નથી છૂટતું

મિત્રો,
ફ્લોરીડા ગેઇન્સવિલમા  સ્વ.શ્રીમતિ સુવર્ણા દિનેશ શાહના સ્મરણાર્થે થયેલાં કાર્યક્રમનો એહવાલ આપે દેવિકાબેન ના બ્લોગમાં http://devikadhruva.wordpress.com/ વાંચ્યો હશે. ઘણાં કવિઓ તથા કવયિત્રીઓઆને લેખકો સાથે મુલાકાત થઈ.જેમાં દિનેશભાઈ શાહ મુકેશભાઈ જોશી, હિમાંશુ ભટ્ટ,નટવર ગાંધી, સ્નેહલતા પંડ્યા,પન્નાબેન નાયક, મોના નાયક ,દેવિકાબે ધૃવ,સર્યુબેન પરીખ,રેખા શુકલા,હરનિશ જાની અને શીતલ જોશી..આ બધાં શબ્દોના મિત્રો અને હ્રદયનાં સાથી…. શ્રી કર્ણિક શાહ અને રીંકી શેઠના અવાજમાં મીઠાં ગીતો પણ સાંભળ્યા..
પ્રોગ્રામ વિષે વધારે નહી લખું પણ દિનેશભાઈનો આભાર માનીશ..બધાં કવિઓ તથા કવયિત્રીઓને એક મોટું સ્ટેજ આપવાં માટે…ચાર વિષય પર કવિતાઓ બોલવાની હતી. પ્રેમ, માનવતા, હઝલ અને તમને ગમતો વિષય…મારું આ ગીત હાસ્ય અને મજબૂરી પણ દર્શાવે છે..જે હું મુકેશભાઈ અને દિનેશનભાઈની હાજરીમાં પઠન કરી શકી..જે મારાં માટે ગર્વની વાત છે…

 

નથી છૂટતું નથી છૂટતું આ અમેરિકા નથી છૂટતું
છે ગુંદર સમું રહે ચીપકીને અમેરિકા નથી છૂટતું

આ તો એવું થયું ભાઈ આ તો એવું થયું
આતો સાપે છછુંદર ગળ્યાં જેવું થયું
ના કહેવાય ના સેહવાય ના રહેવાય
આ તો ધોબીઘાટ ના કૂતરા જેવું થયું

અઢળક ધન કમાય અઢળક વાપરે તોયે થોડું ખૂટતું
નથી છૂટતું નથી છૂટતું આ અમેરિકા નથી છૂટતું

અહીં મળે છે સોશિયલ સિક્યોરિટી
ભાઈ ક્યા છે  દેશમાં  આવી ફેસેલીટી
થઈ હાલત જીના યહાં મરના યહાં જેવી
રહી પડ્યા ગુજરાતી અહીંયાં મૅજોરિટી

છૂટી ગયું છૂટી ગયું વતન, ભલે કહેતા નથી છૂટતું
નથી છૂટતું નથી છૂટતું આ અમેરિકા નથી છૂટતું

ભણે છે ખૂબ ગુજરાતી ક્લાસ માં નંબર વન
મહેનત ખૂબ કરે એ કામમાં નંબર વન
ભલે લોકો ગુજ્જું કેહતા ગુજરાતીઓ ને
અમેરિકાની રીચેસ્ટ માઈનોરિટી નંબર વન

જુઓ અમે કર્યુ ગુજરાતી ગીત અમેરિકામાં ગૂંજતું
નથી છૂટતું નથી છૂટતું આ અમેરિકા નથી છૂટતું

અહીં ‘સપના’ ઘણાં લઈને અમે આવ્યાં
સગાંવહાલાં બધાં છોડીને અમે આવ્યાં
વતનને ખૂબ દૂર છોડીને અમે આવ્યાં
હા બંધન પ્રેમના તોડીને અમે આવ્યા

અહીં સાંજ પડતાં આ હ્રદયમાં ઊંડે ઊંડે કૈંક ખૂચતું
નથી છૂટતું નથી છૂટતું આ અમેરિકા નથી છૂટતું

સપના વિજાપુરા

-૮-૨૦૧૨

22 thoughts on “નથી છૂટતું

 1. urvashi parekh

  ખુબ જ સરસ.
  તમે આ વાત સારી રીતે શબ્દો વડે કવીતા માં કહી શક્યા તેનો મને ખુબ
  આનંદ છે.
  અભીનંદન.

 2. MANHAR M.MODY ('મન' પાલનપુરી)

  ખરી વાત છે. મારો દીકરો પણ એવું જ કહે છે કે ‘અમેરિકા નથી છૂટતું’. દિલ અને દિમાગ વચ્ચેની કશ્મકશ ચાલ્યા કરે છે. તમે દિલની વાત ને ગીતના માધ્યમથી સરસ રીતે વાચા આપી શક્યા છો.

 3. pragnaju

  ખૂબ સુંદર

  અહીં સાંજ પડતાં આ હ્રદયમાં ઉંડે ઉંડે કૈંક ખૂચતું
  નથી છૂટતું નથી છૂટતું આ અમેરીકા નથી છૂટતું

  વાહ
  આ તો જાણે અમારી વાત……….

 4. DR. CHANDRAVADAN MISTRY

  સપનાબેન,
  જે દેશમા રહેવું એવા થવું એટલે જ એને છોડવાનું મન ના થાય.
  જ્યારે પણ માનવી નવા દેશનો “પુર્ણ” સ્વીકાર કરે ત્યારે જે એ એને “માતૃભૂમી સ્વરૂપે નિહાળી શકે….હા, જે ભૂમી પર જન્મ થયો હોય તેને કદી ના ભુલી શકાય.
  તમે કાવ્ય દ્વારા સુંદર રીતે કહ્યું છે !
  ….ચંદ્વ્વદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

 5. Harnish Jani

  સપનાજી, આપનું ગીત ગમ્યું આ જ વાત મેં જુદી રીતે કહી છે,

  ફોર્થ ઓફ જુલાઈ

  વતનની ધૂળ ખંખેરો હવે તો અમેરિકામાં.
  વતનના વન ઉગ્યા હવે તો અમેરિકામાં.

  તમારા બાળકોનું વતન છે આ તો .
  ક્યાં સુધી પરદેશી રહેશો,અમેરિકામાં.

  લોકશાહીના આ મંદિરનો ઉપકાર માનો.
  બાંધો છો રોજ નવા મંદિરો અમેરિકામાં.

  અન્ન આ ધરતીનું શ્વાસ આ આકાશનો .
  સુજલામ્ સુફલામ્ બનાવો,અમેરિકામાં.

  જન્મદાત્રી ભાગ્યમાં મળી તમને આનંદો.
  જીવનદાત્રી તમારી પસંદની, અમેરિકામાં.

  આઝાદ દિને મૂળ ભારતીયો કરતાં
  ભારતીય મૂળના, ઉછળે વધુ અમેરિકામાં.

  વરસાદના છાંટા પડે જો અમદાવાદમાં.
  કયાં સુધી છતરીઓ ખોલશો ,અમેરિકામાં

  આજે જાશું, કાલે જાશું , રટ હવે તો છોડો
  કબર ખોદાઇ ગઇ છે તમારી, અમેરિકામાં.

  હરનિશ જાની-યુ.એસ.એ.
  (રદિફ–કાફિયાની ચિંતા કર્યા સિવાય સદેશ વાંચો–તે સ્પષ્ટ છે.)

 6. sapana Post author

  હરનિશભાઈ આપની વાત સાથે સો ટકા સહમત છું..પણ સાલુ આ તો એવું થયું છેને જાન કહી પે અને તન કહિ પે પણ સાચી વાત છે તમારી તથા ચંદ્રવદનભાઈની…પણ વતન તો યાદ આવી જાય છે અને અહિં નો એશ આરામ પણ નથી છોડવો..શું થાય હવે????જ્યં રહીયે એને માતૃભૂમિ માની લઈયે પણ ચિત્ત વતનમાં છે આભાર પધારવા માટે…

 7. અશોક જાની 'આનંદ'

  ડાયસ્પોરાની મનોવ્યથાનું સરસ નીરૂપણ…!!!

 8. sapana Post author

  TAMAARI RACHNAA, NATHI CHOOT-TOON*. AMEICA NATHI CHHUTTOON…. BAHU SAARI AANANDIR, PRASSAN-SHAALI, BHAVNAA POORWAK UTTAM CHHE… AMRICA KAIM CHHOOTI JASHE… HAWE TAU DOLLAR BAHU STRONG CHHE…. 55 TIMES
  Rehman Saaz

 9. Janak M Desai

  વિદેશ ગયો પણ દેશ રહ્યો, આ દિલડે વ્હાલ નથી છૂટતું,
  પણ, દેશ કયો પરદેશ કયો , રૂદિયે તે હાલ નથી સુઝતું

  જે ઘર મટી મકાન થયું હવે મકાન મટી મારું ઘર થયું,
  મુજ બાળકે જ્યાં જન્મ લીધો, તે પરિસર હાલ નથી ખૂંચતું.

  જન્મ થયો જે દેશ મહી, તે ધરતીની માટી બહુ વ્હાલી છે
  માં નો દેહ છૂટ્યો તે ધરતી, પરદેશ કહેવું નથી સુઝતું. …જનક મ દેસાઈ

 10. મહેશ ત્રિવેદી

  આ વાંચી આદિલ સાહેબ ની ‘નદી ની રેતે મા રમતુ નગર’ યાદ આવી ગઈ અને એમાયે જ્યારે કવિ કહે ‘રડીલો આજ અહિ સંબંધો ને વિટળાઈ ને…પછી કોઈ ની કબર મળે ના મળે’
  પણ જ્યા આપ છો ત્યા પ્ણ વતન છેજ બસ જરુર છે માત્રુભાષા અને સંસ્કારી રેત રીવાજો ની ….અહિ ના સાંસ્ક્રુતિક કલાકારો સમયે સમયે ત્યા આવે ઢંઢોળતા નથી તમને બધા ને
  સલામ આપ બધા ને

 11. Iqbal Dantreliya

  દેશ બનાવ્યો પરદેશમા હવૅ કયાથિ છૂટે,
  ઘર થયુ ગુંદર હવે ગમ કયાથિ વછૂટે.

 12. dilip

  છૂટી ગયું છૂટી ગયું વતન, ભલે કેહતા નથી છૂટતું
  નથી છૂટતું નથી છૂટતું આ અમેરિકા નથી છૂટતું
  ખૂબ જ યથાર્થ વાત કરી છે એ પછી અમેરિકા કે યુ. કે..નથી છૂટ્તું…
  સુંદર ગીત બધુ ગીત રજુ કરશો..

 13. Pingback: ના છૂટે ! (ચતુર્શબ્દ મુક્તક) « Girishparikh's Blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.