14 Sep 2009

ભવિષ્ય

Posted by sapana


એક જ્યોતિષે કહ્યુ,
“લાવ તારું ભવિષ્ય જોઈ દઉં.”
મેં કહ્યુ,”ભવિષ્ય નહિ ભૂતકાળ જોઈ દે.”
કારણ મને મારૂ ભવિષ્ય ખબર છે
સામે વિકરાળ હાથ ફેલાવતુ,
મલેકુલ મોત ઊભું છે,
મારાં ગળાંને પકડી,
મારાં શ્વાસોનો અંત લાવશે,
પછી મારાં અપાર્થીવ શરીરને કબરમાં નાખશે,
પછી અંધારી કબર અને ભીંસાતી કબરની દીવાલો,
અને કીડા મકોડાને ભોજન.
પછી કર્મો પ્રમાણે સ્વર્ગ કે નરક.
મેં મારૂ સ્વર્ગ નક્કી કર્યુ છે.
તો હે જ્યોતિષ, મને મારો ભૂતકાળ બતાવ,
ક્યાં કરવાના છે સુધારા બતાવ,
કરેલી ભૂલોને સુધારી લઉં,
થોડાં પાત્રો બદલી લઉં,
અને થોડી માફી માંગી લઉ,
થોડાં શ્વાસ ચેનથી જીવી લઉં.

સપના

Subscribe to Comments

12 Responses to “ભવિષ્ય”

  1. ઘણીજ સુંદર..

     

    vishwadeep

  2. અછાંદસ છે છતાં વાક્ય રચનામાં ગઝલનો મરોડ સંભળાય છે, એ તમારી ખાસયત છે.કવિતા સ્વગતોક્તિ સુધી પહોંચી અટકી ગઈ.
    છેવટે જે અપેક્ષા જન્મી તે પરિપૂર્ણ ન થઈ, કાવ્યમાં જે ઊંડાણ જોવું
    હતું તે અંતિમ પાંચ પ્ંક્તિમાં ખાનગી confession થઈ ગયું..
    તમારા કાવ્યો વાંચવાનું હમેશા ગમે છે…અપેક્ષા મારી નીજી વસ્તુ છે.

     

    himanshu patel

  3. Vichar ganaj saras maafi mangi levani itcha mara dil ma pan jagi gai so thank you Sapnaji.Enjoyed it.

     

    Shenny Mawji

  4. એક ઔર સુંદર રચના ! એક નવા જ વિષયવસ્તુ અને અભિવ્યકિત ને રજૂ કરતો ખુબ જ અસરકાર અછાંદસ !

    તમારી સુંદર રચનાઓમાં એક નવું મોરપીંછ! લખતાં રહો…સપનાબેન, તમારી કલમ યાત્રા અવિરીત ચાલતી રહે અને અમને આવી જ વિવિધતા સભર સુંદર રચનાઓ મળતી રહે તે જ શુભેચ્છા સહ અભિનંદન!!

     
  5. સરસ…

     

    વિવેક ટેલર

  6. ખુબજ સરસ…

    સામે વિકરાળ હાથ ફેલાવતુ,
    મલેકુલ મોત ઊભું છે,
    મારાં ગળાંને પકડી,
    મારાં શ્વાસોનો અંત લાવશે,
    પછી મારાં અપાર્થીવ શરીરને કબરમાં નાખશે,
    પછી અંધારી કબર અને ભીંસાતી કબરની દીવાલો,
    અને કીડા મકોડાને ભોજન.
    પછી કર્મો પ્રમાણે સ્વર્ગ કે નરક.

    આ વાત જો દરેક વ્યક્તિના જહેન માં હોય તો જરુર તે ગલત કામ કરતાં 1 નહી 2 વખત વિચારે..

     

    રશ્મિકા ખત્રી

  7. સરસ રચના.

     

    Heena Parekh

  8. આખા જીવનનો નિચૉડ કહી જાય છે આ અછાંદસ..પણ જીવન સુસંગત અને છંદમય બને જીવન્સ્ંગીત ની વીણા ઝણઝણે તેવી આશા રોજની સવાર આપશે… ઉગતો સૂરજ આપશે… સુબહા કભી તો આયેગી..
    કહેવાતી જીવનની બાબતો મરણ જેવી લાગે તો શૂભ છે..ભવિષ્ય જેને જાણી લીધુ કે અંધકારમય છે અને ભૂલકાળની ભૂલો જેને સુધારવી છે તે નવજીવન પામે છે અને એવુ કે જેમાં જીવનની ક્ષુલ્લક રોજીન્દી ચીલાચાલૂ બાબતો મહ્ત્વની ન રહે…

    યે સફર બહોત હૈ કઠીન મગર મત હો ઉદાસ મેરે હમસફર ગીત કેવો સંદેશ આપે છે..

     

    Dildip

  9. i want to know my future.. plzzz tell me..

     

    suhani

  10. મારૅ જાણ્વૂ કૅ મારૂ મૉત ક્યારૅ ?
    સ્ મ ય તા રિ ક્

     

    pragna

  11. મનૅ મારૃ ભાવિ ક્હૉ

     

    pragna

  12. મારે જાણવુ કે મારું મોત કયારે છે?

     

    યોગેશ કુમારા વેલાજી ઠાકોર

Leave a Reply

Message: