22 May 2018

ગુજરાત ગૌરવ દિવસ

Posted by sapana

 


બે એરિયા માં વસતા ગુજરાતી બાર વરસથી ગુજરાત સ્થાપના ના દિવસની ઉજવણી કરવા મે મહીના માં ગુજરાત ગૌરવ દિવસ ઉજવે છે. સુરેશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ “બેઠક”ના આયોજન નીચે ગુજરાતી સમાજ નોર્થ કેલિફોર્નિઆ યુ એસ એ આ કાર્યક્રમ મે ૧૩, ૨૦૧૮ ના દિવસે યોજાયો.
સૌ પ્રથમ કલ્પનાબેન રઘુ એ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરી!! ત્યારબાદ ઈન્ડીયા કોમ્યુનીટી સેન્ટરના સી ઈ ઑ શ્રી રાજ દેસાઈએ સૌને આવકાર્યા, આયોજક પ્રજ્ઞાબેન દાદભાવાળા એ સર્વ મહેમાનોનું સ્વાગત કરતા મધર્સ ડે નિમિત્તે સૌ માતાને વંદન કરતા જનની જોડ સખી રજુ કર્યુ.
ત્યારબાદ સુરેશભાઈ પટેલ જે મામાના હુલામણાં નામથી પ્રસિધ્ધ છે. એમણે પણ સર્વે મહેમાનોને આવકારતા કહ્યું કે દરવર્ષની જેમ આજના ગૌરવવંતા દિવસે આપણે સૌ સાથે મળી ગુજરાતી હોવાનું ગૌરવ લઈએ. બે એરિયામા અનેક ગુજરાતીઓ પોતાના ક્ષેત્રમાં અનોખુ યોગદાન આપે છે. બે એરિયા ગુજરાતી સમાજ  આવા ગુજરાતીને સન્માનથી નવાજે છે. આ વરસે ગુજરાતી સમાજ શ્રી નરેન્દ્રભાઈ પાઠક, શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, શ્રી પ્રતાપભાઈ પંડયા અને શ્રીમતી જયશ્રીબેન મરચંટને તેમના ક્ષેત્રમાં યોગદાન માટે નવાજ્યા છે. શ્રી ચંદ્રકાંત પટેલ ટેકનોલીમાં યોગદાન આપી રહ્યા છે.એમણે ૧૫૦ જેટલી પેટન્ટ બનાવી છે. અને  શ્રી નરેન્દ્રભાઈ પાઠક બે એરિયામાં કમિશ્નર ઓફ કોંગ્રેસ રહ્યા છે અને બીજી સંસ્થાઓમાં યોગદાન આપી રહ્યા છે. એક નારી શક્તિ ના પ્રતિક સમા શ્રીમતી જયશ્રીબેન મરચંટ પોતાના સ્વર્ગસ્થ પતિના પગલે ચાલી અનેક સંસ્થાઓને યોગદાન આપી રહ્યા છે તેમજ સાહિત્ય ક્ષેત્રે એ મોટા ગઝલકાર અને વાર્તાકાર છે.. આજના અતિથિ વિશેષ શ્રી પ્રતાપભાઈ પંડ્યા વિષે સુરેશમામાએ કહ્યુ કે એ સાહિત્ય, કલા અને સંસ્કૃતિના શિરોમણી છે. વિદેશમાં રહીને પણ ગુજરાતી ભાષાને ઉજાગર રાખવાનું કપરું કામ કરી રહ્યા છે. અને પુસ્તક પરબ ચલાવી કરોડો લોકોને સાહિત્ય પીરસી રહ્યા છે. કલા સાહિત્ય અને સંસ્કૃતિ ના ક્ષેત્રમાં જ્યારે પણ યોગદાનની જરૂર પડે છે શ્રી પ્રતાપભાઈ પંડ્યાનું નામ મોખરે હોય છે!! આમ આવા ગૌરવવંતા ગુજરાતીનું સન્માન કર્યા બાદ પ્રોગ્રામના સંચાલક કલ્પનારઘુએ રાજેશભાઈ શાહને સ્ટેજ બોલાવ્યા.ત્યારબાદ રાજેશભાઈ શાહ એ મીલ્પીટસ શહેરના મેયર શ્રી રીચ સ્ટેનને સ્ટેજ પર બોલાવ્યા. મેયર શ્રી તેમના વ્યક્તવ્યમાં કહ્યું કે હું પોતે ગુજરાતી કોમ્યુનીટી માટે ખૂબ્ ગર્વ અનુભવું છું,ગુજરાતીઓ શાંતિ ચાહક પ્રમાણિક અને શિક્ષણ માં ખૂબ મોખરે હોય છે. અને જે ખરેખર સાચા દેશવાસીની સર્વ લાયકાત ધરાવે છે.ગુજરાતીઓની ખૂબ પ્રશંસા કરી હતી. કોન્સુલેન્ટ જર્નલ ઓફ ઈન્ડીયા શ્રી વૈંકંઠરામન સાહેબે પણ હાજરી આપેલી અને બે એરિયાના ગુજરાતીઓને બીરદાવેલા.”
ત્યારબાદ આણલ અંજારિયા,સાથે હેતલ બ્રમ્ભટ્ટ ,મિતિ પટેલ અને પારુલ દામાણીએ ધન્યભૂમી ગુજરાત” નું સુંદર ગીત પ્રસ્તુત કરી ગુજરાત ગૌરવનો માહોલ સરજ્યો હતો.
એક સ્પેશીયલ સરપ્રાઈઝ તરીકે નરેદ્રભાઈ પાઠકે, જે લોકો ગુજરાત ગૌરવ દિવસ છેલ્લા ૧૨વર્ષ થી ઉજવે છે તેમના માટે સીટી તરફથી બે એરિયા ગુજરાતી સમાજ ઓફ નોર્ધન કેલીફોર્નીયાને નવાજતું સંન્માન પત્ર નરેન્દ્રભાઈપાઠકે એ સુરેશમામાને અને પ્રજ્ઞાબેન દાદભાવાળાને અર્પણ કર્યું હતું.આ સાથે રાજેશ શાહ જે પત્રકાર છે, તેમજ કલ્પનાબેન રઘુને મેમ્બર ઓફ કોંગ્રેસ તરફથી સન્માન પત્ર અર્પણ કર્યું હતું.અને જયશ્રીબેન મર્ચન્ટને પણ સન્માનિત કર્યા હતા.
આજના ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે ” સંભારણા” મનોરંજન કાર્યક્રમમાં જુનાં રંગભૂમીના ગીતો સાથે ઈતિહાસને અને કલાકારોને યાદ કરી જીવંત કર્યા હતા.જુનીરંગભૂમિ ના ઈતિહાસમાં અને ગુજરાતી ભાષામાં નાટયપ્રવૃત્તિ ના શ્રી ગણેશ કરવાનો શ્રેય પારસી લોકોને જાય છે.એ વાત દર્શનાબેન અને નરેન્દ્રભાઈ એ પારસીવેશમાં આવી રજુ કરી.માધવીબેન મહેતા અસીમભાઈ મહેતા,આણલ અને અચલ અંજારિયા, ગીતા સુભાષ ભટ્ટ, પ્રજ્ઞાબેન, શરદભાઈ દાદભાવાળા  મિતિ પટેલ, વિકાસ સાલવી, દર્શના ભુતા શુકલ, નરેન્દ્ર શાહ, મૌનિક ધારિયા, હેતલ  બ્રહ્મભટ્ટ, પારુલ અંબરીશ દામાણી, પરિમલ ઝવેરી, અને નાના ભૂલકાઓએ મળીને જુનાં રંગભૂમિને સ્ટેજ પર પ્રસ્તુત કરી તો જાણે જૂની ભાંગવાડીનો માહોલ સર્જાયો.આ જુના ગીતોને એક પછી એક સ્ટેજ પર લાવવા માટે આપણા આજના કલાકારોને સલામ કરું છું. આ ગીતોમાં મીઠાં લાગ્યા છે મને આજના ઉજાગરા, ઝટ જાઓ ચંદનહાર લાવો,નગરવેલીઓ રોપાવ તારા રાજમહેલોમાં,સાહ્ય્બો મારો ગુલાબનો છોડ,પ્રેમીને પ્રેમી કોઈ પૂછે, નયનોમાં શું છે? મારે સાસરિયે જઈ કોઈ કહેજો એટલડું, પારેવડા જાજા વિરાના દેશમા, આટલું કહેજે સંદેશમાં,વિગેરે ગીતો પર અહીંના લોકલ કલાકારોએ નૃત્ય કર્યા. વળી જુની રંગભૂમીના નાટક રજૂ કરવામાં આવ્યાં!! જેનો શ્રેય શ્રી વિનયકાંત ભાઈ દ્રિવેદી ને અને નાટકની સ્ક્રીપટ માટે શ્રી ચંદ્રકાંતભાઈ શાહ ને જાય છે.એમ પ્રજ્ઞાબેને સોવિનિયરમાં જણાવ્યું.
આ દિવસે માહિતી સભર સોવિનિયર બહાર પાડવામાં આવ્યું જેમાં રંગભૂમિની અવનવી ન સાંભળેલી વાતો સાથે ગીતોના આસ્વાદ અને ઈતિહાસે કાયમનું સંભારણું સૌને આપ્યું.રંગમંચ હમેશા જીવંત રહેશે કારણકે નાટક એ અભિનય નથી પણ સંસ્કૃતિ છે, સંસ્કાર છે, માતૃભાષા અને સમાજનો આત્મા છે એમ અમારા બેઠકના સભ્ય કલ્પનાબેન રઘુ કહે છે.એ વાત આજે પુરવાર થઇ હતી.
શ્રી નરેન્દ્ર મોદી એ કહ્યું છે કે,’સમગ્ર વિશ્વમાં  હિદુસ્તાની ગીત-સંગીતની અણમોલ વિરાસત છે.પરંતુ દુનિયાને આ વૈભવની ઓળખ કરાવી શક્યા નથી પશ્ચીમનું સંગીત શરીરને ડોલાવી શકે છે પણ ભારતનું સંગીત મનને પ્રભાવિત કરી શકે છે.’ તેમણે હિદુસ્તાની સંગીત ક્ષેત્રે ગુજરાત સરકારના બે પ્રતિષ્ઠિત ‘તાનારીરી સંગીત સન્માન’ અને પંડિત ઓમકારનાથ સંગીત સમ્માન ના ગૈરવંતા પુરસ્કારો આજીવન પ્રતિબધ્ધ કર્યા છે.
અંતમા દરેક કલાકારોને રમાબેન પંડ્યા,રેણુકાબેન વખારિયા,અને શાંતાબેન પટેલના હસ્તક પ્લેક આપી નવાજ્યા અને રાજેશભાઈએ આભાર વિધિ કરી અને સૌ ગુજરાતીઓ લંચબોક્સ લઈ છૂટા પડ્યાં!!’ અમેરિકામાં એટલે કે બે એરિયામાં ગુજરાત ગૌરવ દિવસ ઉજવવામાં ઘણા પાયાના ગુજરાતીઓનોનું યોગદાન છે!! આ બધાં ગુજરાતીઓ મળીને એક છત્ર નીચે સાહિત્યકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે છે. અને ગુજરાતીને અને આપણી અસ્મિતાને જીવંત રાખવાની કોશીશ કરી રહ્યા છે.એ વાત મહત્વની છે.
સપના વિજાપુરા

Subscribe to Comments

2 Responses to “ગુજરાત ગૌરવ દિવસ”

  1. સુંદર આયોજન…!!

     

    અશોક જાની 'અમંદ'

  2. સુંદર આયોજન…!!

     

    અશોક જાની 'આનંદ''

Leave a Reply

Message: