2 Sep 2009

સ્પર્શી લઉં છું

Posted by sapana


હાથ લંબાવી સ્પર્શી લઉં છું,
બંધ આંખે હું જોઈ લઉં છું.

આપણાં રસ્તા ક્યારેક મળશે,
માર્ગમાં પળ ભર થોભી લઉં છું.

હાથની રેખા બદલાઈ તેથી,
હાથને હું પણ મસળી લઉં છું

તું ખુદા સાથે સાથે મને મળ,
નામ તારું પણ જાપી લઉં છું.

આજ દુનિયાનાં નિયમથી હારી,
ઊંડે ઊંડે હું સળગી લઉં છું

આ જમાનો ક્યાં છે સત્ય કેરો?
વાળ મારાં પણ રંગી લઉં છું.

શું કરો આ વિધિઓ સંગ ખટપટ?
શીશ ઝૂકાવી માની લઉં છું

ખારની માફક ખૂંચે છે સપનાં,
આંખથી એને વીણી લઉં છું.

છંદ ગાલગાગા ગાગાગા લગાગા

સપના

Subscribe to Comments

3 Responses to “સ્પર્શી લઉં છું”

  1. ખુબ સુંદર અને સરસ ગઝલ !!

     
  2. છંદના અલગ અલગ આવર્તનો મેળવીને નવા છંદ બનાવવાનો પ્રયાસ પ્રશસ્ય ખરો પણ એ સર્વસ્વીકૃત ખરો?

    મૂળ વાત છે ગાયકી… છંદોના આવર્તનો ગોઠવ્યા પછી એ પ્રવાહિતાપૂર્વક ગેય પણ રહેવા જોઈએ…

     

    વિવેક ટેલર

  3. આપણાં રસ્તા ક્યારેક તો મળશે,
    માર્ગમાં પળ ભર થોભી હુ જોઇ લઉ છુ

    Bhabhi i tried to add a word in this Muktak may be i felt its appropriate.. Just wrote what i felt.

    Santosh Bhatt

     

    Santosh Bhatt

Leave a Reply

Message: