Category Archives: કાવ્ય

મોત

મોત

જિંદગીથી સંબંધ તૂટતા જો્યા,

મેં આજે મૌતને ગળે મળતા જો્યા.

દુઆ માટે ન હાથ ઊંચા થયા,

વિવશ હાથ લટકતા જો્યા.

ન હતો ભય ક્યારેય મોતનો,

અડિખમને મોતથી ડરતા જો્યા.

હાયે,જવાનું તો હતું એકલું જ,

પથ્થર જે વા નયનો પથરાતા જો્યા.

ઠંડી ઠંડી કાયાને,ઊની ઊની માટી,

કબરનાં દરવાજા બંધ થતા જો્યા.

ગળે લગાવ્યા સ્વજનોને મારા,

કોઈના સ્વજનોને રોતા જો્યા.

મા સીધારી સ્વધામ એકલી,

સંતાનોને મેં ટળ વળતા જો્યા.

એ ખુદા તું સ પનાને ઊઠાવ પ હેલા,

નથી જોવા સ્વજનોને, તૂટતા જો્યા.

સપના

કાંટાળો માર્ગ

કાંટાળો માર્ગ

પ્રીતનો માર્ગ છે કાંટાળો ઓ સાહેબા,

પાનીયું તમારી સંભાળો ઓ સાહેબા.

મહેંદીના રંગ ઊતર્યા ઓ સાહેબા,

મહેંદી ઘૂંટીને પ લાળો ઓ સાહેબા.

પંખિડા આઘે નીકળી ગ્યા ચણવા,

હુનો હુનો પડ્યો માળો ઓ સાહિબા.

નદિયું ઉભરાણી રે વહાલની,

બાંધો રે બાંધો પાળો ઓ સાહેબા.

મેઘલા વરસે મન મૂકીને ચોધાર,

તરસ્યા રુદડા પ લાળો ઓ સાહેબા.

ઇમા મારું રુદ્ડુ છે બંધ સાહિબા,

તન મારું હાચવીને બાળો ઓ સાહેબા.

સપનાંની આંખ્યું નીતરે આંહુડાથી,

રુમાલ તમારો પલાળો ઓ સાહેબા.

સપના

કબર પણ મળશે

કબર પણ મળશે

મંઝિલની શોધમાં સુહાની સફર પણ મળશે,

કંટકોની વચ્ચે ફૂલોની  સફર પણ મળશે.

રાત ભલે વીતાવી અમે ચંદ્રને તાકી તાકી ને,

રાત ગઈ તો સોનેરી સવાર પણ મળશે.

જિંદગી છે બાકી તો રસ્તા મળશે આપણાં,

આપણી મુલાકાતનો અવસર પણ મળશે.

કલમ ઊઠાવી જો લખવા જઈશ તારી વાતો,

ટોળાં ને ટોળાં મળીને અક્ષ્રર પણ મળશે.

સાંકડાં પડ્યા મહેલ જે વા રહેઠાણો જીવનમાં,

મ્રુત્યુ પછી મને વિશાળ કબર પણ મળશે.

મંઝિલ ન મળે તો પણ ચાલતી રહીશ,

રસ્તામાં તારા જેવો હમસફર પણ મળશે.

સપનાઓ પૂરાં થશે હાથ ઊઠાવવાથી,

દિલોની દુઆઓમાં અસર પણ મળશે.

સપના

માણસો

ઘડિયાળનાં કાંટા પર દોડતા માણસો,

સમયસર પહોંચવા દોડતાં માણસો.

સંબંધો રહી ગયાં અહીં નામના,

સંબંધોથી દૂર દૂર ભાગતા માણસો.

ડોલરની મોહ માયામાં ફસાયેલા,

એક ડોલરનાં પચાસ ગણતા માણસો.

માટી વતનની ભૂલી ગયાં સર્વ,

વાત વાતમાં વતનને ભાંડતા માણસો.

એક જ ઘરમાં એકલા એકલા રહેતા,

પોતાનાં જ લોકોને નડતા માણસો.

નથી કોઈ દુખમાં સહભાગી થવાનુ.

અંદર અંદર હ્રદયમાં રડતા માણસો.

બાંધ્યા છે પોતે પોતાનાં દાયરા,

અહંમની દલદલમાં સડતા માણસો.

સપના ટેવાઈ જા હવે આ હવાથી,

જીવવાના મરવાના અહીંયાં જ માણસો.

સપના

અમીવર્ષા

હેતનું વાદળ વરસ્યું’તુ એક વાર,

સુનુ આંગણ મહેક્યુ’તુ એક વાર.

અનરાધાર પ્રીતની વર્ષા થઈ,

તર બોળ તન થયુ’તુ એક વાર.

મધુર મધુર રસ ઝર્યા કરે,

અધરનુ અમી પાન કર્યુ’તુ એક વાર.

હવે ખીલશે આ ચમન જિંદગી ભર,

જળનું સિંચન થયું’તુ એક વાર.

રંગો નભમાં વિખેરાઈ ગયાં છે,

પ્રેમનું મેઘધનુષ થયુ’તુ એક વાર.

સપનાં નવા નવા જોવા લાગી છું,

એક સ્વપ્ન સાચું થયુ’તુ એક વાર.

સપના

એકલવાયો

એકલવાયો

ઉદાસીનો માર્ગ છે એકલવાયો,

લાચારીનો માર્ગ છે એકલવાયો.

ચાલશે દુનિયા સંગ સંગ સુખમાં,

દુખનો માર્ગ છે એકલવાયો.

જરા જોયુ ભીતર ધ્યાનથી,

ભીતરનો માર્ગ છે એકલવાયો.

ભૂલી પડી હું દુનિયાનાં જંગલમાં,

જંગલનો માર્ગ છે એકલવાયો.

છૂટી ગયાં એક પછી એક સ્વજન,

લાગણીનો માર્ગ છે એકલવાયો.

વિસામો લીધો થોડી વાર અહીંયાં,

ઇશ્વરનો માર્ગ છે એકલવાયો.

એમ કહી છોડ્યા બધા સંબંધોને,

મૌતનો માર્ગ છે એકલવાયો.

સપનાંના ટોળાં છે આંખોમાં,

સપનાંનો માર્ગ છે એકલવાયો.

સપના

ધુપસળી

ધુપસળી
ધુપસળી બની સુવાસ ફેલાવતી જાઉં,

ખુદ સળગીને સુવાસ ફેલાવતી જાઉં.

માન જે આજનો દિવસ થયો સાર્થક,

કોઇના ચહેરા પર ઉજાસ ફેલાવતી જાઉં.

અનંત જવુ છે મારે ક્ષિતિજ સુધી,

તારી પાસે મારા શ્વાસ છોડતી જાઉં.

રાખવા દે મારો  હાથ તારા હ્રદય પર,

તારા પ્રેમનો અહેસાસ કરતી જાઉં.

આજથી સોંપ્યા શશિનાં અજવાળાં તમને,

જીવનની રાતોમાં અમાસ કરતી જાઉં.

તૂટ્યા ઘણાં સપનાં,બાકી ઘણાં તૂટવાના,

તો પણ પૂરા થવાની આસ કરતી જાઉં.

સપના મરચંટ

પાની તળે

પાની તળે

પુષ્પ પ્રેમનું છે તારી પાની તળે,

દિલ મારું છે તારી પાની તળે.

ન બની જા આટલો મગરુર તું,

સ્વાભિમાન મારું છે તારી પાની તળે.

માંગું થું વધારે ઈશ્વર પાસે હું,

મારું તો સ્વર્ગ છે તારી પાની તળે.

પગલાં તારા સંભાળીને રાખ જે,

નાનાં નાનાં જીવ છે તારી પાની તળે.

નીચી નજર કરીને ચાલ માનવ,

ઈશ્વરની ધરતી છે તારી પાની તળે.

ફરી વળ્યા ગલી ગલી,શહેર શહેર,

મળી આવ્યું મારું દિલ તારી પાની તળે.

સપનાંને થું શોધ્યા કરે શહેરમાં,

સપના તને મળશે તારી પાની તળે.

સપના મરચંટ

છેલ્લી મુલાકાત

છેલ્લી મુલાકાત

હા યાદ છે મને એ છેલ્લી મુલાકાત,

કેમ કરી ભૂલું એ છેલ્લી મુલાકાત.

આંસુંથી ભીંજાઈ ગયું’તુ તારું શર્ટ,

ઘર કરી ગઈ મનમાં એ છેલ્લી મુલાકાત.

સમયનું ભાન ભૂલી મૌન બની બેસવું,

મૌન બનેલી  ક્ષણોની છેલ્લી મુલાકાત.

સમી સાંજ અને સમુદ્ર તટ ના મોજાં,

પ્રકૃતિ નિહાળી રહી આપણી છેલ્લી મુલાકાત.

સ્વીકાર્ય નથી હ્રદયને આજ સુધી,

સરળતાથી તે કહ્યુ આ છે  છેલ્લી મુલાકાત.

અંત સુધી તો મારા આવી જ જે સાજન,

કે પછી નસીબમાં નથી છેલ્લી મુલાકાત?

સપનાં તને દુનિયા દીવાની સમજે,

છેલ્લી મુલાકાતને ન સમજે છેલ્લી મુલાકાત.

સપના

પપ્પાને મળવાં

 

દીકરી એટલે વ્હાલનો દરિયો.અને દીકરી જ્યારે પપ્પાની લાડકવાયી હોય અને વરસોથી પરદેશમાં વસી ગઈ હોય તો??અને અચાનક દીકરીને સમચાર મળે કે તારાં વહાલસોયા પિતા છેલ્લાં શ્વાસ ગણી રહ્યા છે..દીકરી જટ ટીકીટ કઢાવી પ્લેનમાં બેસે છે..એક એક મિનીટ એક એક વરસ જેવી જાય છે..આખું બચપન નજર સામેથી પસાર થઈ જાય છે..આંખોનાં આંસું સુકાતાં નથી અને દીકરી દેશમાં પહોંચે છે..અને જ્યારે પપ્પાનો સુકાઈ ગયેલો હાથ પોતાનાં હાથમાં લઈને કહે છે કે પપ્પા તમારી દીકરી પરદેશથી આવી છે પપ્પાને મળવાં..અને પપ્પાની ફીકી આંખો દીકરીને ઓળખી શકતી નથી અને પૂછે છે કે આ બહેન કોણ છે ત્યારે જે હાલત દીકરીની થાય છે ખરેખર એ હાલત શબ્દોમાં વર્ણવી ખૂબ અઘરી છે…એટલે આ એક પ્રયાસ છે પણ હજું પૂરી લાગણી વ્યકત નથી થઈ..પરદેશમાં રહેતી દરેક દીકરીની વ્યથા વર્ણવાનો પ્રયાસ છે..

સપના વિજાપુરા

પપ્પાની દીકરી ગઈ પપ્પાને મળવાં,
રડતી રડતી   તડપતી  પપ્પાને મળવાં.

ઘર તો જાણે સુનું ‘તુ દરવાજા રડતાં
જલ્દી જલ્દી પહોંચી  પપ્પાને મળવાં.

પકડીને હાથ એ ઢગલો થઈ ગઈ ત્યાં જ
જોઈને હેબકાઈ પપ્પાને મળવાં.

ફીકી ને બોલતી  એ આંખો પપ્પાની
બચપન એ શોધવાં જઈ પપ્પાને મળવાં

“પપ્પા, લો દીકરી  આવી પરદેશેથી
અંતર લાંબાં એ કાપી પપ્પાને મળવાં

પપ્પા તાકી રહ્યા ખાલી આંખોથી બસ,
આ છે કોણ બેન આવી પપ્પાને મળવાં

દિલમાં ઊંડુ કશું ખૂંચી ગયું ,કંપી ગઈ
“હું  છું તમ અંશ આવી  પપ્પાને મળવા.”

પંખી ઊડી ગયું પપ્પા સિધાવ્યા પરલોક
‘સપના’  ક્યારે  જશે ઈ પપ્પાને મળવા.

સપના વિજાપુરા