29 Apr 2009
એકલવાયો

એકલવાયો
ઉદાસીનો માર્ગ છે એકલવાયો,
લાચારીનો માર્ગ છે એકલવાયો.
ચાલશે દુનિયા સંગ સંગ સુખમાં,
દુખનો માર્ગ છે એકલવાયો.
જરા જોયુ ભીતર ધ્યાનથી,
ભીતરનો માર્ગ છે એકલવાયો.
ભૂલી પડી હું દુનિયાનાં જંગલમાં,
જંગલનો માર્ગ છે એકલવાયો.
છૂટી ગયાં એક પછી એક સ્વજન,
લાગણીનો માર્ગ છે એકલવાયો.
વિસામો લીધો થોડી વાર અહીંયાં,
ઇશ્વરનો માર્ગ છે એકલવાયો.
એમ કહી છોડ્યા બધા સંબંધોને,
મૌતનો માર્ગ છે એકલવાયો.
સપનાંના ટોળાં છે આંખોમાં,
સપનાંનો માર્ગ છે એકલવાયો.
સપના

સપનાંના ટોળાં છે આંખોમાં,
સપનાંનો માર્ગ છે એકલવાયો.
ખુલિ આન્ખો થિ જોવાયા સપના
હુ તો ચાલ્યો હતો એકલો
કારવો બનતો ગયો
સન્તોષ ભટ્ટ્
Santosh Bhatt
June 5th, 2009 at 1:15 ampermalink
આભાર
સંતોષ,
આવી રીતે ઉત્સાહિત કરતો રહેજે.
ભાભી
sapana
June 5th, 2009 at 1:42 ampermalink