15 Sep 2009

પહેરા હોય છે.

Posted by sapana


એક પર બીજા ચહેરા હોય છે,
ના સમજ આવે,મહોરા હોય છે.

ખીલશે ના પ્રીતના પુષ્પો કદી,
માઈલો લાંબાં સહેરા હોય છે.

ના કદી ઢળશે ગઝલ શબ્દો થકી,
આંગળીઓ પર પહેરા હોય છે.

સાત જન્મોની ન કરશો વાત કે,
પૂરતાં આ જન્મ ફેરા હોય છે.

શોધ ઈશ્વરને તું ભૂખ્યાં બાળમાં,
ખાલી મંદિરો ને દેરા હોય છે.

ટેવ સપનાની છે બક બક રોજની,
કાન તેથી તો બહેરાં હોય છે.

છંદઃગાલગાગા ગાલગાગા ગાલગા

સપના

Subscribe to Comments

10 Responses to “પહેરા હોય છે.”

  1. સરસ ગઝલ.

     

    Pancham Shukla

  2. સુંદર રચના.

     

    નટવર મહેતા

  3. વાંચવી ગમે, પણ….ગઝલ પર ઈમેજ વધારે પહેરા ભરે છે.
    કદાચ ગઝલ ઊતાવળે લખાઈ હોય તેવું લાગે છે–સંભળાય છે!!

     

    himanshu patel

  4. Wooooh, Wonderful ! One of The Nice

    સુંદર..અતિસુંદર ગઝલ ! તેમાં પણ નીચે આપેલ શેર તો ખુબ જ ગમ્યાં.
    ટચ ઓન હાર્ટ !! દિલ પર ટકોરા મારે તેવા શેર.ચોટદાર ગઝલ..

    ગહેરું સંવેદન!…

    એક પર બીજા ચહેરા હોય છે,
    ના સમજ આવે,મહોરા હોય છે.

    ખીલશે ના પ્રીતના પુષ્પો કદી,
    માઈલો લાંબાં સહેરા હોય છે.

    સાત જન્મોની ન કરશો વાત કે,
    પૂરતાં આ જન્મ ફેરા હોય છે.

    શોધ ઈશ્વરને તું ભૂખ્યાં બાળમાં,
    ખાલી મંદિરો ને દેરા હોય છે.

    ટેવ સપનાની છે બક બક રોજની,
    કાન તેથી તો બહેરાં હોય છે.

    તમારી પાસે આવાજ સાહિત્ય સર્જનની અપેક્ષા રાખીએ છીએ…

     
  5. ખીલશે ના પ્રીતના પુષ્પો કદી,
    માઈલો લાંબાં સહેરા હોય છે.
    …આ પંક્તિ વધારે ગમી.

     

    Heena Parekh

  6. mane to ej khabar nathi padati ke tamara ma aava vichar aave che kyathi?

     

    vivek tank

  7. Wah ganeej sari ruchna kharekhar tamara vicharo no javab nathi bus samundar ubhartuj rahe che. Good luck

     

    Shenny Mawji

  8. સરસ ગઝલ.
    કાફિઆ બરોબર નિભાવ્યો છે અને તર્ક સાથે તર્કપૂર્તિ પણ વ્યવસ્થિત થઈ શકી છે.
    સરવાળે,આખી ગઝલને એક અલગ નિખાર મળ્યો.
    -અભિનંદન.

     

    ડૉ.મહેશ રાવલ

  9. આજે શાંતિથી તમારો બ્લોગ વાંચ્યો.સરસ લખો છો.
    બ્લોગ-જગતમાં આવકાર અને અભિનંદન.

     

    devika dhruva

  10. ટેવ સપનાની છે બક બક રોજની,
    કાન તેથી તો બહેરાં હોય છે.
    બહું જ સુંદર રચના
    હોય છે જે પ્રેમી સપના તેમના
    નીતનવા અદભૂત નખરા હોય છે
    લખતા રહેજો..

     

    Dilip

Leave a Reply

Message: