6 Sep 2009

પરફેક્ટ સ્ત્રી

Posted by sapana

પરફેક્ટ સ્ત્રી



દુનિયાની સૌથી

પરફેક્ટ સ્ત્રી

બનવું હતું.

સારી દીકરી,

સારી બહેન,

સારી પત્ની,

સારી મા,

મેં તો દિલથી પ્રયત્નો કર્યા.

તો મારા પ્રયત્નો

નિષ્ફળ કોણે કર્યા?

સપના

Subscribe to Comments

13 Responses to “પરફેક્ટ સ્ત્રી”

  1. Wow saras vaat dil thi nikreli awaj.

     

    Shenny Mawji

  2. ખૂબ જ વેધક પ્રશ્ન. એનો જવાબ કદાચ “સ્ત્રી હોવું”- એ જ છે.

     

    Heena Parekh

  3. સફળતા અને નિષ્ફળતાના માપદંડ વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે. અને એ હંમેશા યાદ રાખવું કે પ્રયત્નથી મળેલ નિષ્ફળતા પણ સફળતાની કેડી છે. ગમે તેટલા પ્રયત્ન પછી સંસારમાં કોઈને 100% સંતોષી શકાતું નથી. રામાયણમાં સીતાને આદર્શ માનીને પૂજનારા આપણે જ એને વનગમન આપ્યું હતું એ યાદ દેવડાવવાની જરૂર છે ખરી ? આપણે આપણી રીતે પ્રામાણિક પ્રયત્નો કર્યે જવા, લોકો એને કેવી રીતે મૂલવે તેની ફિકર ન કરવી …
    અંતે એક કડવું સત્ય, ઘણે ભાગે સ્ત્રી જ સ્ત્રીની સૌથી મોટી દુશ્મન હોય છે. તમે શું કહો છો સપનાબેન ?

     

    દક્ષેશ

  4. સંપૂર્ણ સ્ત્રી..અને સંપૂર્ણતા..બન્ને..માનવીમાં રહેલી મર્યાદા જવાબદર ખરી?

     

    vishwadeep

  5. કોઈ કદી સમ્પુર્ણ હોઈ ન શકે.
    ન્યાયની નીષ્પક્ષ તપાસ કરીએ તો …..

    નીષ્ફળતાનું મુળ આપણી અંદર જ હોય છે.

    —————
    ‘પરફેક્ટ’ શબ્દ ખુંચ્યો . ‘પુર્ણ’ વાપર્યો હોત તો, ભાવ ઓછો ન થાત.

     

    સુરેશ જાની

  6. સુરેશદાદા ના વિચારો સાથે હું સહમત છું, આ પરીપૂર્ણ સંપૂર્ણ માનવી બનવું મુશ્કેલ છે. કોઈ માનવી સંપૂર્ણ નથી અને તમે એકની તરફ સંપૂર્ણ જવાબદારીથી તમારી ફરજ અદા કરો પણ તેમ કરતાં કદાચ બીજાને અન્યાય કરી બેશો તેમ પણ બની શકે! જે તમારી જાણ બહાર હોય.

    દરેકની અપેક્ષા પૂરી કરી શકાતી નથી અથવા સામે ના વ્યકિતઓની અપેક્ષા પૂર્ણ કરવાની તમારી સક્ષમતા કરતા વધુ પડતી અપેક્ષા હોય ! તેથી આપણાં પ્રયત્નો આપણને નિષ્ફળ લાગે છે.

    બસ આપણે એક સારા માનવી -સારા નાગરિક બની જઈએ એટલે આપોઆપ સારા સંતાન, માતા, ઉત્તમ સાથી(પત્ની) અને ફરજ પર ઉત્તમ કર્મચારી જરૂરથી બની શકીએ.પણ મેં અગાઉ જણાવ્યું તેમ સામે ના વ્યકિતની અપેક્ષાઓ પ્રમાણે તેની દૃષ્ટિએ આ સારાની કે ઉત્તમની વ્યાખ્યા પોતાના દ્રુષ્ટિકોણ મુજબ અલગ હોઈ શકે.

     
  7. ચોટદાર અને હ્રદયમાંથી નીકળેલી કવિતા છે. તમારી ગઝલો કરતા આ મુક્ત અછાંદસ રચના વધુ સ્વાભાવિક લાગી.

    આપણી આજુબાજુના લોકો, સમાજ અને વણમાગ્યો ઉપદેશ પધરાવનાર જ આપણને નિષ્ફળ કરતા હોય છે. લોકોની ચિંતા કર્યા વગર આપણને જે સાચું લાગે તેમ કરવું એમાંજ સાચી સફળતા છે.

    મને તો પૂર્ણ (પુર્ણ એ વિકૃત જોડણી છે) કરતા પર્ફેક્ટ શબ્દ જ વધુ ગમ્યો. એ મોડર્ન નારીની ભાવનાને વધુ અનુરૂપ છે. સામાન્ય વપરાશમાં આવતા અંગ્રેજી શબ્દોનું પરાણે ગુજરાતી કરવાની કોઈ જરૂર નથી હોતી.

    દરેક વ્યક્તિ કે આત્મા પૂર્ણત્વનો જ અંશ છે અને પૂર્ણતા પામવા ઈચ્છે છે એટલે કોઈ કદી પૂર્ણ ન બની શકે એ વિચારવું પેસિમિસ્ટિક છે.

    છંદની પળોજણમાં પડ્યા વગર બસ આજ રીતે હ્ર્દયમાંથી લખતા રહો.

     

    HP

  8. આભાર hp ભાઈ,

    તમારું ઈ મેઇલ નથી એટ્લે મારાં બ્લોગ પર તમારો આભાર માનુ છું.આભાર મુલાકાત માટે અને પ્રતિ ભાવ માટે.તમારી વાત ધ્યાનમાં રાખીશ.
    સપના

     

    sapana

  9. કવિતામાં ગેરહાજર સર્જક જ કાવ્ય છે.એની પૂર્ણતા તપાસવી એ નેતિનેતિને ઊથાપવા જેવી ક્રિયા છે..કવિતા નિજાનંદ મસ્તી છે એની
    ખણખોદ!!! સપના ઘણીવાર મુક્તિમાં જ મજા છે, માણી લેજો એજ્..

     

    himanshu patel

  10. દોપદી બધા ગુણો વાળૉ ને પોતાનો પતિ માગેલો પણ બધા ગુણો એક મા નહોય એટલે વિધાતા એ તને પાચ પતિ આપ્યા હતા
    .અહી vishwadeepbhai જોડૅ હુ સહમત છુ કે પરફેક્ટ’ શબ્દ ખુંચ્યો . ‘પુર્ણ’ વાપર્યો હોત તો, ભાવ ઓછો ન થાત.

     

    bharat suchak

  11. હુ આ બધા મા નવિ

     

    gati lala

  12. અનુકૂલતા અને પ્રતિકૂળતા આપણા જીવનવિકાસના રાહમાં જે જે સાથી સબંધી મિત્રો મળે અનુકૂળ ના હોય અને નીકટના જ પ્રતિકૂળ બને તો આખુ જગ પ્રતિકૂળ બની જાય છેા વીષચક્રમાંથી નીકળવું અશક્ય છે..તેમાંયએક સ્ત્રીને માટે કોન ઉદ્ધારક બની આવે ?
    સમાજ ધર્મ ના રિવાજ નિયમો અએવી જડબેસલાક તીક્ષ્ણ ઘાતકી કાટાળી દિવાલ ઉભી કરે છે કે તે ઠેકી ના શકાય..એકમાત્ર ઉપાય ઈશ્વરની ઉપાસના તો બધુ જ ભક્તિમય બની રહે સમસ્યા ઐગળી જાય..સુંદર કવિતા વેધક પ્રશ્ન…ઉપાય છે આશા ન ગુમાવવી..

     

    Dilip

  13. ખુબ સુન્દર પ્રયાસ …..

     

    dinesh desai

Leave a Reply

Message: