3 Sep 2009

મુક્તક

Posted by sapana

મુક્તક

લખું છું એકની એક વાત શબ્દો બદલીને

લે સમજી એકની એક વાત ભાવો બદલીને,

સમજ ક્યાં છે મને કાફિયા રદીફની ભલાં,

લખું છુ એક ની એક વાત કાવ્યો બદલીને.

સપના

Subscribe to Comments

8 Responses to “મુક્તક”

  1. Sapana, This is deep and brief. Very good.

     

    Shenny Mawji

  2. શું વાત છે સપના જી ..ખુબ સરસ ..કવિ માધવ રામાનુજ સાહેબે કહ્યું હતું કે જો સમાસ , અલંકારો કે પછી કોઈ નિયમો ને લઈને કવિતા લખવા બેસું તો તે શક્ય નથી કારણ કે કવિતા હૃદય ના કોઈ અગોચર પ્રદેશ થી સ્વયભૂ પ્રગટ થતું સત્વ છે ..અભાર જય શ્રી કૃષ્ણ

     

    Dhaval Navaneet

  3. સરસ મુક્તક !

    કાવ્ય છેવટે તો ભાવ કે વિચારનું વાહન માત્ર છે. પ્રત્યાયન થાય અને તે પણ અનોખી રીતે તે મહત્વનું. ભારતીય કાવ્યમીમાંસા સમજવા જેવી છે. એમાં અનેક પ્રકારે કાવ્યમાં ભાવને પ્રગટ કરવાની વાત મળે છે.

    મુક્તકનુંય અનોખું સ્થાન છે જ. ધન્યવાદ.

     

    jjugalkishor

  4. શબ્દો કવિતાનું વાહન છે, અને શબ્દ ફૂટે ત્યારે કાવ્ય વિસ્ફોટ થાય,કદાચ ભર્ત્રૂહરિએ શબ્દ સ્ફોટ દ્વારા એ જ કહ્યું છે કે શ્બ્દમાં
    germinating power છે જેમ શુક્રાણુંમાં.તમારું મુક્તક પંચમ શુક્લના
    મુક્તક સાથે પણ વાંચયું હતું ત્યારે ય સ્ફોટક લાગ્યું હતું, એ જ….

     

    himanshu patel

  5. લાગણીઓ ના ઊભરાતા ઘોડાપૂરને કોણ રોકી શક્યું છે કે આપણે રોકીશું ?!

    ભીતરથી ઊભરાતી લાગણીઓ ના ઊભરાને શબ્દોથી પણ વ્યકત કરવામાં તે શબ્દો પણ ઘણી વાર પૂરતાં નથી હોતા. અરે માનવી હોય અને લાગણી ભર્યો ન હોય તે બને નહીં અને તેનામાં સંવેદના જાગે નહીં તે પણ બને નહીં, પરંતુ બસ તેમને વ્યકત કરવામાં ઘણી વાર શબ્દો જડતા હોતા નથી.

    જયારે પણ આવો ઉછાળો મારે ત્યારે-ત્યારે લખી દેવું, જો તે ક્ષણ ગઈ તો પછી તમારા લાખ પ્રયત્ને, છતાં જે પહેલાં અચાનક શબ્દો સ્ફૂર્યા હતાં તે ફરી યાદ કરશો તો પણ યાદ નહીં આવે.

    અને આ ગઝલ, કાવ્યો ના બંધારણ ના નિયમો કોણે બનાવ્યાં ?! -એવાં લોકો એ કે જેમને ડર છે કે કયાંક બધાં આપણી જેમ કવિ કે ગઝલકાર સર્જક ન બની જાય તેવા આપણાં કવિમિત્રો અને વિવેચકોએ !!

    – બાકી કોઈપણ જાતનું અક્ષરજ્ઞાન નહીં ધરાવતા નરસિંહ મહેતા, મીરાં, ગંગાસતી, પાનબાઈ ને પોતાના ભજનો ને પ્રભાતિયા કહેવાય તેની ખબર નહોતી, અખાને ખબર નહોતી કે તેની વાણી અને તેના આ ટૂંકા ને ટચ પણ ટચ કરતા તેના લખાણ ને છપ્પા કહેવાય, તથા મરીઝ, ગની દહીંવાલા વગેરે માત્ર ત્રણ કે ચાર ચોપડી ભણેલા, ગઝલ ના બંધારણ ને આપણે તેમની ગઝલો પરથી બાંધી દીધું ને પછી નિયમ બનાવી દીધા અને બિંબા બનાવી દીધા કે બસ આ ચોકઠા માં શબ્દો ને ફીટ કરો એટલે તમે સાચા કવિ કે ગઝલકાર ?! બાકી તમારી અંગત ડાયરીના ગઝલકાર?!…

     
  6. આ મુકતક સાથે તમે મૂકેલ ફોટા નું લખાણ ‘If u don’t understand my silence…’ પણ મને ખુબ જ ગમ્યું

    I like this, very nice

     
  7. બહુ સરસ

     

    bharat suchak

  8. wow………su vat che ….bahu sari navi
    rachanao lakhi chhe..

     

    vivek tank

Leave a Reply

Message: