28 Sep 2012

કાજલ ઓઝા વૈધ

Posted by sapana

મિત્રો,
શિકાગો આર્ટ સર્કલ નિમીત્ત કાર્યક્રમ “સર્જક સાથે એક સાંજ” મા મંગળવાર તારીખ ૨૫ સપ્ટેમબર ૨૦૧૨ ના દિવસે ‘કાજલ ઓઝા વૈધ’ સાથે એક ટૂંકી મુલાકાત થઈ. વાતાવરણ સરસ હતું… આર્ટ ઓફ લિવિંગ સેન્ટરનો હોલ સાહિત્ય પ્રેમીઓથી ભરાઈ ગયો હતો. કાજલબેન ગુલાબી કપડામાં શોભતા હતા. ડો.અશરફભાઈ ડબાવાલાએ ઓળખાણથી કાર્યક્રમની શરૂઆત કરી. જોકે કાજલબેનની ઓળખાણ થોડાં શબ્દોમાં આપી શકાય એમ નથી. ૨૦૦૫ પછી કલમ ઉઠાવી અને બાવન પુસ્તકો પ્રકાશિત થયાં. એવાં જાજરમાન વ્યક્તિત્વને શબ્દોમાં વર્ણવવા જરા મુશ્કેલ છે..
કાજલબેન અગ્રગણ્ય સાહિત્યકાર નાટ્યકાર અને નવલકથાકાર છે.અશરફભાઈ એમને પ્રમાણીક લેખીકા તરીકે બિરદાવ્યા. અને પોતાની જિંદગી લોકો સામે ખૂલી કિતાબની જેમ રાખી દીધી ત્યારે મારી નવાઈનો પાર ના રહ્યો. મારી એક ગઝલનો એક શેર્ યાદ આવી ગયો..

ના કદી ઢળશે ગઝલ શબ્દો થકી,
આંગળીઓ પર પહેરા હોય છે.

આ મિસરાને એમણે એકદમ ખોટો પૂરવાર કરી આપ્યો. એમનું વકતવ્ય સવા કલાક સુધી ચાલ્યું લોકો મુગ્ધતાથી સાંભળી રહ્યા હતા. એ ફક્ત સ્ત્રી તરફી જ નહી પણ પુરુષને પણ એટલું જ માન આપે છે. પણ એમ કહો તો ચાલે કે સત્યનો સાથ આપે છે. સ્ત્રી અને પુરુષના સંબંધ જાળવી રાખવાં માટે સરસ મજાની ટીપ્સ આપે છે. માનવ લાગણીઓને શબ્દનું સ્વરુપ આપવું એ એમની પાસે શીખવા જેવું છે. દરેક માનવ એક કથા છે. એ તો આપણે બધાં જાણીયે છીયે પણ એ માનવ પાછળની કથા શબ્દોમાં લાવવી એ કાજળબેનનું કામ છે..

સ્ત્રી વિષે અને સ્ત્રીની જિંદગી વિષે એમનું અવલોકન ઘણું રસપ્રદ છે. સ્ત્રીને જન્મથી જ દબાવામા આવી છે. આમ થાય આમ ના થાય કરીને ટ્રેનિંગ આપવામાં આવે છે. એનો સખત વિરોધ કરે છે. એમને સ્ત્રીને પુરુષની વિરોધી નહી પણ સમોવડી બનાવવી છે. એમનાં શબ્દોમાં તાકત છે, સત્ય બોલવાની.જે સાધારણ સ્ત્રી મનમાં દબાવીને બેસી રહે છે.

શ્રી મુરારી બાપુનાં અસ્મિતા પર્વમાં બાપુએ એમને પ્રમાણિક લેખીકા તરીકે બિરદાવ્યા. કાજલબેનને આ સર્ટીફીકેટ ગમ્યું…એમના ઘણાં પુસ્તકો છે . બાવન પુસ્તકોના નામ હું લખી શક્તી નથી . એ બધાં પુસ્તકો એમણે લખ્યાં છે. એમાં કૃષ્ણાયન, દ્રોપદી, મધ્યબિન્દુ,એક સાંજને સરનામે,મૌન રાગ,યોગ-વિયોગ…વિગેરે.એમનો ટેલીવીઝન પર રાતે નવ વાગે એક શો પણ આવે છે આ સિવાય એ ઘણી સંસ્થાઓ માટે કામ પણ કરે છે. સ્ત્રીઓ અને અનાથ બાળકો માટે તથા લગ્નસંબંધમાં પ્રોબલેમ હોય તો દંપતિને મદદ પણ કરે છે. ઈશ્વર એમને વધારે શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરું છું.

એમનું વકતવ્ય પૂરું કરતાં એમણે એક સરસ વાત કહી જે ટાંક્યા વગર રહી શક્તી નથી. એક શાળામાં એક શિક્ષકે વિધ્યાર્થીઓને પૂછ્યું કે દુનિયાની સાત અજાયબી કઈ? તો એક છોકરો ઊભો થઈને કહેવા લાગ્યો તાજ મહાલ, ચિનની દિવાલ વગેરે..પણ એક છોકરી ઊભી થઈને બોલી” આપણે અડી શકીયે એ પહેલી અજાયબી. આપણે રડી શકીયે એ બીજી અજાયબી. આપણે હસી શકીયે એ ત્રીજી અજાયબી . આપણે કહ્યા વગર એકબીજાને સમજી શકીયે એ ચોથી.”આ વાત મારાં હ્રદયને ખૂણે જઈને સ્પર્શી ગઈ..આ કેટલી સાચી વાત છે પણ આ વાતનું અવલોકન કરવું એ મોટી વાત છે.બીજી એક વાત એમની મને પ્રેરણા આપી ગઈ એ કે એમણે કહ્યુ કે મેં મોટી ઉમરે લખવાનું શરૂ કર્યુ તેથી બીજા પાસે વીશ વરસ હોય લખવાં માટે તો મારી પાસે દસ જ છે એટલે મારે વધારે ગતિથી આગળ નીકળવું પડશે…અને જે એમણે કરી બતાવ્યુ છે. મેં પણ મોટી ઉમરે કલમ પકડી છે એટલે આ વાક્ય મારાં માટે ઘણું પ્રેરણાદાયક બન્યું છે.

હું પણ કાજલબેનને એક પ્રમાણિક લેખીકા તરીકે બિરદાવુ છું. જે પોતાની લાગણી છૂપાવીને લખવાં પ્રયત્ન કરે છે એ કદી સત્ય લખી શકતા નથી. અને કાજલબેન જેવાં સાહિત્યકારો સદીઓમાં એકાદ જોવા મળશે. મારી જાતને ઘણી ભાગ્યવાન સમજું છું કે મારી એમન સાથે મુલાકાત થઈ અને ભવિષ્યમાં ફરી મુલાકાત થશે એવી આશા સાથે અહી વિરમું છું.

આ લેખનાં બધાં હક લેખીકાના છે. કોઈયે કોપી પેસ્ટ કરવું નહીં.

સપના વિજાપુરા
૯-૨૫-૨૦૧૨

Subscribe to Comments

12 Responses to “કાજલ ઓઝા વૈધ”

 1. dEAREST Sapanji maufi ke English ma lakhu chu..
  Yes Kajalbahen really DOWN TO EARTH SANNARI chhe….ane aamone paan khubaj Maan che….Ek Tejal Amin ..chair-person Navrachana School Baroda paan AAVA J BAHEN…
  Chelli vaat je aape SAAT AZAYABI O NI kidhi….i did have posted….on my WALL few days ago…
  I am trying to meet KAJALBAHEN if possible personally as HER BIRTH DAY is on Saturday 29th sept and mine PER HINDU….Anant Chaudash…..!!!!
  God is Gr8…gbu jsk Sanatbhai..

   

  SANATKUMAR DAVE

 2. સપનાબહેન, શિકાગો આર્ટ સર્કલ અને અશરફ ડબાવાલા સાહેબ આપ સૌનો ખુબ ખુબ આભાર, કાજલબહેન સાથે ‘સર્જક સાથે એક સાંજ’ નો કાર્યક્રમ યોજવા માટે અને એનો અહેવાલ આપવા માટે. શિકાગો આર્ટ સર્કલ અવાર નવાર આવા સુંદર કાર્યક્રમો યોજે છે જેનો અહેવાલ વાંચીને અમારે સંતોષ માની લેવો પડે છે. મને એમ પણ થાય છે કે કાશ, હું ન્યુ જર્સી ને બદલે શિકાગોમાં હોત તો જરૂર આ કાર્યક્રમમાં હાજરી આપત. કાજલબહેનની કલમથી તો હવે ગુજરાતી સાહિત્યપ્રેમીઓ સારી પેઠે પરિચીત છે અને એમની વાર્તાઓ અને નવલકથાઓ ખુબ જ વખણાઈ છે. આવા સર્જક સાથે આપ સૌની મુલાકાત થઈ એ માટે આપ સૌને અભિનંદન.

  ખેર, અહીં ન્યુ જર્સીમાં પણ ‘ગુજરાત દર્પણ’ના કાર્યાલયમાં હમણાં ડો.શરદ ઠાકર અને શ્રી ધીરુભાઈ પરીખ સાથે મુલાકાત થઈ હતી અને મને પણ મહેમાન તરીકે આ કાર્યક્રમમાં હાજરી આપવાનો મોકો મળ્યો હતો અને મારી ગઝલો રજુ કરવાનો લાભ આપ્યો હતો. એટલું જ નહિ,શ્રી કૌશીકભાઈ અમીને મને ‘રેડીયો દિલ’ ઉપર એમના ગુજરાતી કાર્યક્રમ ‘છેલ છબિલો ગુજરાતી’ માં પણ મારો વાર્તાલાપ ગોઠવી અને મારી ગઝલો રજુ કરવાની તક આપી હતી તે જણાવતાં મને ખુબ આનંદ થાય છે.

  શિકાગો આર્ટ સર્કલના ભાવિ કાર્યક્રમોના અહેવાલ આ રીતે જ આપતા રહેજો.

  મનહર એમ.મોદી (‘મન’ પાલનપુરી)

   
 3. કાજલ ઓઝા વૈદ્યને સાંભળવાનો તથા રૂબરૂ મુલાકાતનો આપને મોકો મળ્યો…એ મોટો લ્હાવો છે.

   

  Heena Parekh

 4. સંક્ષિપ્તમાં સુંદર અહેવાલ, કાજલબેનને વડોદરા ખાતે એક-બે વાર સાંભળવાનો અને મળવાનો મોકો મળ્યો છે; એમનું વ્યક્તિત્વ ચુંબકિય અને છતાં સરળ છે.

   

  અશોક જાની 'આનંદ'

 5. સરસ અહેવાલ.
  મે હમણાજ એમની ક્રુષ્ણાયન વાંચી.
  ખુબ સરસ લખે છે. આપ સહૂ તેમને મળી શક્યા,તેમની સાથે રહી શક્યા તે ઘણી સારી વાત છે.

   

  urvashi parekh

 6. ખુબ સરસ અહેવાલ. આશા રાખુ કે, હ્યુસ્ટન ગ્રુપને પણ આવો લ્હાવો મળે.

   

  Devika

 7. શ્રી મુરારી બાપુનાં અસ્મિતા પર્વમાં બાપુએ એમને પ્રમાણિક લેખીકા તરીકે બિરદાવ્યા. કાજલબેનને આ સર્ટીફીકેટ ગમ્યું…એમના ઘણાં પુસ્તકો છે . બાવન પુસ્તકોના નામ હું લખી શક્તી નથી ………
  સપનાબેન્,
  કાજલબેન વિષે જાણી આનંદ !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hoping to see you on Chandrapukar !

   

  DR. CHANDRAVADAN MISTRY

 8. કાજલ ઓઝા-વૈદ્ય વિશે જાણવા અને આપે વાંચેલેી કવિતા વાંચવા સાઈટ ખોલેી અને મઝા પડેી ગઈ. આપ ખુબ સુંદર લખો છો. મને લાગે છે કે હું જ્યારે જ્યારે સર્ફેીંગ કરેીશ ત્યારે આપનેી સાઈટ પર આંટો માર્યા વગર નહેીં રહું.

  નવેીન બેન્કર
  હ્યુસ્ટન

   

  Navin Banker

 9. સુંદર અહેવાલ અને કાજલ ઓઝા જેવા લેખિકાને મળવાનું થયુ એ સૌભાગ્યની વાત છે.
  આવા પ્રસંગોથી પ્રેરણા અને આપની લેખિનીને વેગ મળતો રહે એજ શુભેચ્છા….

   

  dilip

 10. ખુબ જ સરસ અહેવાલ કાજલબેનને ઘણી શુભેછા

   

  deepa thakker

 11. ખુબ સરસ્ મારા પ્રિય લેખિકા આપને ધણી શુભે

   

  amita mehta

 12. ખુબ જ સરસ અહેવાલ કાજલબેનને ઘણી શુભેછા

   

  parth kapdi

Leave a Reply

Message: