4 Sep 2012

કલેજાનો ટૂકડો

Posted by sapana

 

કલેજાના ટૂકડા ઊડવા ઊંચે ગગન આપું
અને ખુશ્બુ પ્રસરે દૂર પાંખોમાં પવન આપું

રહેશે આ દ્વાર ખૂલાં સદા તારી પ્રતીક્ષામાં
તું મન ચાહે બેધડક આવજે દિલથી વચન આપું

સિતારા ને ચાંદ તારી હથેળીમાં સદા ઝૂમે
સુગંધીથી મહેકતા હો તને એવાં ચમન આપું

સદા હસતો તું રહે હાથ ઊઠાવી દુઆ માંગુ
જગત ભૂંસી ના શકે સ્મિત એ તારે વદન આપું

ચડે જીવનમાં પ્રગતિના નવાં સોપાન ઉતરોતર
થશે પૂરાં સર્વ સૂનેહરા સપના નયન આપું

ખજાના કોઇ નથી સપનાની પાસે દીકરા મારાં
કદી ના કરમાય એવાં હું શબ્દોનાં કવન આપું

સપના વિજાપુરા
૯-૦૩-૨૦૧૨

 

Subscribe to Comments

23 Responses to “કલેજાનો ટૂકડો”

  1. શબ્બીરને ઉજ્વળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

     

    Heena Parekh

  2. ઊર્મિની સરસ અભિવ્યક્તિ….

     

    વિવેક ટેલર

  3. થોડા સમય સુધી જે ખાલીપો રહેશે એ સહન કરવા પ્રભુ તમને શક્તિ આપે

    ખજાના કોઇ નથી સપનાની પાસે દીકરા મારાં
    કદી ના કરમાય એવાં હું શબ્દોનાં કવન આપું

    બહુ જ ભાવ સભર્!

     

    vijay shah

  4. સપનાબેન ,
    તમારાથી ખાસ્સો ઊંચો છે ; અને જરૂર બહુ ઊંચાઈએ પહોંચશે જ- જોનાથન લિવિન્ગ્સ્ટન સીગલની જેમ .
    ————–
    તમારો અવાજ અઢાર મહિના પછી સાંભળવા મળ્યો , એ બીજો આનંદ.

     

    સુરેશ જાની

  5. માં-દિકરા બંનેમાં સ્વપ્ન સાકાર થાય તેવી મનોકામના. હૃદય- સ્પર્શી અભિવ્યક્તિ બદલ ‘વાહ’ પણ સામેલ છે.

     

    Bharat Trivedi

  6. Kya bat hai…kya bat hai…

     

    Devika Dhruva

  7. માતા ના શબ્દો ..
    વહાલસોયા શબ્દો…..
    લાગણી નીતરતા શબ્દો…..

    ખૂબ સુંદર…

    Sushrut K. Pandya

     

    sapana

  8. ખુબ જ સરસ ભાવાભીવ્યક્તી.
    માતા અને દીકરા નાં સમ્બ્ન્ધો અલગ જ હોય છે.
    સરસ.

     

    urvashi parekh

  9. ચડે જીવનમાં પ્રગતિના નવાં સોપાન ઉતરોતર
    થશે પૂરાં સર્વ સૂનેહરા સપના નયન આપું
    ખજાના કોઇ નથી સપનાની પાસે દીકરા મારાં
    કદી ના કરમાય એવાં હું શબ્દોનાં કવન આપું
    હ્રુદય ભરાઈ આવે એવી ભાવપૂર્ણ ..માતૃત્વની લાડકવાયાને અભિલાષા અર્પતિ સરળ રહજ સંવેધ્ય રચના…એકમેક માટે જે ભાવનાનું જોડાણ છે તે દુનિયાના સર્વોચ્ચ છે..અને માતાની સાચી પ્રાર્થના દિકરાને શું ન આપી શકે..? આપનો શબ્બીર ભણીગણીને ખુબ જ પ્રગતિ પામે એજ શુભેચ્છા..

     

    dilip

  10. એકે એક શેર લાજવાબ છે,લાગણીથી લથબથ છે. હ્રદયના છેક તળિયેથી સરેલો છે.તેમાં યે…..
    આ શેર ઃ
    સદા હસતો તું રહે હાથ ઊઠાવી દુઆ માંગુ
    જગત ભૂંસી ના શકે સ્મિત એ તારે વદન આપું.

    અને મક્તા તો આંખ જરૂર ભીંજવી જાય છે.

    ખજાના કોઇ નથી સપનાની પાસે દીકરા મારાં
    કદી ના કરમાય એવાં હું શબ્દોનાં કવન આપું.
    સપના, It really touched.

     

    Devika

  11. આવી મધુર મધુર અભિવ્યક્તી પઠનમા સુંદર લાગે છે…તરન્નુમમા માંશાલા!
    મનમા એક ગુંજન શરુ થયું
    It must have been cold there in my shadow,
    To never have sunlight on your face.
    You were content to let me shine, that’s your way.
    You always walked a step behind.

    So I was the one with all the glory,
    While you were the one with all the strength.
    A beautiful face without a name for so long.
    A beautiful smile to hide the pain.

    [Chorus]
    Did you ever know that you’re my hero,
    And everything I would like to be?
    I can fly higher than an eagle,
    For you are the wind beneath my wings.

    It might have appeared to go unnoticed,
    But I’ve got it all here in my heart.
    I want you to know I know the truth, of course I know it.
    I would be nothing without you.

    [Chorus]

    Did I ever tell you you’re my hero?
    You’re everything, everything I wish I could be.
    Oh, and I, I could fly higher than an eagle,
    For you are the wind beneath my wings,
    Cause you are the wind beneath my wings.

    Oh, the wind beneath my wings.
    You, you, you, you are the wind beneath my wings.
    Fly, fly, fly away. You let me fly so high.
    Oh, you, you, you, the wind beneath my wings.
    Oh, you, you, you, the wind beneath my wings.

    Fly, fly, fly high against the sky,
    So high I almost touch the sky.
    Thank you, thank you,
    Thank God for you, the wind beneath my wings.

     

    pragnaju

  12. તમારી કવિતા વાંચી , ઘણી ગમી . તમે માની લાગણીઓને ખુબજ સરસ શબ્દોમાં રજુ કરી છે.
    તમે એક પણ વાત બાકી નથી રાખી . તમારી નીચેની લાઈનો ખુબ જ ગમી.

    “ખજાના કોઇ નથી સપનાની પાસે દીકરા મારાં
    કદી ના કરમાય એવાં હું શબ્દોનાં કવન આપું”

    આ શબ્દો ના ભૂલાય તેવા છે. તમારા રદયની બધી જ લાગણીઓ
    ખુબ નાજુક રીતે તમે રજુ કરી છે. તમારા દીકરા સાથે નો ફોટો પણ તમારી લાગણીઓ બતાવે છે.
    દિનેશ શાહ

     

    sapana

  13. આપની કવિતાએ તો મારા પત્નીન્િ આંખો ભીની કરી દીધી. ગઈકાલે અમારા દીકરા સંદીપને બોસ્ટન જવા વિદાય આપી પરંતુ એ પહેલીવાર ઘર નથી છોડતો.એ ત્યાં યુનિ.ઓફ મેસેચ્યુસેટમાં પી.એચ.ડી કરવાનો છે.
    આપના શબ્બીરકુમારને લાખ લાખ વધાઈ.

    સદા હસતો તું રહે હાથ ઊઠાવી દુઆ માંગુ
    જગત ભૂંસી ના શકે સ્મિત એ તારે વદન આપું

    લાઈનો ગમી.

     

    Harnish Jani

  14. માતૃ હૃદયની કેટલી સુંદર અભિવ્યક્તિ આશિષ. સદા યશકીર્તિ ઝળહળે
    એવી શુભેચ્છા.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  15. ખજાના કોઇ નથી સપનાની પાસે દીકરા મારાં
    કદી ના કરમાય એવાં હું શબ્દોનાં કવન આપું

    સપના વિજાપુરા
    ૯-૦૩-૨૦૧૨
    સપનાબેન,
    તમારો શબ્બીર સફળતાના શિખરે પહોંચે એવી પ્રાર્થનાઓ.
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you on Chandrapukar. Inviting All to my Blog !

     

    DR.CHANDRAVADAN MISTRY

  16. વાહ! બહુ સરસ. સૌથી વધુ લાગણીસભર કાવ્યો દીકરા માટે લખાય છે એ આ માનો પાકો અનુભવ છે. નીતરતી સાંજમાં “સંતાનને” “Let Go”
    તમારૂ પુસ્તક “ખૂલી..” વાંચુ છુ અને મ્હાણુ છુ. વધુ પછી.
    સસ્નેહ સરયૂ.

     

    SARYU PARIKH

  17. beautifully expressed…god bless Shabbir…

     

    Rina

  18. beautifully expressed

    તમે માની લાગણીઓને ખુબજ સરસ શબ્દોમાં રજુઆત કરી છે. શરૂઆત લાજવા પંકિતઓ એ દિલને સ્પર્શી ગઈ. અંતમાં પણ સરસ પંકિતઓ…શબ્બીર સફળતા માટેની શુભેચ્છા.

    કલેજાના ટૂકડા ઊડવા ઊંચે ગગન આપું
    અને ખુશ્બુ પ્રસરે દૂર પાંખોમાં પવન આપું

    -પ્રવિણ કે.શ્રીમાળી
    તંત્રી- યુવારોજગાર

     
  19. કલેજા ના ટૂકડાને કયારેક તેના સારા ભવિશ્ય માટે આપણા હ્દય થી થોડો દુર કરવો પડે છે. આ દુરી પરિપક્વતા માટે જરુરિ છે. દરેક મા નો પ્રેમ અજોડ અને પ્રેરણા આપનારો હોય છે. આપનો આ પ્રેમ શબ્બિરઅલી ના જીવન માટે અજ્વાળુ આપતો રહેશે Insha Allah….

     

    Iqbal Dantreliya

  20. ખજાના કોઇ નથી સપનાની પાસે દીકરા મારાં
    કદી ના કરમાય એવાં હું શબ્દોનાં કવન આપું

    સપનાબેન,
    તમારો શબ્બીર સફળતાના શિખરે પહોંચે એવી પ્રાર્થનાઓ. અને માંનદી તેમજ તેમના કલેજા ની શુભ મનોકામનાઓ તેમના ઇષ્ટ સદા પૂરી થાય તે શુભેચ્છાઓ…

    ખૂબજ સુંદર અભિવ્યક્તિ !

     
  21. Such a nice poem showing the deepest motherly love
    Khurshid Mawji

     

    sapana

  22. સુંદર, માના મનની સંવેદનાની અભિવ્યક્તિ…..સફળતા માટે તમારા દીકરાને શુભેચ્છા……

     

    અશોક જાની 'આનંદ'

  23. Very good expression of an autumn poem

     

    Shenny Mawji

Leave a Reply

Message: