22 Apr 2009

છેલ્લી મુલાકાત

Posted by sapana

છેલ્લી મુલાકાત

હા યાદ છે મને એ છેલ્લી મુલાકાત,

કેમ કરી ભૂલું એ છેલ્લી મુલાકાત.

આંસુંથી ભીંજાઈ ગયું’તુ તારું શર્ટ,

ઘર કરી ગઈ મનમાં એ છેલ્લી મુલાકાત.

સમયનું ભાન ભૂલી મૌન બની બેસવું,

મૌન બનેલી  ક્ષણોની છેલ્લી મુલાકાત.

સમી સાંજ અને સમુદ્ર તટ ના મોજાં,

પ્રકૃતિ નિહાળી રહી આપણી છેલ્લી મુલાકાત.

સ્વીકાર્ય નથી હ્રદયને આજ સુધી,

સરળતાથી તે કહ્યુ આ છે  છેલ્લી મુલાકાત.

અંત સુધી તો મારા આવી જ જે સાજન,

કે પછી નસીબમાં નથી છેલ્લી મુલાકાત?

સપનાં તને દુનિયા દીવાની સમજે,

છેલ્લી મુલાકાતને ન સમજે છેલ્લી મુલાકાત.

સપના

Subscribe to Comments

2 Responses to “છેલ્લી મુલાકાત”

  1. હ્મ્મ સરસ મઝની રચન છે, હ્રદયસ્પર્શી.

     

    Chirag Patel

  2. આભાર ચિરાગ,
    સપના

     

    sapana

Leave a Reply

Message: