4 May 2009

અમીવર્ષા

Posted by sapana

હેતનું વાદળ વરસ્યું’તુ એક વાર,

સુનુ આંગણ મહેક્યુ’તુ એક વાર.

અનરાધાર પ્રીતની વર્ષા થઈ,

તર બોળ તન થયુ’તુ એક વાર.

મધુર મધુર રસ ઝર્યા કરે,

અધરનુ અમી પાન કર્યુ’તુ એક વાર.

હવે ખીલશે આ ચમન જિંદગી ભર,

જળનું સિંચન થયું’તુ એક વાર.

રંગો નભમાં વિખેરાઈ ગયાં છે,

પ્રેમનું મેઘધનુષ થયુ’તુ એક વાર.

સપનાં નવા નવા જોવા લાગી છું,

એક સ્વપ્ન સાચું થયુ’તુ એક વાર.

સપના

Subscribe to Comments

2 Responses to “અમીવર્ષા”

  1. સપનાં નવા નવા જોવા લાગી છું,
    એક સ્વપ્ન સાચું થયુ’તુ એક વાર.
    સુંદર.
    સ્વપ્ન જુઓ, પુરુષાર્થ કરો અને સ્વપ્નને હકીકતમાં પલટાવો.
    હજુ આથી પણ સુંદર રચનાઓની અપેક્ષા રાખું ને ?
    શુભેચ્છાઓ.

     

    Daxesh

  2. Thanks Daxesh,
    I am going to try my best.
    Sapana

     

    sapana

Leave a Reply

Message: