13 Oct 2009

રટણ કર્યુ

Posted by sapana

એવું તે શું વલણ કર્યું?
પ્રેમનું બસ રટણ કર્યુ.

રાત દાડો એ કામ કર્યું,
તારું બસ મેં સ્મરણ કર્યું.

જિંદગી તો વહાલી પણ,
મેં વહાલુ મરણ કર્યું.

જે હતી બંધ વાવમાં,
લાગણીનું ઝરણ કર્યું.

શોધતી હું ફરૂ તને,
આ નગર મેં ચરણ કર્યું.

જોઈ ના લે ગુના ખુદા,
વ્યોમનું આવરણ કર્યું.

રાહ સપના જુએ, સખા,
આવ તું આભરણ કર્યુ.

છંદ ગાલગાગા લગાલગા
સપના

Subscribe to Comments

10 Responses to “રટણ કર્યુ”

  1. જિંદગી તો વહાલી પણ,
    મેં વહાલુ મરણ કર્યું…. સુંદર…life is beautiful and love it..be possitive ..માનવ અવતાર એક જ વખત મળે..આપણે એની સારી વધામણેી કરીએ..

     

    vishwadeep

  2. સરસ રટણ કર્યુઁ…. આપે.
    આજ રીતે લખતા રહેશો એવી શુભેચ્છા.

     

    નટવર મહેતા

  3. જિંદગી તો વહાલી પણ,
    મેં વહાલુ મરણ કર્યું.

    જે હતી બંધ વાવમાં,
    લાગણીનું મેં ઝરણ કર્યું.

    શોધતી હું ફરૂ તને,
    આ નગર મેં ચરણ કર્યું.

    સુંદર શબ્દો સમન્વય સાથેના શેર ની સુંદર ગઝલ, અભિનંદન!
    કાફિયા, રદ્દીફ અને મત્લામાં નાવીન્ય ગમ્યું, ખુબ જ સુંદર!!…

     
  4. ઓકે ગઝલ…

     

    વિવેક ટેલર

  5. પ્રેમનું બસ રટણ કર્યુ.
    જિંદગી તો વહાલી પણ,
    મેં વહાલુ મરણ કર્યું.
    વાહ સપના..વાહ..ક્યા બાત હૈ…
    અલ્લાહ કરે ઓરે કલમ ઔર જિયાદા..
    જેને બંને વ્હાલા..તે તરી ગયા
    એકાદ ની પસંદગી તે મરી મરી ગયા
    લખતા રહો વહેંચતા રહો
    ગમ કમ હો હી જાયેંગે

     

    dilip

  6. આમ તો બીજા એક બે શેર પણ વધારે ગમ્યા છે. પણ..

    “જોઈ ના લે ગુના ખુદા,
    વ્યોમ આવરણ કર્યું”…..આ કલ્પના વધારે ગમી.

     

    Heena Parekh

  7. સરસ ગઝલ
    જોઈ ના લે ગુના ખુદા,
    વ્યોમ આવરણ કર્યું.

     

    himanshu patel

  8. સરસ પ્રયત્ન. લખતા રહો.

    છંદ ફરીથી જોઈ જજો.

    લાગણીનું મેં ઝરણ કર્યું. – એક ગુરુ વધારે.

    વ્યોમ’નું’ આવરણ કર્યું.

     

    Pancham Shukla

  9. મિત્રો…
    હ્ર્દય-જ્યોત જલાવી..એક સાચા-ભાવથી સૌને એક એનોખો પ્રેમ-પ્રકાશ આપીએ, એકમેક સાથ મળી સમગ-માનવજાતને ચાહીએ..ભેદભાવ ભૂલી એક વિશ્વકુટુંબ બનાવી સાથ રહીએ..સદેવ સત્ય,શાંતી, અને અહિંસાની પૂજા કરી માનવ-અવતારને પરિપૂર્ણ બનાવી,શુભ-કાર્યનો પ્રારંભ કરી નૂતનવર્ષને આવકારીએ..
    વિશ્વદીપ..www.vishwadeep.wordpress.com (ફૂલવાડી)

     

    vishwadeep

  10. સરસ ગઝલ!
    સૌને શુભ-દિપાવલી અને સાલ-મુબારક!
    સુધીર પટેલ.

     

    sudhir patel

Leave a Reply

Message: