3 Oct 2009

અપકાર છું.

Posted by sapana



એક વંચાઈ ગયેલું કાલનું અખબાર છું,
તું મને ફેંકી દે કચરામાં કે હું નિષ્કાર છું.

તું મગજમાંથી ખસેડી દેશે તો માનીશ હું,
એક અણગમતો ,હ્રદયમાં ખૂંચતો વીચાર છું.

તીર જીલ્યાં છે બધા મેં પીઠ ઉપર આકરા,
જિંદગીની દોડમાં હારેલ હું અસવાર છું.

તારા બીબામાં ભલે ઈશ્વર ઢળી શક્તો નથી,
માનવી છું,તે બનાવ્યો તારો હું આકાર છું. .

હાર માની મેં નથી સંજોગની સામે હજુ,
જિંદગી તારા સિતમ સામે નવો પડકાર છું.

કર તું સપનાં પૂર્ણ ખૂલી આંખનાં ભૂલી ગુના,,
તું દયાળુ હાથ ના બાંધે, ને હું અપકાર છું.

સપના

Subscribe to Comments

10 Responses to “અપકાર છું.”

  1. તીર જીલ્યાં છે બધા મેં પીઠ ઉપર આકરા,
    જિંદગીની દોડમાં હારેલ હું અસવાર છું. આ સપના છે

    અને આ નઝીર ભાતરી;

    ત્યાં સાચા અર્થમાં તું નિરાકાર હોય છે
    માનવ બધી રીતે જ્યાં નિરાધાર હોય છે

    સારી ગઝલ હમેશા બીજી સારી ગઝલ જ યાદ કરાવે.અસ્તુ.

     

    himanshu patel

  2. Nice One!

    ખુબ જ સરસ અને ઊંચા વિચારોની ઉચ્ચ અભિવ્યકિત !

    તીર જીલ્યાં છે બધા મેં પીઠ ઉપર આકરા,
    જિંદગીની દોડમાં હારેલ હું અસવાર છું.

    એ ખુદા શક્યો ઢ્ળી ના તુ જ બીબાંમાં ભલે,
    માનવી છું,તે બનાવ્યો તારો હું આકાર છું. .

    હાર માની મેં નથી સંજોગની સામે હજુ,
    જિંદગી તારા સિતમ સામે નવો પડકાર છું.

    બધા જ શેર સરસ ચોટદાર સંદેશ આપતાં છે.Keep it,લગે રહો, લખતાં રહો!..

     
  3. તું મને ફેંકી દે કચરા ટોકરીમાં નિષ્કાર છું.
    એ ખુદા શક્યો ઢ્ળી ના તુ જ બીબાંમાં ભલે,
    – અહીં છંદ તૂટે છે…

    વળી ગઝલની ભાષામાં વાતચીતનો કાકુ આવે તો એ વધુ અસરદાર બને…
    એક જ ઉદાહરણ ટાંકું:

    એ ખુદા શક્યો ઢ્ળી ના તુ જ બીબાંમાં ભલે,
    આ વાક્ય સમાન્ય સંજોગોમાં આપણે આ રીતે બોલીએ:

    તુજ બીબામાં ભલે ખુદા ઢળી ના શક્યો.

    આપે પ્રયોજેલા છંદમાં આ વાક્ય વધુ સહજ લાગે એ રીતે આમ ગોઠવી શકાય:

    તારા બીબામાં ભલે ઈશ્વર ઢળી શક્તો નથી…

    આવું અન્ય પંક્તિનું પણ !

     

    વિવેક ટેલર

  4. હાર માની મેં નથી સંજોગની સામે હજુ,
    જિંદગી તારા સિતમ સામે નવો પડકાર છું.

    ખુબ ભારે શેર સપના સુંદર ગઝલ્…ગઝલ શુભેચ્છા પાઠવું છું…
    લખતા રહેજો…ઈશ્વર કરે જૌરે કલમ ઔર જિયાદા…

     

    dilip

  5. ખુબ જ સુન્દર……. આપના બ્લોગ પર પહેલિ જ વાર આવ્યો……..

     

    kanti Vachhani

  6. સરસ ગઝલ . પણ મીજાજ મદલાતો રહે છે , એ ખુંચ્યું
    તીર જીલ્યાં છે બધા મેં પીઠ ઉપર આકરા,
    જિંદગીની દોડમાં હારેલ હું અસવાર છું

    અને

    હાર માની મેં નથી સંજોગની સામે હજુ,
    જિંદગી તારા સિતમ સામે નવો પડકાર છું

    આ બન્ને એકબીજાની વીરુધ્ધ છે.

     

    સુરેશ જાની

  7. હાર માની મેં નથી સંજોગની સામે હજુ,
    જિંદગી તારા સિતમ સામે નવો પડકાર છું.
    ખૂબ સરસ શેર.

     

    Heena Parekh

  8. તારા બીબામાં ભલે ઈશ્વર ઢળી શક્તો નથી,
    માનવી છું,તે બનાવ્યો તારો હું આકાર છું. .

    બહુ વજનદાર શેર લઈ તમે આવ્યા..લખતા રહેજો
    ગઝલશુભેચ્છા પાઠવું છું

     

    dilip

  9. સરસ ગઝલ!
    વિવેકભાઈની વાત પર ધ્યાન આપશો – ગઝલનું મનન કરશો, એ રીતે જ ગઝલ ઉપર પકડ આવશે.
    સુધીર પટેલ.

     

    sudhir patel

  10. મૂળવિચાર અને ભાવ તો સરસ છે જ .
    અનુભવી મિત્રોના સૂચનો અને સતત લખતા રહેવાની આદત ગઝલ પરની પકડ મજબૂત બનાવશે જ.

     

    Pancham Shukla

Leave a Reply

Message: