11 Oct 2009

પાનખર

Posted by sapana

વૃક્ષોથી નીર ઝરે,
પીળા કૈ પાન ખરે

કેવું કાળ ચક્ર ફરે,
ફૂલોનાં ચિત્ત ડરે.

ઠૂંઠાં થડ ધ્રૂજે ને,
પીળું બસ ઘાસ ઠરે.

પથરાશે સર્વત્ર બરફ ,
સાડી ધર શ્વેત ધરે.

કરણીનાં ફળ ભોગે,
કરશે જે તેમ ભરે.

મૃત્યુ તારું રૂપ લઈ
આવેતો કોણ ડરે?

વીતી આ રાત અરે,
અટવાતો ચંદ્ર ફરે.

માંડી આંખો બેઠી,
જીવનમાં રંગ ભરે.

“સપના” તું સેવ સદા,
સપનાંથી આંખ જરે.

છંદઃ ગાગાગા ગાલલગા

સપના

Subscribe to Comments

9 Responses to “પાનખર”

  1. સુંદર ટૂકી બહેરની ગઝલ
    પાનખર પ્રકૃતિનું રુદન છે તે વાત કેટલી વેધક છતાં સહજતાથી કહી છે..
    વૃક્ષોથી અશ્રુ ઝરે,
    પીળા કૈ પાન ખરે
    વૃક્ષને પણ વહાલસોયું પાન ખરવાનું,
    દુઃખ હશે… આગળ તો શિયાળો અને પછી કર્મફળ સુધી કવિ વાત કરે છે
    માંડી મીટ બેઠી છું
    જીવનમાં રંગ ભરે
    અને ચંદ્રથી આશા રાખી
    પ્રતિક્ષા કરે છે…

     

    dilip

  2. ખુબ જ સરસ રીતે પ્રકૃતિના વૃક્ષ, ફળ, ફૂલ, પાન, ઘાસ, પહાડ અને બરફ જેવા પ્રાકૃતિક તત્વોની પાનખરની સાથે-સાથે તે જ પ્રતીકો દ્વારા માનવીની પાનખરની પણ અભિવ્યકિત ખુબ જ સરસ રીતે આપે કરી છે.
    વીતી આ રાત અરે,
    અટવાતો શશી ફરે.

    માંડી મીટ બેઠી છું
    જીવનમાં રંગ ભરે.

    “સપના” સેવજે સદા,
    સપનાંથી નયન જરે.

    પાનખર માં કયા સપનાં અને કોણી મીટ માંડવાની ?! હા, જીવનસાથી કે સંતાનો જો પાનખર વખતે જીવનમાં સાથ આપે તો ખરેખર જીવનમાં રંગ ભરાય.

     
  3. પ્રયત્ન સારો છે પણ,રદિફ જાળવ્યો અને કાફિયા કેમ નહીં?

     

    ડૉ.મહેશ રાવલ

  4. જય શ્રીકૃષ્ણ સપનાબેન,
    ખુબ જ સુંદર રચના અને વર્ણન.
    કદાચ એમ કહું કે પાનખર ઋતું જ જીવનના કડવા સત્યો સમજાવી દે છે.
    એક વાત યાદ આવી ગઈ કે જ્યારે પાન ખરીને નીચે પડતું હોય છે ત્યારે કુંપળ તેના પર હસે છે ત્યારે એ કહે છે કે ધીરી બાપુડા ધીરી, મુજ વીતી તુજ વીતશે….

    વળિ એક સૂચન છે કે આપની પહેલાની રચનાના ફોન્ટ બહું જ મોટા હોવાને કારણે વાંચવામાં તકલીફ પડે છે તો તે સુધારશો.અને મારા બ્લોગ મનનો વિશ્વાસની પણ મુલાકાત લઈ આપનો અભિપ્રાય આપશો.
    આપનો ડો.હિતેશ ચૌહાણ
    http://drmanwish.wordpress.com

     

    Dr. Hiteshkumar M. Chauhan

  5. મૃત્યુ તારું રૂપ લઈ
    આવે, કોણ તો ડરે?….પાનખર એ તો..કુદરતી ક્રમ..એનાથેી કોણ ડરે..કેમ ડરે?
    સુંદર..

     

    vishwadeep

  6. good very good

     

    bashira

  7. સારો પ્રયત્ન છે

     

    P Shah

  8. બીન રદીફ ગઝલ લખવાનો સુંદર પ્રયાસ!

    મૃત્યુ તારું રૂપ લઈ
    આવે, કોણ તો ડરે?

    આ શે’ર ખૂબ જ ગમ્યો. અભિનંદન!
    સુધીર પટેલ.

     

    sudhir patel

  9. પાનખર! જિવનની વેદના જ્યાં વ્યક્ત થાય છે. જનરેશન ગેપ, વિદેશી કલ્ચરની કચરાપટ્ટી, સ્વાયત્ત્તતા અને સ્વચ્છ્ન્દતાએ ઘરના મોભી માટે એક ખૂણોય ખાલી નથી રખ્યો…
    હા, પાન ખર્યા પછી આંખમાં મ્રુગજળ જરુર હોય છે…

    મ્રુત્યુ નું આ રુપ પછી વ્હાલુ જ લાગે ને!

    ખૂબ જ સરસ, અભિનંદન!

     

    Sanjay Mehta

Leave a Reply

Message: