9 Oct 2009

સગપણ રહ્યુ ના.

Posted by sapana

કશી ફરિયાદનું કારણ રહ્યુ ના
ને, વચ્ચે આપણી વળગણ રહ્યુ ના

સુકાયા છે ઝરણ બસ લાગણીનાં,
બને રણદ્વીપ એવું રણ રહ્યુ ના.

ભલે એકાંત કોરે બ્હાર ભીતર,
જવાનું ભીડમાં ધારણ રહ્યુ ના

કરીએ વાત દિલની આપણે એ,
હવે વિશ્વાસનું સગપણ રહ્યુ ના.

જે પગપાળાં થયા સંબંધ સઘળાં,
છતાં એ રોકવા કારણ રહ્યુ ના.

ધૃણાની આગ ઠંડી થાય એવું,
હ્રદયમાં પ્રેમનું બળતણ રહ્યુ ના.

નવા ‘સપના’ કદીક જોતી રહું પણ,
નયનમાં આજ એ આંજણ રહ્યુ ના.

છંદ લગાગા ગાલગાગા ગાલગાગા

સપના

Subscribe to Comments

6 Responses to “સગપણ રહ્યુ ના.”

  1. કરીએ વાત દિલની આપણે એ,
    હવે વિશ્વાસનું સગપણ રહ્યુ ના
    ધૃણાની આગ ઠંડી થાય એવું,
    હ્રદયમાં પ્રેમનું બળતણ રહ્યુ ના.

    સબંધોનું વાસ્તવિક તત્વ કહેતી ગઝલ ….
    માણસને માણસ પર વિશ્વાસ રહ્યો નથી અને પરમાત્માને પ્રેમ હોવાનો ડહોળ કેમ કરે છે
    અને જો પરમાત્મા પર સાચો પ્રેમ હોય તો ધૃણાની ની આગ હોલવાય ન જાતે ?
    પરંતુ માનવ તો સબંધો તોડ્યે જ જાય છે તોડ્યે જ જાય છે

     

    dilip

  2. લાગણી ના સંબંધો ની સંવેદનાને દિલથી વાચા આપી છે. વિશ્વાસ ની ધરી પર રચાયેલાં અને લાગણી ના તંતુથી બંધાયેલા સંબંધ ની સુંદર અભિવ્યક્તિ.અને એક વધુ સુંદર ગઝલ!

     
  3. કશી ફરિયાદનું કારણ રહ્યું ના
    ને, વચ્ચે આપણી વળગણ રહ્યું ના
    સરસ પંક્તિ.

     

    Heena Parekh

  4. હૃદયમાઁ પ્રેમનું બળતણ કદી ઓછું થતું નથી.. હવાની દિશા તરફ હંમેશા નજર રાખો…

     

    Lata Hirani

  5. દીલિપભાઈ તમારીવાત આગળ વધારી કહેવું હોય તો માણસે એ સંબંધો એટલી હદે તોડી નાખ્યા છે કે આ ક્વયિત્રિ હતાશામાં
    કહી દે છે કે-
    જે પગપાળાં થયા સંબંધ સઘળાં,
    છતાં એ રોકવા કારણ રહ્યુ ના
    લા કોન્દુશિયા હ્યુમેન કદાચ હવે લાચારી જ હશે ?
    …નયનમાં આજ એ આંજણ રહ્યુ ના…

     

    himanshu patel

  6. ધૃણાની આગ ઠંડી થાય એવું,
    હ્રદયમાં પ્રેમનું બળતણ રહ્યુ ના.

    છંદ બધ્ધ સુંદર અભિવ્યક્તી.

     

    દિનકર ભટ્ટ

Leave a Reply

Message: