું ચાલું કરે છે! પ્રસવની વેદના પણ એ ખમી જાય છે એ બાળકની પ્રતીક્ષામાં! તેથી મા ના પગ નીચે જન્નત છે એવું કહેવામાં આવે છે.ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો… વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ ,ઘણી વેદના અને સંવેદના પછી એને બાળકની ભેટ મળે છે. અહીં માં ઈશ્વરના પ્રેમને યાદ કર્યા વગર રહી શકતી નથી.અને આ વેદના સાથે ઈશ્વર માના ગર્ભમાં પ્રવેશી જાય છે અને માટે જ બાળક જ્યારે માં ના ગર્ભમાં હોય ત્યારે માં ને ખબર નથી કે આ બાળક કેવું છે દીકરી છે કે દીકરો!! તંદુરસ્ત છે કે નહીં! છતાં મા ના દિલમાં ઇશ્વર એ બાળક પ્રત્યે એટલો પ્રેમ મૂકી દે છે કે મા ની દુનિયા એ બાળક બની જાય છે.માં ને પુત્ર કે પુત્રીનો પહેલો સ્પર્શ પણ યાદ રહી જાય છે!! અને પ્રેમ વાત્સલ્ય બની જાય છે.
મા વિશે લગભગ બધા સાક્ષરોએ કલમ ચલાવી હશે. માનો પ્રેમ જેને મળે તે જ જાણે.. નવ મહિના દરમિયાન મા ગર્ભમાં નિઃસ્વાર્થ અને નિર્વ્યાજ પ્રેમના ફૂલોની સુગંધ આપણે માટે મૂકતી જાય છે. તાજા જન્મેલા બાળકને ધવડાવતી માની કલ્પના કરો. એ દૃશ્યમાં માની મમતા ઊભરાય છે. “મેં પહેલી વાર જ મારી બેબીને ગોદમાં લીધી, એ પળ હું કદી ભૂલીશ નહિ. એક નવી જિંદગી મારા હાથમાં ધબકતી હતી.
બંધ કમરામાં,
It’s a boy!!..કહી .નર્સે તને મારા હાથમાં મૂક્યો.
મેં તને છાતી સરસો ચાંપ્યો,
છાતીમાંથી ક્ષીર ફૂટ્યાં
તારા નાનાં નાનાં
હાથનો સ્પર્શ
સ્નેહનાં પારણાં ઝૂલાવે,
અને હું થઈ પ્રેમવિભોર!!
સપના વિજાપુરા
આ તો મારા દીકરાની વાત થઇ હવે વાત કરું મારી ‘બા’ની બા ને નવ સંતાન થયા પણ બધાને સમાન પ્રેમ કરનાર એ જનેતા દરેક જાતના દુ:ખ વેઠીને પોતાના બાળકોને દરેક પ્રકારના સુખ આપ્યા હતા. બા આ દુનિયામાં નથી પણ બા તમારી દુઆ અમારી સાથે છે. આજ મધર્સ ડે ના દિવસે બસ આટલું જ કહીશ કે રોજ મધર્સ ડે ઉજવીએ, રોજ તારા પગ પખાળી પાણી પીએ તપ પણ તારા ઋણ અમારાથી નહિ ચૂકવાઈ
માં ના હાથમાં જ્યારે શીશુને મૂકવામાં આવે તો માં કેટલી પ્રેમવિભોર થઈ જાય છે. પ્રેમ નાં ક્ષીર છાતીમાં ઊભરાઈ આવે છે!!આવો અદભૂત પ્રેમ તો મા અને બાળકનો જ હોય શકે!! માના પ્રેમમાં ઈશ્વરનો પ્રેમ છે!! માં ના દ્વારા જ ઈશ્વરનો અનાયાસ પ્રવેશ આપણા જીવનમાં થાય છે.
જીવનમાં બધું સ્પષ્ટ નથી હોતું કેટલાક પ્રેમ સદાય રહસ્ય હોય છે તો કેટલાક અકળ… જે તમે, કે આપણે સૌએ જન્મતાની સાથે અનુભવ્યો છે.આવો માત્રુ પ્રેમ દેવો પણ તરસે છે.માનો પ્રેમ એટલે આનંદ,એક સનાતન અવસ્થા, અંગ અંગમાં આનંદ છલકે મલકે -ઝળકે કોઈ શાશ્વતીનો સ્પર્શ જાણે કોઈ પરમ તત્વ …
સપના વિજાપુરા
22 May 2018
ગુજરાત ગૌરવ દિવસ
9 May 2018
મારાં લાગો છો?
સારા લાગો છો
વ્હાલા લાગો છો
સાગર જેવા છો
ગહેરા લાગો છો
આંસું થૈ બેઠા
ધારા લાગો છો
સ્પર્શી લઉં થોડાં
સપના લાગો છો
હોઠોં છે સુકા સઠ
પ્યાસા લાગો છો
સ્પર્શી ના હું શકું
તારા લાગો છો
ફૂલો ઝરતા હસતા
ક્યારા લાગો છો
મીઠાં ઈશારા
મીઠાં લાગો છો
શા માટે આજ
મારાં લાગો છો?
સપનાં મા સપના
સપનાં લાગો છો
સપના વિજાપુરા
21 Mar 2018
તું કવિતા છે મારી
21 Aug 2017
જન્મદિવસ!!
12 Jul 2017
એક તું
દિલના હજારો રંગ છે, એક તું
ગમ પણ હજારો,સંગ છે એક તું
તો તું અને હું ક્યાંથી રહેશે સંગમાં
જ્યાં જીતનારો જંગ છે એક તું
તરસે છે મારા પ્રેમને આ જગત
પણ પ્રેમમાં બસ તંગ છે એક તું
વિશ્વાસ છે મળશે એક તું
દુનિયા જલે પણ દંગ છે એક તું
છે હાથ ખાલી,ના કો’ શ્રુંગાર છે
દિલમા જડેલો નંગ છે એક તું
ભૂલું તને શાને હ્ર્દયથી કહે?
દિલ સામે મારી જંગ છે એક તું
આખું જગત છો એક બાજું રહે,
મુજ જિંદગીમાં સંગ છે, એક તું
સપના બની છે મેનકા આજ તો
સમજી લે કે તપભંગ છે એક તું
સપના વિજાપુરા
20 May 2017
બે એરિયામાં ગુજરાતી સમાજ નોર્ધન કેલિફોર્નિયા દ્વારા યોજાયેલ ‘ગુજરાત ગૌરવ દિવસ’
બે એરિયામાં ગુજરાતી સમાજ નોર્ધન કેલિફોર્નિયા દ્વારા મે ૧૪ ૨૦૧૭ ના દિવસે ગુજરાત ગૌરવ દિવસ ખૂબજ શાનથી ઈન્ડિયા કોમ્યુનીટી સેન્ટરમાં ઉજવવામાં આવ્યો.પ્રજ્ઞાબેન દાદભાવાળાના નેતૃત્વ નીચે છ મહીનાથી વધારે સમયથી જોરદાર તૈયારી ચાલી રહી હતી.કાર્યક્રમનીની શરૂઆત પ્રજ્ઞાબેને સૌ મહેમાનોને સ્વાગતથી કરી હતી અને જ્યાં મળે ગુજરાતી ત્યાં રોજ દિવાળી કહી લોકોના દિલ જીતી લીધા હતાં. સરવસ્તી વંદના સુગમ સંગીતમાં મોટું નામ ધરાવતા શ્રીમતી માધવી મહેતાના મધૂર સૂરથી કરવામાં આવી.તેમના સુરીલા સ્વરે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરેલા. ત્યારબાદ બે એરીયાના સ્તંભ સમા શ્રી સુરેશભાઈ પટેલ જે સુરેશમામા તરીકે જાણીતા છે એમણે શ્રોતાઓને સંબોધન કરેલું. તેમણે જણાવ્યું હતું કે બેઠક તથા પુસ્તક પરબ તથા બે એરિયાની બીજી સંસ્થાઓ મળી ગુજરાતીને જીવંત રાખવાની કોશિશ કરી રહી છે.પ્રજ્ઞાબેન તથા બીજી સંસ્થાઓના કાર્યને બીરદાવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે આ ઉત્સવનો હેતુ નવી તથા જુની પેઢીને એક ધાગેથી મજબુત રીતે બાંધવાનો છે.અને બે એરિયાની દરેક સંસ્થાને એક છત્ર નીચે લાવવાનો છે.
ત્યારબાદ એમણે ત્રણ વ્યકતિઓ જે સમાજ સેવા અને દરેક ક્ષેત્રમાં કામ કરે છે એમને વાર્ષિક પુરસ્કારથી સન્માનીત કર્યા હતાં. આ એવોર્ડ શ્રી વિનોદભાઈ પટેલ શ્રી મહેશભાઈ પટેલ અને ચિ.મનીષા પંડ્યાને અર્પણ કરવામાં આવ્યા હતાં.શ્રી વિનોદભાઈ પટેલને સમાજસેવા કરે છે અને ગુજરાતીઓ ને ડગલે લે મદદ કરે છે શ્રી વિનોદભાઈ ભારત અને અમેરિકા વચ્ચે જોડતી કડી બન્યા છે.પરદેશમાં વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક ને સામાજિક કાર્યક્રમો નું આયોજન કરી યુવાનોને પ્રેરણા આપી રાસ ગરબા ફિલ્મ અને લોક નૃત્ય સ્પર્ધા યોજી ૫૬૦ થી વધુ કલાકાર ૪૦ થી વધારે કોરિયોગ્રાફરએ એક મંચ પર એમણે કલાને વિકસાવી છે..શ્રી મહેશભાઈ એક બીઝનેસ મેન તરીકે તથા ગુજરાતી સમાજને મદદરૂપ થવા બદલ અને મનીષા પંડ્યાને બાળકો તથા બાળકીઓને ગુજરાતી સંસ્કૃતી અને નૃત્ય શીખવવા બદલ તેમજ આપણી સંસ્કૃતિ અને અસ્મિતા ટકાવી રાખવા માટે તથા તેને ઝળહળતી રાખવા માટે વિદ્યાર્થીઓને, કલાકારને અને સાહિત્યકારોનો પ્રેરણા આપવા તન અને મનથી સતત પ્રયત્ન કરવા માટે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. શ્રી મહેશભાઈ પટેલને શ્રીમતી શાંતાબેન પટેલે એવોર્ડ અર્પણ કર્યો હતો.
ત્યારબાદ એક બાળનૃત્ય પ્રસ્તૃત કરવામાં આવ્યું. “થપ્પો” હું તો થપ્પો રમુ મારા કાનુડા સાથ” મેઘલતા મહેતાબેનનું આ કાનુડાનું બાળગીત નાના ભૂલકાઓએ પ્રસ્તૃત કર્યુ શ્રોતા મુગ્ધ ભાવે આ અમેરિકામાં વસતા ગુજરાતી બાળકોના મુખે
ગુજરાતી ગીત સાંભળી રહ્યા.સપ્તક વૃંદ બે એરિયાનું સૂરીલું સંગીત વૃંદ છે. અસિમભાઈ મહેતા અને શ્રીમતી માધવી મહેતાના નેતૃત્વ નીચે ૨૬ કલાકારોએ મળીને કર્ણપ્રિય ગીતોથી શ્રોતાને મંત્રમુગ્ધ કર્યા. આ સપ્તક બે એરિયાના સુરીલા કલાકારો મળી એક વૃંદ બનાવ્યું છે. પ્રજ્ઞાબેનના શબ્દોમાં કહું તો ‘એક ડૂબકીમાં તો આખો દરિયો’બે એરિયાના બધાં કલાકારો એક છત્ર નીચે કામ કરે છે. જ્યાં શબ્દો,હોય, સૂર હોય, રાગ હોય, સંગીત હોય, સર્જન હોય, વાધ્ય હોય્ અને સાર્વત્રિક એકતાની સંવેદના હોય ત્યા સપ્તક વૃંદ પહોંચી જાય.આ વૃંદમાં દર્શના ભુતા, અંજના પરીખ, મિનૂ પુરી, નિકિતા પરીખ, પ્રણીતા સુરૈયા,પરિમલ ઝવેરી,મુકેશ કાણકિયા,મહેશ શીંગ, ક્રિશ્ના મહેતા, લહેર દલાલ, બેલા દેસાઈ, નેહા પાઠક, સંજીવ પાઠક, આણલ અંજારિયા, અચલ અંજારિયા,ગૌરાંગ પરીખ, રત્ના મુનશી, પલક વ્યાસ,આશિષ વ્યાસ અને હેતલ બ્ર્હ્મભટ્ટ.સંગીતમય મધૂર ગીતો પછી સહિયર ટ્રુપે એક સરસ નૃત્ય કર્યુ. આસમાની ચૂંદડી અને પીળા રંગના ખૂણિયામાં મુગ્ધા ઓ સુંદર દેખાતી હતી. ૧૯૮૦ માં શ્રીમતી હીના દેસાઈએ ગુજરાતી સસ્કૃતિને અમેરિકામાં નૃત્ય દ્વારા જીવીત રાખવા તેમણે નૃત્ય શીખવાડવાની શરૂઆત કરી હતી. જેની શરૂઆત પોતાની દીકરી રીના દેસાઈ શાહથી કરી. ૧૯૯૪ માં સહિયર ટ્રુપની રચના થઈ.
અંતમાં ભવાઈ કરવામાં આવી જેમાં પ્રજ્ઞાબેન દાદભાવાળાએ રંગલી અને નરેન્દ્ર શાહે રંગલાનો રોલ ભજવ્યો હતો. વિદુષાક તરીક મૌનીક ધારિયા હતાં. ભવાઈ ૧૪ મી સદીમા સ્થાપિત થઈ હતી. અસાઈત ઠાકરે એક વાર એક પટેલની દીકરીની લાજ બચાવી હતી જેથી લોકોએ એને નાત બાર મૂકેલા જીવનનિર્વાહ નો પ્રશ્ન ઊભો થયો તો મંદિરમાં પ્રાર્થના માટે ગયા ત્યાં ઘુઘરા મળ્યા..તો એમના મુખમાંથી તા થૈયા નીકળી ગયું.અને ભવાઈનો જન્મ થયો. એમણે ત્યારબાદ ૩૬૫ વેશ કર્યા. પણ આ જે ભવાઈનો કાર્યક્રમ તે ગુજરાતી ભાષાને જીવંત રાખવાના હેતુથી બનાવવામાં આવ્યો હતો. રંગલો અને રંગલી હસતા અને રડતા આખું નાટક ભજવી જાય છે અને ગુજરાતી ભાષાની એહમીયત સમજાવતા જાય છે. અમેરિકાના જુદાં જુદાં રાજ્યમાં ગુજરાતી ને જીવંત રાખવા પ્રયત્ન થઈ રહ્યા છે. અમેરિકાના બે એરિયામાં એક નાનકડું ગુજરાત બનાવવામાં પ્રજ્ઞાબેનનો મોટો ફાળો છે શ્રી પ્રતાપભાઈ પંડ્યા જે હાલમાં ભારતમાં છે તે અને પ્રજ્ઞાબેન દાદભાવાળા પુસ્તક પરબ અને બેઠક જેવી સંસ્થાઓ ચાલી વાંચન અને લેખનને વેગ આપે છે. મોટા મોટા કલાકારોને નિમંત્રીત કરવા અને કાર્યક્રમ કરવા અને ગુજરાતી ભાષાને બાળકો તથા યુવાનોમાં જીવીત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભવાઈ પછી શ્રી શરદભાઈ દાદભાવાળાએ આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું.કાર્યક્રમના અંતમા પુરી શાક ખમણ દહીંવડા અને ગુલાબ જાંબુના પેકેટ આપી કાર્યક્રમ નું વિસર્જન થયું. અમેરિકાની મિટ્ટીમાં થોડી સુગંધ ગુજરાતની મિટ્ટીની સોડમ ભળી ગઈ જ્યારે અમેરિકામાં ગુજરાતીમાં ભવાઈ થાય છે, ગુજરાતીમાં કવિઓના કાર્યક્રમ થાય છે ત્યારે ગુજરાતમાં ઇંગ્લિશ મીડિયમ બાળકને દાખલ કરવા લાખો રૂપિયા ખર્ચવા માં આવી રહ્યા છે ત્યારે જોઈએ ગુજરાતી ને જીવંત રાખવામાં કોનો મોટો ફાળો હશે!! ગુજરાતનો કે અમેરિકાનો?
સપના વિજાપુરા
16 May 2017
જાય છે
રાત આવે યાદ આવી જાય છે
જુલ્મ તારા એ ગણાવી જાય છે
આસમાને ચાંદ સળગે એકલો
દાગ દિલને ચાંદ ચાંપી જાય છે
માંગી માંગીને શું તું માંગીશ કહે
હાથ ખાલી, હાથ ખાલી જાય છે
એ ખુદા તારી આ દુનિયા બેવફા
હર કો’ દિલને દર્દ આપી જાય છે
વાળ ધોળા થઈ ગયા છે બસ હવે
આ ડહાપણ ઠેસ મારી જાય છે
વાત તારી માનવી મારી ફરજ
વાત મારી તું તો કાપી જાય છે
દીકરો છે એકનો એક આપણો
તુજ ઉપર મા વારી વારી જાય છે
ધારદાર છે આ સપનાં આંખનાં
આંખને એ રોજ વાગી જાય છે.
સપના સપના
-
Browse
or








