8 Sep 2009

કાચની દીવાલ

Posted by sapana

આપણી વચ્ચે
આ અવિશ્વાસની

કાચની દીવાલ છે,
આપણે એકબીજાને જોઈ શકીએ
એકબીજાના ફફડતાં
હોઠ દેખાય આપણને
પણ એકબીજાને
સાંભળી ના શકીએ,
કાચની દીવાલ પર
હાથ રાખીએ પણ
સ્પર્શી ના શકીએ.
આ દીવાલ એટલી
મોટી અને લપસણી
કે ચડી ના શકીએ,
અને જો ઈચ્છીએ કે
તોડીએ આ દીવાલ
તો તોડીએ કેવી રીતે?
કે મારી પાસે
એવી ધારદાર
લાગણીઓ નથી
અને તારી પાસે
વિશ્વાસ કરું એવી
વફાદારી નથી.

સપના વિજાપુરા 

Subscribe to Comments

11 Responses to “કાચની દીવાલ”

  1. સપનાબેન,
    ખુબ જ સરસ અભિવ્યકિત. સુવાળા સંબંધોમાં વધતી જતી દૂરપણાની ખાઈ માટે ઘણાં એ દિવાલો ના પ્રતીક તરીકે ઉલ્લેખ કરેલ છે પરંતુ આપે કાચની દિવાલનું પ્રતિક આપી જે અભિવ્યકિત સચોટ રીતે ચોટદાર બનાવીને કરી છે તે ખરેખર નવીન અને અભિનંદન ને પાત્ર છે.

    આ દીવાલ
    તો તોડીયે કેવી રીતે?
    કે મારી પાસે
    એવી ધારદાર
    લાગણીઓ નથી
    અને તારી પાસે
    વિશ્વાસ કરું એવી
    વફાદારી નથી

    One Of The Nice & Touch

     
  2. આ વખતનું અછાંદસ સાચા અર્થમાં કાવ્યશરત પૂરી કરે છે…

    ખૂબ ખૂબ અભિનંદન…

    કરીએ, શકીએ, ચડીએ – આ તમામમાં ‘યે’ની જગ્યાએ ‘એ’ આવે.

     

    વિવેક ટેલર

  3. સુંદર રચના !

    અભિનંદન !

     

    P Shah

  4. ખૂબ સુંદર કાવ્ય. સાચે જ આ બહુ બળુકું કાવ્ય બન્યુ છે. અભિનંદન.

     

    Pancham Shukla

  5. Bhabhi,

    This is very nicely written & it is so true….

     

    Jigisha

  6. Kharekhar ketlai dilon ni awwz ,sunder lakheli kavya no jawab nathi .Congratulations are in order.

     

    Shenny Mawji

  7. હયતિની પારદર્શક નક્કરતા–તે ભીંત-મનુષ્યને વંચિત રાખે હોવાના આભાવથી ત્યારે આવી લાગણી પેદા થાય છેઃ એની અભિવ્યક્તિ તે જ
    કવિતા, સપના–જે અહીં વાંચવા મળે છે.

     

    himanshu patel

  8. કાચ આવે ત્યાં..તૂટવાની વાત આવે…
    કાચને આચ ન આવે એવુઁ બને ખરુ?

     

    vishwadeep

  9. “મારી પાસે
    એવી ધારદાર
    લાગણીઓ નથી
    અને તારી પાસે
    વિશ્વાસ કરું એવી
    વફાદારી નથી”……………ખૂબ સરસ.

     

    Heena Parekh

  10. ખુબજ સરસ રચના

     

    bharat suchak

  11. કાચની દિવાલ..યથાર્થ્તા રજુઆત કરતી કવિતા
    ગેર સમજ, સંશય , એક બીજા પર અવિશ્વાસ, વિચ્ચ્છીન્ન દાંમ્પત્ય !
    કવિ ક્યારેક જીવનની વરમી વાસ્તવિકતાને કાવ્ય દ્વારા સમાજ સમક્ષ રજુ કરે છે
    ત્યારે તેની કદર થાય છે વાહવાહ થાય છે અને ઉપેક્ષા..
    પણ સમાજ તેનો ઉકેલ નથી લાવી શક્તો..
    જરુર છે એવા સુહદ મિત્રોની જે અવિશ્વાસની દિવાલોને જોડે
    જેથી જીવનનું કાવ્ય સર્જાય…

    મારા બીજા અએક મિત્ર જે ગાયક શાયર અને શિક્ષક કિશોર સાગર તેમની પંક્તિ યાદ આવી ગઈ

    છીછરા સંબંધનો આ ઓરડો ને આપણે
    એક બીજાનો અધૂરો આશરો ને આપણે
    જોઈ લો ચારે તરફથી જિન્દગી છે ભીંસમાં
    આ રિવાજોના ભયાનક જંગલો ને આપણે

    વિશ્વાસ પુનઃસ્થાપીત થાય એ જ અભિલાષા.

     

    dilip

Leave a Reply

Message: