5 May 2009
માણસો
ઘડિયાળનાં કાંટા પર દોડતા માણસો,
સમયસર પહોંચવા દોડતાં માણસો.
સંબંધો રહી ગયાં અહીં નામના,
સંબંધોથી દૂર દૂર ભાગતા માણસો.
ડોલરની મોહ માયામાં ફસાયેલા,
એક ડોલરનાં પચાસ ગણતા માણસો.
માટી વતનની ભૂલી ગયાં સર્વ,
વાત વાતમાં વતનને ભાંડતા માણસો.
એક જ ઘરમાં એકલા એકલા રહેતા,
પોતાનાં જ લોકોને નડતા માણસો.
નથી કોઈ દુખમાં સહભાગી થવાનુ.
અંદર અંદર હ્રદયમાં રડતા માણસો.
બાંધ્યા છે પોતે પોતાનાં દાયરા,
અહંમની દલદલમાં સડતા માણસો.
સપના ટેવાઈ જા હવે આ હવાથી,
જીવવાના મરવાના અહીંયાં જ માણસો.
સપના
બહુજ સુંદર નીરૂપણ આજના માણસનું. ખાસ કરીને
“એક જ ઘરમાં એકલા એકલા રહેતા,
પોતાનાં જ લોકોને નડતા માણસો.”
…બહુજ સરસ પંક્તિ.
..મુલાકાત લેશો …” સરવાળે ” , “સરવૈયું ” તથા “જીદંગી ” …મારા બ્લોગ પર.
anayas zinzuvadia
May 6th, 2009 at 6:09 pmpermalink
Thanks Anayas
Sapana
sapana
May 6th, 2009 at 6:36 pmpermalink
ખુબ જ સરસ્
માણસ પરથી મને મારી એક કવિતા યાદ આવી.
અહી તો સૌ પોતપોતાના ખુદા હોય છે,
સરનામે સરનામે માણસો જુદા હોય છે.
— કુમાર મયુર —
http://www.aagaman.wordpress.com
Mayur Prajapati
Mayur Prajapati
June 19th, 2009 at 11:07 ampermalink
વાસ્તવિકતાને આનાથી સુંદર રીતે કઈ રીતે કહેવી?
હૃદયને હચમચાવી ગઈ…
રમેશ પટેલ(આકાશદીપ)
Ramesh Patel
October 21st, 2009 at 5:17 pmpermalink