20 Oct 2009

મજબૂર તું પણ છે!

Posted by sapana

ના અંતર આ ઘટે , મજબૂર હું, મજબૂર તું પણ છે
ક્ષણો વરસો બને , મજબૂર હું, મજબૂર તું પણ છે

ગતિના ચક્રમાં ફર્યા કરીએ આપણે બંને ,
નહીં વર્તુળ ખૂટે ,મજબૂર હું, મજબૂર તું પણ છે

નગર સૂમસામ આખું છે ને સન્નાટો હૃદયમાં પણ
ન કોઈ સાંભળે , મજબૂર હું, મજબૂર તું પણ છે

નથી આપી નિશાની કઈ, નથી કોઈ છબી મુજ પાસ
છે સ્પંદન ટેરવે ,મજબૂર હું, મજબૂર તું પણ છે

મહેંકે શ્વાસ ને આ રાત પણ મહેંકી ઉઠી કેવી
સ્મરણ કઈ વિસ્તરે, મજબૂર હું , મજબૂર તું પણ છે

સમાજો ને રિવાજો પણ ચડાવે પ્રેમને શૂળી
અમર આ પ્રીત બને , મજબૂર હું, મજબૂર તું પણ છે

અલગ સપના છે તારાં ને હવે મારાં નયનમાં તો
ભલે ‘સપના’ રડે , મજબૂર હું , મજબૂર તું પણ છે

સપના વિજાપુરા

Subscribe to Comments

18 Responses to “મજબૂર તું પણ છે!”

  1. વાહ સપના વાહ તમારી ગઝલ કાબિલેદાદ છે
    મને રદીફ ખુબ ગમી. અને બધા શએર પણ ગમ્યા.

    મહેંકે શ્વાસ ને આ રાત પણ મહેંકી ઉઠી કેવી
    સ્મરણ કંઈ વિસ્તરે, મજબૂર હું, મજબૂર તું પણ છે.
    લખતા રહો..

     

    dilip

  2. તમારી ઉર્મિલતા મજાન છે.. સરસ

     

    Lata Hirani

  3. Khubaj saras mujboorie no chitr .Tamari a gazal mane khoob gami.

     

    Shenny Mawji

  4. એકે એક શેર દાદ માંગી લે તેવા છે. આખી ગઝલ ખૂબ ગમી.

     

    Heena Parekh

  5. મહેંકે શ્વાસ ને આ રાત પણ મહેંકી ઉઠી કેવી
    સ્મરણ કંઈ વિસ્તરે, મજબૂર હું, મજબૂર તું પણ છે.

    વાહ ! વિસ્તરતા સ્મરણો પણ મહેકતા જ હશે ને ! કેટલીક મજબૂરીઓ પણ માધૂર્ય પ્રદાન કરતી હોય છે…આહ્લાદક રચના !

    મેં પણ એક વાર આવું જ કંઈક દ્રષ્ય નિહાળ્યું હતું પણ જરા જુદી રીતે…

    હમણાં જ ઊગેલા સૂરજે મૂગ્ધા ઊષાને કાનમાં કંઇક કહ્યું. સુકુમાર ગુલાબની પાંદડી પર બાઝેલું ઝાકળબિંદુ મંદ મંદ મલકાતું પાંદડીથી પાંદડા પર સર્યું. કોયલ કુંજી ઊઠી ને ગુલાબ શરમાઇ ગયું…જુઓ, પેલી ક્ષિતિજે પણ વાદળોનું ઓઢણું ઓઢ્યું ! સાચેજ, પ્રણય પળને પ્રેમ કરે છે. અને પળ અવસરની રાહ ક્યાં જુએ છે ?
    પરમાત્માનો પ્રકાશ જ્યારે ક્ષિતિજ પર છવાય છે. દ્રષ્ટાની દ્રષ્ટિમાં ત્યારે સૌંદર્ય છલકાય છે. કહે છે, આંખોવાળા પાસે દ્રષ્ટિ નથી હોતી અને દ્રષ્ટિવાળા આંખોથી ક્યાં જુવે છે ?

     

    PARESH G JOSHI

  6. સુંદર રચના, ખુબસુરત મજબૂરીનો સિલસિલો યાદ આવી જાય…
    મજબુરે હાલાત ઈધર ભી હૈ ઉધર ભી હૈ
    તનહાઈકી અએક રાત ઈધર ભી હૈ ઉધર ભી હૈ
    મને પરેશ શાહની દ્ર્ષ્ટી ગમી ગઈ..અદભૂત વાત કહી કે,આંખોવાળા પાસે દ્રષ્ટિ નથી હોતી અને દ્રષ્ટિવાળા આંખોથી ક્યાં જુવે છે ?
    મને પણ એમ લાગ્યુ..
    ધર્મ ને સમ્સ્કૃતી માને બાપ છે
    પ્રેમ કરવો કેમ જગમાં પાપ છે
    આંધળો જેને કહો તે પ્રેમ તો
    સૃષ્ટીનું સંગીત છે, આલાપ છે !

     

    dilip

  7. અંતરમાં રમતી સંવેદનાને આપની કલમ હૃદય સ્પર્શી રીતે
    ગઝલમાં ઢાળે છે.સરળતા સાથે સૌને માણવી ગમે એવી
    આપની રચનાઓ બ્લોગ પર પુષ્પની જેમ શોભી રહી છે.
    અભિનંદન

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  8. સરસ રદીફ અને સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

     

    sudhir patel

  9. મજબૂર તું પણ છે!
    સુંદર અભિવ્યક્તિ સાથે લખાયેલ ગઝલ ગમી..

     

    vishwadeep

  10. નવા જ રદીફમાં સરસ અભિવ્યક્તિ

     

    સુનીલ શાહ

  11. ખુબ જ સરસ અને લાજવાબ ભાવવાહી થી ભરપૂર અભિવ્યક્તિ. અભિનંદન…તમારી દરેક પંકિતના શબ્દો પણ ઘણાં ચોટદાર!! અને રદીફ લાંબો છતાં નાવીન્ય બક્ષતો!..બસ આવી જ સરસ રચનાઓ આપતાં રહો તેવી અભ્યર્થના!!..

     
  12. ખુબ સરસ ગઝલ..

    એટલે અભિપ્રાય આપવા મજબુર હુ પણ છુ..

     

    રાજની ટાંક

  13. વાહહહ ખૂબ સરસ

     

    neetakotecha

  14. આફરીન ! બહું ભાવવાહી રચના ,ગઝલ વાંચ્યા પછીનો આનંદ અવર્ણનીય છે. આભાર અને અભિનંદન
    એમાંય આખી ગઝલનો શ્રેય બોલકા રદીફ
    ‘મજબૂર હું, મજબૂર તું પણ છે.’ ને જાય છે

     

    ઈશ્ક પાલનપુરી

  15. સશક્ત રદીફ. ગઝલ સરસ થઈ છે.

     

    Pancham Shukla

  16. સરસ છે…..

    “માનવ”

     

    "માનવ"

  17. ્લખવાનુ ચાલુ રાખજો
    અથાક મહેનત થી થાકેલા તન અને મન માટે આ વિસામો ગણાય

     

    મહેશ ત્રિવેદી

  18. સપનાજી
    સરસ ક્રુતિ
    લખવાનુ ચાલુ રાખજો થાકેલા મન નો આ બધો વિસામો છે શિતળ છાયડો છે

     

    મહેશ ત્રિવેદી

Leave a Reply

Message: