1 Sep 2009

માતૃ સ્પર્શ

Posted by sapana


માતૃ સ્પર્શ

ફૂલોની જેમ ઊઘડી ગઈ,
તારા એક સ્પર્શથી,
ખીલી ગઈ હતી.
હવે કરમાઈ છું,
ચીમળાઈ છું.
વંચિત થઈ ગઈ છું,
નથી રહ્યો બા,
તારા એ ખડબચડાં હાથોનો,
સુંવાળો સ્પર્શ.

પ્રિતમ સ્પર્શ

ઢળતી સાંજે,
કંકુવરણુ આકાશ,
ધીરે થી ડૂબતો સૂરજ
સમાતો હતો
ઉછળતા દરિયામાં.
સિમેન્ટનાં બાંકડા ઉપર,
તારી અને મારી
આંગળીઓ પરોવાઈ હતી,
રક્તનો સંચાર થયો,
રૂવાડે રૂવાડે વીજળી
ફરી વળી હતી.
તારો એ પહેલો સ્પર્શ
વણાયો જિંદગીનાં
તારે તારમાં.

પુત્ર સ્પર્શ

મેં દુઆ માટે હાથ ઊઠાવ્યાં તો

ઈશ્વરે મારા હાથમાં

એક ઝળહળતો ચંદ્રમા મૂકી દીધો

અને હા એ તું હતો.

હોસ્પિટલના બંધ

ઓરડામાં,

It’s a boy,

કરી નર્સે તને મારા

હાથમાં મૂક્યો.

મેં તને છાતી સરસો ચાંપ્યો,

મારી છાતીમાંથી ક્ષીર ફૂટયા

તારા નાનાં નાનાં

હાથનો સ્પર્શ

મારી અંદર ઝળહળાટ

ઉત્પન્ન કરે અને

મારા હાથ,

સ્નેહના પારણાં ઝૂલાવે.

સપના વિજાપુરા

Subscribe to Comments

8 Responses to “માતૃ સ્પર્શ”

  1. ત્રણ સ્પર્શ, ત્રણેય લાગણી ના સુવાળા સ્નેહથી સંધાયેલા અને તેને તમે આપ્યો શબ્દ સ્પર્શ.
    ઉભરાતા સ્પંદનો ની તીવ્રસંવેદના !! ખુબ જ સરસ અછાંદસ, અભિનંદન!!

     
  2. માતૃસ્પર્શ, પ્રિત્તમ સ્પર્શ, પુત્ર સ્પર્શ..ત્રણ ત્રણ કવિતા લખી..સુંદરભાવ-નિરુપણ છે..અભિનંદન..

     

    vishwadeep

  3. બહુજ સરસ …..સપના… મા ના વિચારો સરસ લાગ્યા મને….મા ના પગ મા જન્નત છે….

     

    Muntazir

  4. સ્પર્શ-શબ્દ એક જ પણ આપે એના જુદા જુદા રૂપો બતાવ્યા. ખૂબ સરસ.

     

    Heena Parekh

  5. Great thoughts of all three Sparsh ,beautiful poem.

     

    Shenny Mawji

  6. Great thoughts of all three different Sparsh Mellow and soothing poem .My congrats to you.

     

    Shenny Mawji

  7. મા તે મા બીજા બધાં વગડાના વા- આપણી કહેવત ખોટી નથી
    ત્રણે કાવ્યમાં વિવિધ સ્વરૂપે વ્ંચાય છે.હું સ્ત્રી નથી છતાં સ્પર્શ
    અનુભવાય છે–કવિતા જ આવું સંવેદન આપવા સમર્થ છે.
    સરસ..

     

    himanshu patel

  8. saras

     

    amit pisavadiya

Leave a Reply

Message: