26 Apr 2009

પાની તળે

Posted by sapana

પાની તળે

પુષ્પ પ્રેમનું છે તારી પાની તળે,

દિલ મારું છે તારી પાની તળે.

ન બની જા આટલો મગરુર તું,

સ્વાભિમાન મારું છે તારી પાની તળે.

માંગું થું વધારે ઈશ્વર પાસે હું,

મારું તો સ્વર્ગ છે તારી પાની તળે.

પગલાં તારા સંભાળીને રાખ જે,

નાનાં નાનાં જીવ છે તારી પાની તળે.

નીચી નજર કરીને ચાલ માનવ,

ઈશ્વરની ધરતી છે તારી પાની તળે.

ફરી વળ્યા ગલી ગલી,શહેર શહેર,

મળી આવ્યું મારું દિલ તારી પાની તળે.

સપનાંને થું શોધ્યા કરે શહેરમાં,

સપના તને મળશે તારી પાની તળે.

સપના મરચંટ

Subscribe to Comments

9 Responses to “પાની તળે”

  1. તમારો સરસ બ્લૉગ અને સરસ કવિતાઓ.

     
  2. Thanks Arvindbhai,

    Pls keep giving your comments,it encourages me.

    Sapana

     

    sapana

  3. ફરી વળ્યા ગલી ગલી,શહેર શહેર,

    મળી આવ્યું મારું દિલ તારી પાની તળે.

    niced said !

    congrat !

     

    P Shah

  4. સ્વાભિમાન ક્યારેય કોઇને ન સોંપવું… આ એક જ આપણી મૂડી

    કાવ્ય સરસ…

     

    Lata Hirani

  5. આભાર પંકજભાઈ
    સપના

     

    Sapana

  6. સપનાંને થું શોધ્યા કરે શહેરમાં,

    સપના તને મળશે તારી પાની તળે.

    ગમ્યું

     

    સુરેશ જાની

  7. સુરેશભાઈ,

    આભાર. તમારો અભિપ્રાય ઘણો મહ્ત્વનો છે.
    સપના

     

    sapana

  8. માંગું થું વધારે ઈશ્વર પાસે હું,

    મારું તો સ્વર્ગ છે તારી પાની તળે.

    પગલાં તારા સંભાળીને રાખ જે,

    નાનાં નાનાં જીવ છે તારી પાની તળે.

    નીચી નજર કરીને ચાલ માનવ,

    ઈશ્વરની ધરતી છે તારી પાની તળે.

    wow out of world thinking.. i loved it. keep write more like this

     

    Santosh Bhatt

  9. આભાર!
    સંતોષ

     

    sapana

Leave a Reply

Message: