28 Oct 2009

જડીબુટ્ટી

Posted by sapana



સખા,તારાં પ્રેમની છાલક,
વાગી હ્રદયને,
પહેલાં વરસાદનાં,
પહેલાં પાણી જેવી,
મેં આ છાલક
હ્રદયની બોટલમાં બંધ કરી છે,
કોઈ જડીબુટ્ટીની જેમ,
જ્યારે રોગચાળો
નફરતનો ફેલાશે,
અને શબ્દોનાં બાણ વીંધી નાખશે,
અસહ્ય પીડા થશે,ત્યારે
હું આ બોટલ ખોલીશ,
તારા પ્રેમની જડીબુટ્ટીની.
મને રાહત મળશે ને?
સપના

Subscribe to Comments

15 Responses to “જડીબુટ્ટી”

  1. સરસ રચના

     

    નટવર મહેતા

  2. બહુત ખુબ! વાહ…સરસ અસરકારક અભિવ્યક્તિ કરતો સરસ અને ચોટદાર અછાંદસ. ખુબ જ ઊંડી ભાવવાહી અને અર્થસભર !! wow w0nderfull…Keep up!..

     
  3. wah sapana….main Allah se yahi duva karoonga ke jab bhi jadibutti ki bottel khule gi Insha Allah Rahat Degi….and Please ho sake to mujhe bhi thodi dena ye jadibutti…..great work!!! Keep it up…God Bless You Dear!!

     

    Muntazir

  4. સરસ.

     

    Heena Parekh

  5. ખુબ સરસ જડીબુટ્ટી છે…મજા આવી વાંચવાની..

     

    sneha

  6. ખુબ સરસ જડીબુટ્ટી છે…મજા આવી વાંચવાની..

     

    sneha-akshitarak

  7. ખુબ અર્થ્ગર્ભિત પ્રેમની ક્ષમતા દર્શાવટી અછાંદસ ટુંકમા કેટલું કહી જાય છે..વાહ સપના આવી જડીબુટ્ટી કહેજે ક્યાં મળે છે

     

    dilip

  8. સરસ કલ્પના..

     

    Lata Hirani

  9. સુંદર ભાવ પ્રગટ કર્યા છે.

     

    દિનકર ભટ્ટ

  10. પ્રેમની તીવ્રતા અને પીડામાં પણ પ્રેમ એટલો જ લાગણી સભર અનુભવવાની
    તીવ્રતા શબ્દોમાં નીતરે છે.ગમ્યું…

     

    himanshu patel

  11. સરસ અછાંદસ!
    સુધીર પટેલ.

     

    sudhir patel

  12. લાગણી નીતરતું કાવ્ય.

     

    Pancham Shukla

  13. સરસ અભિવ્યક્તિ…
    રચના સ્પર્શી ગઈ…અભિનંદન

     

    સુનીલ શાહ

  14. સ્રરસ ક્લ્પ્ના !!

     

    bashira

  15. સપના,

    સુન્દર કાવ્ય. jadibutti નિ દુકાન ખોલવાનિ ચ્હે મારે તો.

     

    Yusuf Vahora

Leave a Reply

Message: