23 Sep 2009

ઈદનો ચાંદ

Posted by sapana

ઈદનો ચાંદ પણ નજર આવે,
હાય! તારી ન કંઈ ખબર આવે.

મૌન છું,હું જરાય નહીં બોલું,
કે કફનની ભલે અસર આવે.

એક ક્ષણ તું હ્રદયથી ચાંપેતો,
તો વહાલમ મને સબર આવે.

સ્તબ્ધ ઊભી છું હું પ્રતીક્ષામાં,
રાત આવે પછી સહર આવે.

ચાલ શણગારૂ આખી દુનિયાને,
કોણ જાણે તું ક્યા નગર આવે.

ઓ રી! નીંદર નયનથી ના રીસો,
કાશ, સપનાંય સહેજ બર આવે.

છંદઃગાલગા ગાલગાલ ગાગાગા

સપના

Subscribe to Comments

9 Responses to “ઈદનો ચાંદ”

  1. wt a great words !!! ૧

     

    vivek tank

  2. વાહ, બહુત ખુબ કહીં!!..નીચેની બે પંકિતઓ તો દિલને સ્પર્શી ગઈ!

    ચાલ શણગારૂ આખી દુનિયાને,
    કોણ જાણે તું ક્યાં નગર આવે.

    ઓ રી! નીંદર નયનથી ના રીસો,
    કાશ, સપનાંય સહેજ બર આવે.

    પરંતુ આ પંક્તિઓ માં,

    મૌન છું,હું જરાય નહીં બોલું,
    કે કફનની ભલે અસર આવે.

    “કે કફનની ભલે અસર આવે” આમાં કફન ની અસર” જચતો નથી અથવા તો કદાચ મને તેનો અર્થ સમજાતો નથી.
    બાકી બધા જ શેર ચોટદાર અને ટચ એટ હાર્ટ!

     
  3. આ વેળાએ આખી ગઝલ સરસ થઈ છે… છંદ-રદીફ-કાફિયાના હાડપિંજરમાં આત્મા પ્રવેશવાની શરૂઆત થઈ…

    ઈદનો ચાંદ પણ નજર આવે,
    હાય! તારી ન કંઈ ખબર આવે.
    – આ શેર અદભુત થયો છે…

    સ્તબ્ધ ઊભી છું હું પ્રતીક્ષામાં,
    રાત આવે પછી સહર આવે.
    – કાબિલે-તારીફ શેર…

    ચાલ શણગારૂ આખી દુનિયાને,
    કોણ જાણે તું ક્યાં નગર આવે.
    – આ શેર પણ મજાનો છે.,.. બીજા મિસરામાં વાક્યરચના થોડી કઠે છે, એ મઠારી લેવાય તો વાત વધુ ઊઘડે…

    ખૂબ ખૂબ અભિનંદન !

     

    વિવેક ટેલર

  4. ઓ રી! નીંદર નયનથી ના રીસો,
    કાશ, સપનાંય સહેજ બર આવે.
    સુંદર ગઝલ..

     

    vishwadeep

  5. સુંદર ગઝલ થઈ છે… ગઝલોમાં ગલઝિયત વધુ ને વધુ આવતી જાય છે… અભિનંદન.

    ચાલ શણગારૂ આખી દુનિયાને,
    કોણ જાણે તું ક્યાં નગર આવે.

    કદાચ તમારો મતલબ ‘કયા નગર’ કહેવાનો હશે…?

     

    ઊર્મિ

  6. ઈદનો ચાંદ પણ નજર આવે,
    હાય! તારી ન કંઈ ખબર આવે……ખૂબ સરસ શેર.

     

    Heena Parekh

  7. Happy ied Chal sungaru aakhi duniya ne …..Bahhuj saras lakhan CONGRATS Gazal is too good.

     

    Shenny Mawji

  8. સરસ મિજાજથી ભરપૂર ગઝલ!

    નીચેનો શે’ર વધુ ગમ્યો.

    ચાલ શણગારૂ આખી દુનિયાને,
    કોણ જાણે તું ક્યા નગર આવે ?

    સુધીર પટેલ.

     

    sudhir patel

  9. ઈદનો ચાંદ પણ નજર આવે,
    હાય! તારી ન કંઈ ખબર આવે.
    જીવનમાં જેની શોધ છે તે જ્યાં સુશી ન મળે ત્યાં સુધી પ્રતિક્ષા થયા કરે છે.
    ચાલ શણગારૂ આખી દુનિયાને,
    કોણ જાણે તું ક્યા નગર આવે.
    ખુબ સુંદર વિચાર છે તેને ગમે તેવું આ ઘર નગર બને તો સ્રુષ્ટિ નંદનવન બની જાય
    ઈદ મુબારક

     

    Dilip Gajjar

Leave a Reply

Message: