24 Sep 2009

સ્વર્ગ અને નરક

Posted by sapana



બેવડી જિંદગી જીવું,

મારી ભીતર એક સ્વર્ગ છે,

આ સ્વર્ગમાં,

મોતીની રેતી અને

સુગંધનાં દરિયા,

ખોબે ખોબે વિખેરતા

પ્રીતનાં પુષ્પો.

તું અને હું

એક સાથે ફૂલોનાં

ઝૂલા પર ઝૂલીએ

ઝનઝન ઝનકતી મારી પાયલ,

ધક ધક ધબકતું તારું દિલ.

પણ…..

મારી બહાર એક નરક છે.

સળગતી તપતી રેતી,

વિશ્વાસઘાતનાં દુર્ગંધ મારતા દરિયા,

ખોબે ખોબે મળતા આંસું,

આકાશમાં દોરી વગરના

લટકતા ઝૂલા અને

નીચે અવિશ્વાસની ખીણો,

મારાં પગમાં સમાજની બેડીઓ,

ઊડવા માટે ફફડતું તારું દિલ.

આ મારું સ્વર્ગ અને મારું નરક.

સપના

Subscribe to Comments

9 Responses to “સ્વર્ગ અને નરક”

  1. nice poem, romanticism at its hight…and at risk !
    વિશ્વાસ ઘાતનાં /વગર ના… આ બન્ને એક શબ્દ છે જૂદા ન લખાય.
    સપના તમારી કવિતાની શરૂઆત ખૂબ સરસ થાય છે પણ અંત આવતા
    diadictic થઈ જાય છે, કેમ ?

    મેં ઈ-મેલ મોકલી છે.

     

    himanshu patel

  2. જીવનના વિરોધાભાસને કાવ્યમય રીતે પ્રગટ કરતું સરસ અછાંદસ!

    હિમાંશુભાઈની શબ્દ અંગેની વાત બરાબર છે. એ બે શબ્દો ભેગાં જ લખાય.

    સુધીર પટેલ.

     

    sudhir patel

  3. સપનાજી, ખુબ જ સરસ..દિલ ની વાત સરળ શબ્દોમાં અને સ્વર્ગ-નરક ના પ્રતીક દ્વારા, પણ ચોટદાર! આપણી અભિવ્યકિતને દાદ દેવી પડે!!

    મિત્રો ની વાત સાચી છે,તેથી તમને એકસુચન, “વિશ્વાસઘાતનાં દુર્ગંધ મારતા દરિયા,” આમાં તમે એક ફેરફાર કરી શકો “વિશ્વાસધાતનાં” જગ્યાએ “દર્દનાં” (આ મારો અંગત મત છે…આનાથી સારો જો કોઈ તમને શબ્દ સેટ થાય તેવો સ્ફૂરેતો તે લખીને આ પુનારાવર્તી શબ્દ બદલી નાંખજો.)

     
  4. લગભગ બધાંના જ અજાગ્રત મનમાં આવું જ સ્વર્ગ હોય છે. જ્યારે તેને બાહ્ય રીતે અનુભવ થાય છે આપે વર્ણવ્યા મુજબના નર્કનો. ખૂબ સરસ અછાંદાસ.

    સપનાબેન આપના દરેક કાવ્યમાં કોઈને કોઈ તો સૂચન કરે જ છે કે આના બદલે આ લખો તો વધારે યોગ્ય, આ છંદ ખોટો છે વગેરે વગેરે……તમને કોઈ તમારી રીતે લખવા દેશે???

     

    Heena Parekh

  5. સરસ કાવ્ય. જેકિલ અને હાઈડ અંદર બહાર બધ્ધે જ છે જે વાત અલગ અંદાજમાં તમે તમારી રીતે મૂકી આપી છે.

     

    Pancham Shukla

  6. સપનાજી, તમે આંતરિક મન અને બાહ્ય મન વચ્ચે ખૂબ જ સારી કલ્પના કરી છે.

     

    Kamal

  7. પણ…..

    મારી બહાર એક નરક છે.

    સળગતી તપતી રેતી,

    વિશ્વાસઘાતનાં દુર્ગંધ મારતા દરિયા,

    ખોબે ખોબે મળતા આંસું
    કવિતાનેી કલમ જોર પકડેી જાય છે..

     

    vishwadeep

  8. સરસ કવિતા છે…મારી ભીતર એક સ્વર્ગ..મારી એક બહાર નર્ક…
    અહી બધું જ છે દ્વન્દમાં..ભીતર અને બહાર..ભીતર સ્વર્ગ હોય તે વધુ સારું..બહાર આપણું બહુ ન ચાલે..પણ જેઓની ભીતર સ્વર્ગ છે તે મળી જાય તો આનંદ તો આપે જ…બીજાને પણ સ્વર્ગની થોડી ઝલક મળે જ…ઘણાં ભીતરથી બળાપો જ કાઢે…મને જે મનમાં થયુ તે લખ્યું..આને સહજ લેજો…તમારી કવિતામાં તાજ્ગી છે ગમે તેવી છે…ભાષા સૌષ્ઠવ ભરપૂર છે..જોડણી તો સુધારી શકાય..

     

    dilip

  9. સપના, મે તમારેી કવિતા મા કથિત ભાવો તરફ ધ્યાન આપ્યુ છે ના કે શબ્દો તરફ, અને મને ખુબજ પસન્દ પડેી આપનેી રચના…..પર્મેશ્વર તમને ખુશ રાખે

     

    Muntazir

Leave a Reply

Message: