11 Nov 2009

સપના

Posted by sapana

ચાલ આ લત છોડ સપના,
પ્રેમ રસ્તા મોડ સપના.

થાય જો વિશ્વાસ એનો,
આંખ મીંચી દોડ સપના.

પ્રેમ શા માટે કહી ને,
માથું ના તુ ફોડ સપના

તું ઉદાસીમાં જ જીવી,
નિયમો આ તોડ સપના.

તું બની જોગણ સજનની,
આ જગતને છોડ સપના.

જોઈ સપનાં ખૂલી આંખે,
પ્રિત સજનથી જોડ સપના

છંદ ગાલગાગા ગાલગાગા

સપના

Subscribe to Comments

10 Responses to “સપના”

  1. આમ પ્રયત્ન સારો કહીશ અને આમ વિષય સારો કહીશ ……!
    ૩જો શૅર (ભરતીનો શૅર ગણી)રદ કરીને કહું તો એકંદરે રચના ઠીક-ઠીક કહી શકાય
    માફ કરજો!
    કોઇની રચનાને મુલવવાની કે અબખોડવાની વૃત્તિ નહીં પણ વધુ સારૂ પરિણામ આવી શકે એવી ખાતરી અને અપેક્ષા હોઈ- અનુભવના આધારે માત્ર સૂચન છે.
    આખરે તો કવિ જ નક્કી કરી શકે શું કરવું કે, શું કરવું જોઇએ.
    ડૉ.મહેશ રાવલ

     

    ડૉ.મહેશ રાવલ

  2. ગઝલ ગમી. ગઝલનું બંધારણ અને છંદ જળવાયા છે. ગઝલિયત પણ છે. મહેશભાઈનું સૂચન ઉપયોગી/વ્યાજબી છે.

     

    Pancham Shukla

  3. પ્રેમ શા માટે કહી ને,
    માથું ના તુ ફોડ સપના
    અંતરમાથી સ્ફૂરેલી રચના..સાધ્યંત
    સુંદર રચના..ગઝલ ખુબ અભિનંદન.
    વિચાર અને ભાવ ખુબ જ સુંદર છે તખ્લ્લુસ જ રદીફ..વાહ

     

    Dilip

  4. સપનાબેન, સરસ એક ઔર રચના… શબ્દો સરળ અને સરસ છતાં પારફેકટ બંધારણમાં અભિવ્યક્તિ એ જ મોટિ ખાસિયત કહેવાય. આવી જ રીતે અમને તમારી સુંદર અને શ્રેષ્ઠ રચનાઓ આપતાં રહો એ જ અભિલાષા.

     
  5. Saras gazal ” Tu udasimaj jivi Niyamo a tod sapna”Kharekhar.

     

    Shenny Mawji

  6. good gazal..

     

    Lata Hirani

  7. ચાલ આ લત છોડ સપના,/તું ઉદાસીમાં જ જીવી,
    નિયમો આ તોડ સપના….આવી બોલચાલની ભાષા સરળતા લાવે છે અને એને કારણે ગઝલ કર્ણ પ્રિય બને છે, પણ એનાથી ગઝલ કવિતા થાય છે ખરી કે માત્ર કર્ણપ્રિય જ બની રહે છે…સર્જક માટે આ ભેદ સમજવો જરુરી છે. એજ..

     

    himanshu patel

  8. થાય જો વિશ્વાસ એનો,
    આંખ મીંચી દોડ સપના.

    ખુબ અર્થસભર અને સુંદર શેર. સ્પર્શી ગયો ..

     

    દક્ષેશ

  9. SAPANA ek sundar fgazal. congret

     

    manahar

  10. સરસ લખો છો.

     

    vimal agravat

Leave a Reply

Message: