12 Oct 2009

મારા માનીતાં પપ્પા

Posted by sapana



મિત્રો,

મારાં પપ્પાની પુણ્ય તિથિ પર પપ્પાને.
સપના

વાવડ નથી જ્યાં ત્યાં ગયા,
પપ્પા કહો બસ ક્યાં ગયા?

ફરિયાદ તો ના સાંભળી,
શું યાદથી ચાલ્યા ગયા?

હું લાડલી છું કે નહી?
અણમાનીતી કરતા ગયા 

લોહી બન્યું પાણી હવે,
સંબધ આ ભૂલતા ગયા.

દીધા બધાને હીરલા,
આંસું મને દેતા ગયા.

“સપના” હવે મળશે તહી,
સ્થાયી તમે જ્યાં થૈ ગયા .

 સપના

Subscribe to Comments

12 Responses to “મારા માનીતાં પપ્પા”

  1. આ ગઝલ અને પાનખર બન્ને વાંચી, અને ગમી પણ ખરી,with one typo ભૂલ સાથે

    અણમાનતી કરતા ગયાં– અણમાનીતી જોઈએ.?

     

    himanshu patel

  2. પપ્પાને યાદ કરતી દર્દ સભર ગઝલ!
    સુધીર પટેલ.

     

    sudhir patel

  3. પૂણ્ય તિથીએ એક હર્દયસભર ભાવભીની સાચી અંજલિ એક સરસ ગઝલ દ્વારા!!..

    ભૂતકાળની સ્મૃતિઓમાં યાદ કરો તમને પણ ઘણી એવી પ્રેમ અને વહાલ ની ઘણી ક્ષણો તમારા પિતાએ તમને આપી હશે. તમારી સાથે જોડાયેલ તેમનું નામ અને તમારામાં ફરતું લોહી તે જ તમારા પિતાની મોટી દેણ છે. લોહી ના સંબંદો કયારેય પાણી બનતાં નથી…

     
  4. દીધા બધાને હીરલા,
    આંસું મને દેતાં ગયાં.
    રહસ્યમય જીવનની વિસંગતિ હંમેશા સમજાય તેવી નથી હોતી
    પપ્પા વિષે સુંદર રચના..
    લખતા રહો..

     

    dilip

  5. વાવડ નથી જ્યાં ત્યાં ગયાં,
    પપ્પા કહો બસ ક્યાં ગયા?

    ભગવાને દીકરી ઘડીને જગતને ઘણો મોટો ઉપહાર આપ્યો છે.
    એમાંય દીકરીનું દિલ લાગણીઓથી લથપથ હોય…!!
    અભિનંદન.
    આમજ લખતા રહો,
    ગુજરાતી સાહિત્યને આપની ઘણી જરુર છે.

    માર્કંડ દવે.

     

    MARKAND DAVE

  6. mara dil ni vat te kari khabar nthi kya hase papa,

     

    bashira

  7. લોહી બન્યું પાણી હવે,
    સંબધ આ ભૂલતા ગયાં.
    એક દિકરીનો પાપા માટે આર્તપોકાર કેટલો તીવ્ર છે
    તેનો વિયોગ કેટલો પ્રબળ ને પ્રેમ કેટલો ગહન છે..
    સપના જો આ કવિતાનો પાઠ કરે ને રેકોર્ડ કરી મૂકે તો ?

     

    dilip

  8. Badhane hirla ansoo mane deta gaya khub kahiyoo che.Mane aa kavya behad gami.Tamari sensivity ni daad apu choo.

     

    Shenny Mawji

  9. Nice Ghazal….
    dikri – pita na sambandho ni
    tunki baher (nana Chand) ma
    rdyasparshi masmoti vat…

    excellent… keep it up

     

    vijay rohit

  10. Very heart touching…thanks for uploading such a nice article

     

    Subhash Upadhyay

  11. હું લાડલી છું કે નહી?
    અણમાનીતી કરતા ગયાં વાવડ નથી જ્યાં ત્યાં ગયાં,
    પપ્પા કહો બસ ક્યાં ગયા?

     

    jignasha gohil

  12. Pita na prem ma excellent ghazal
    darek sher ma dard and pita pratye no
    prem chhalke chhe…
    superb…

     

    vijay rohit

Leave a Reply

Message: