29 Apr 2009

ધુપસળી

Posted by sapana

ધુપસળી
ધુપસળી બની સુવાસ ફેલાવતી જાઉં,

ખુદ સળગીને સુવાસ ફેલાવતી જાઉં.

માન જે આજનો દિવસ થયો સાર્થક,

કોઇના ચહેરા પર ઉજાસ ફેલાવતી જાઉં.

અનંત જવુ છે મારે ક્ષિતિજ સુધી,

તારી પાસે મારા શ્વાસ છોડતી જાઉં.

રાખવા દે મારો  હાથ તારા હ્રદય પર,

તારા પ્રેમનો અહેસાસ કરતી જાઉં.

આજથી સોંપ્યા શશિનાં અજવાળાં તમને,

જીવનની રાતોમાં અમાસ કરતી જાઉં.

તૂટ્યા ઘણાં સપનાં,બાકી ઘણાં તૂટવાના,

તો પણ પૂરા થવાની આસ કરતી જાઉં.

સપના મરચંટ

Subscribe to Comments

7 Responses to “ધુપસળી”

  1. ધુમ્રસળીને બદલે ધુપસળી વાપરવાથી વધુ જોર મળી શક્યુ હોત એમ લાગે છે.

    તમારી રચનાઓમાં દુઃખની છાયા દેખાય છે.

     

    Chirag Patel

  2. Thanks Chirag. I am going to change it.

     

    sapana

  3. ધુપસળી બની સુવાસ ફેલાવતી જાઉં,
    ખુદ સળગીને સુવાસ ફેલાવતી જાઉં.

    સરસ વીચાર

     

    સુરેશ જાની

  4. સુરેશભાઈ,

    આભાર

    સપના

     

    sapana

  5. વેરિ ક્યુટ્

     

    Santosh Bhatt

  6. Thanks Santosh!!

     

    sapana

  7. આવી સુંદર રચના વિષે શું લખિયે ? ખુબ જ અભિનંદન !

    ધૂપસળીની ઠેકડી ઉઙાઙતો દીપક અટ્ટહાસ્ય કરી હાલક ડોલક થતો ન્રુત્ય કરવા લાગ્યો.પવનનાં ઝોકા વડે તેના ઓલવાયાનાં ઘણા સમય બાદ પવન ધૂપસળીની ભસ્મ ખેરવતો વહી ગયો. ને છતાં અમરત્વ પામેલી તેની સુગંધ ચોમેર ધીમેધીમે પ્રસરતી ગઇ.

     

    PARESH

Leave a Reply

Message: