એક તું

દિલના હજારો રંગ છે, એક તું
ગમ પણ હજારો,સંગ છે એક તું

તો તું અને હું ક્યાંથી રહેશે સંગમાં
જ્યાં જીતનારો જંગ છે એક તું

તરસે છે મારા પ્રેમને આ જગત
પણ પ્રેમમાં બસ તંગ છે એક તું

વિશ્વાસ છે મળશે એક તું
દુનિયા જલે પણ દંગ છે એક તું

છે હાથ ખાલી,ના કો’ શ્રુંગાર છે
દિલમા જડેલો નંગ છે એક તું

ભૂલું તને શાને હ્ર્દયથી કહે?
દિલ સામે મારી જંગ છે એક તું

આખું જગત છો એક બાજું રહે,
મુજ જિંદગીમાં સંગ છે, એક તું

સપના બની છે મેનકા આજ તો
સમજી લે કે તપભંગ છે એક તું

સપના વિજાપુરા

10 thoughts on “એક તું

 1. Valibhai Musa

  સરસ ગ઼ઝલ. ‘એક તું’ વાહ! ‘સપના બની છે મેનકા આજ તો, સમજી લે કે તપભંગ છે એક તું’. આફરિન!

 2. SARYU PARIKH

  છે હાથ ખાલી,ના કો’ શ્રુંગાર છે
  દિલમા જડેલો નંગ છે એક તું
  સરસ રચના.
  સરયૂ

 3. Pravin Shaj

  સમજી લે કે તપભંગ છે એક તું… Wah.. Sundar Rachna…

 4. અશોક જાની 'આનંદ'

  સારી ગઝલ પણ ‘એક તું’ રદીફ દરેક શે’ર સાથે સમન્વય સાધી નથી શકી.. !! ઘણા શે’રમાં એ લટકણિયા જેવી નિષ્પ્રાણ લાગે છે

 5. Rekha Shukla

  ખુબ સુંદર કવિતા સપના…એક એક થી ચડિયાતી પંક્તિઓ હ્રદયસ્પર્શી ગઈ…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.