21 Apr 2020

વાત કરવી છે

Posted by sapana

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગા

કાનમાં તુજ એક છાની વાત કરવી છે
આવ મારે આજ નાની વાત કરવી છે

સાંભળે ના એ હવા ,ના સાંભળે ઝરણા
આવ તું તો એક મજાની વાત કરવી છે

શું ઈશારા એ કરે છે આ નયન તારા
બોલને તું આજ શાની વાત કરવી છે?

ફૂલને શું આ ભ્રમર કહે છે જરા સાંભળ
લો ભ્રમર જેવી સુહાની વાત કરવી છે

ફૂલની પીંછી ફરી જ્યારે નયન પર મુજ
ભાન ભૂલી એ નશા ની વાત કરવી છે.

નામ મેંદીથી લખ્યું તારું હથેળીમાં
કેમ
ચર્ચાઈ કહાની વાત કરવી છે

ખૂબ સપના યાદ આવે છે હવે એને
મૌન તોડ્યું છે તો શાની વાત કરવી છે

સપના વિજાપુરા

Leave a Reply

Message: