14 Aug 2011

શ્વાસમાં

Posted by sapana

માટી તણી સોડમ ભળી છે શ્વાસમાં,
આવી વતનથી દૂર કારાવાસમાં.

હા  ફેફસાંમાં વાયુ પૂરે છે એ હજુ 
હેતાળ વડલો,લીમડો મુજ શ્વાસમાં.

એ હાથ ખરબચડાં ચહેરા મીઠડાં,
છે યાદ એ વ્હાલાં નયન ઊજાસમાં 

રગરગ વહે ગંગા ,અધર ઝમઝમ ભર્યા,
ક્યાં છે હવે આવો ધરમ વિશ્વાસમાં?

આવે ભવાની યાદ,દરિયાનો એ તટ,
રેતી તણા કિલ્લા ગયાં બસ હાસમાં.

દૂઆ કરૂ બે હાથ જોડીને ખુદા,
સપનું છે મારું મોત હો આવાસમા.

 

સપના વિજાપુરા

૮-૧૫-૨૦૧૧

Subscribe to Comments

31 Responses to “શ્વાસમાં”

 1. દૂઆ કરૂ બે હાથ જોડીને ખુદા,
  સપનું છે મારું મોત હો આવાસમા.(વતનમાં)
  સુંદર .. આઝાદી-દીન મુબારક હો…

   

  vishwadeep

 2. વિચાર સ્પષ્ટ રીતે વ્યક્ત થયા છે.

   

  શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ

 3. રગરગ વહે ગંગા ,અધર ઝમઝમ ભર્યા,
  ક્યાં છે હવે આવો ધરમ વિશ્વાસમાં?

  – સુંદર હૃદયસ્પર્શી શેર..

   

  વિવેક ટેલર

 4. માટી તણી સોડમ ભળી છે શ્વાસમાં,
  આવી વતનથી દૂર કારાવાસમાં.

  … સુન્દર અભિવ્યક્તિ

   

  દક્ષેશ

 5. Good.

   

  Heena Parekh

 6. સરસ ગઝલ. કલ્પ્નોની તાજગી અનુભવાય છે.

  આ મિસરામાં છંદ વધુ ચોખ્ખો કરી શકો તો સારુ.

  હા,પ્રાણ વાયુ ફેફસામાં પૂરે હ જું, (પૂરે હજુ )

   

  Pancham Shukla

 7. સપનાબેન,
  વાહ , ખુબ જ સરસ>> દેશપ્રેમ અભિવ્યકત કરતી ખુબ સરસ ગઝલ !!
  આ વખતે કંઈક નવી જ અને અલગ આપણાં દ્વારા આ રજૂઆત ખુબ જ ગમી
  લગે રહો..
  એડવાન્સમાં જન્માષ્ટમી અને સ્વાતંત્ર્યદિન નિમેતે ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ…

  જય ભારત…જય હિંદ…વંદેમાતરમ !!

  “આવે ભવાની યાદ ” આ ન સમજાયું?!

   
 8. સુંદર અભિવ્યક્તિ
  બધા જ શેર સરસ થયા છે.
  અભિનંદન

   

  P Shah

 9. આપની વતનપરસ્તિને સલામ.
  આઝાદ ભારત,આબાદ ભારત,ઝિંદાબાદ ભારત……

   

  ડૉ.મહેશ રાવલ

 10. Wah Bahut Hi Umda Kaam Hai Sapna Ji..Mujhe Bahaddur Shah Zafar Yaad Aa Gaye….Apne Aakhri Dino Main Jab Woh Apne Watan Hindustan Se Dur Barma Main They Tab Unhon Ne Ye Lafz Bayan Kiye They….

  Lagta nahi hai dil mera Ujde dayaar mein
  Kiski bani hai Aalame na paidaar mein

  Kahdo in hasraton se kahin aur ja base
  Itni jagah kahan hai dile daagdaar mein

  Umre daraaz mangke laaye the chaar din
  Do aarzo mein kat gaye do intezaar mein

  Kitna hai bad-naseeb Zafar dafn ke liye
  Do gaz zameen bhi na mili kuhe yaar mein

   

  Muntazir

 11. દેશદાઝ અને વતનનું ખેંચાણ બંને તીવ્રતાથી મુકાયાં છે.

  અંતિમ પંક્તિમાં એ ચરમસીમા પર પહોંચ્યું છે. સ્વાતંત્ર્યદિન મુબારક.

   

  jjugalkishor

 12. લાગણી વ્યક્ત કરવાની છટપટાહટ બહુ સ્પર્શી જાય છે…

  આમ જ લખતા રહો.. હળવાશ રહેશે..

  દરિયો મને પાગલ કરી મુકે છે.. આ પિક્ચરને સરસ મોટુ
  કરી નાખ્યું..

  મને આવુ> બધું નથી આવડતું…

   

  Lata Hirani

 13. v.nice !!

  words express ur feelings nicely

  happy independence day ……. !

   

  Pinki

 14. Ghanooj saras lakhan ane shabdo na khubsoorat sangam.wah Sapna tamari aa gazal too too good che.Dil khush.

   

  Shenny Mawji

 15. હા,પ્રાણ વાયુ ફેફસામાં પૂરે હજી,
  હેતાળ વડલો,લીમડો એ શ્વાસમાં.

  એ હાથ ખરબચડા, ચહેરા મીઠડાં,
  છે યાદ એ વા’લા નયન ઊજાસમાં

  હ્ર્દયને છલકાવી નાખતી ગઝલ.
  મજા લઈ માણી.
  ધન્યવાદ.
  સુંદર અને ગમી જાય તેવો બ્લોગ્.

  રમેશ પટેલ(આકાશદીપ)

   

  Ramesh Patel

 16. પ્રિય સપ્ના,
  બસ આગળ પાછળ ની ચિંતા કરયા વગર લખે રાખો,કોઈ સારો કે ખરાબ અભિપ્રાય લખે તો દુઃખી કે ખુશ ન થવુ કારણ કે સારુ લખનારાને કવિતા સાથે બહુ જ લેવા દેવા નથી અને ખરાબ મારા જેવા લખનાર ને કઈ લખી મજાક મશકરી કરવાનો આનદ્!…..તમારી ગઝલ સારી લાગી છે!…..ગમે છે….બસ લખતા રહો!…

   

  preetam lakhlani

 17. આભાર પ્રિતમભાઈ તમેઆવ્યા મારાં બ્લોગમાં અને મને ઉત્સાહીત કરી તે બદલ.
  સપના

   

  sapana

 18. સપનાબેન્ અને કુત્તુમ્બિજનો,
  સલામ્,
  ખુબજ સુન્દર કાવ્ય !

   

  Akbarali Musa

 19. My dear Sapanaben and all family members,
  Salam,
  Very nice poem ! I like it and it is heart touching !
  We can say some lines of PARDESH MOVIE…..like
  I LOVE MY INDIA……….

  KHUDAHAFIZ

  AKBARALI-SHAHIN-RAMEEZ-HANNA
  AHMEDABAD-INDIA

   

  Akbarali Musa

 20. વાહ! કેટલી ઉદ્દાત્ત મનોભાવના. વતન પ્રેમની આ પીપાસા નવા આયામ
  સર કરી ગઈ. સુંદર ગઝલ.

  રમેશ પટેલ(આકાશદીપ)

   

  Ramesh Patel

 21. સ્વતંત્રતા દિન મુબારક હો.

   

  Atul Jani (Agantuk)

 22. I’m being impressed.. Sapana. Glorious creations.. All the best.

   

  Pramod Barot

 23. સપનાબેન …આપની વતનની યાદ અને પ્રેમ આ રચનામાંથી જણાઇ આવ્યો… વતન માટેની કસક તેમા જણાઇ આવે છે….

   

  Narendra Jagtap

 24. “વતનની યાદ”સપનાના શબ્દોમાં ખુબ જ સરસ છે.
  સ્વતંત્રતા દિન મુબારક !
  ચંદ્રવદન
  “ચંદ્રપૂકાર” પર મળીશું !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

   

  DR. CHANDRAVADAN MISTRY

 25. દરેક વતન પ્રેમીની વાત્

  મળે જગા મારા દેહને અંતે વતનમાં

   

  vijay Shah

 26. માટી તણી સોડમ ભળી છે શ્વાસમાં,
  આવી વતનથી દૂર કારાવાસમાં.

  રગરગ વહે ગંગા ,અધર ઝમઝમ ભર્યા,
  ક્યાં છે હવે આવો ધરમ વિશ્વાસમાં?

  – આ બે શેર ગમી ગયા…

   

  વિવેક ટેલર

 27. દૂઆ કરૂ બે હાથ જોડીને ખુદા,
  સપનું છે મારું મોત હો આવાસમા.(વતનમાં)
  ઓગસ્ટ મહિનામાં આ અનૂભૂતિ અને તેની તીવ્રતા તમારી સાચી દેશદાઝ જ
  વ્યક્ત કરે છે, ગમ્યું.

   

  himanshu patel

 28. વતન પરસ્તિ અને ઉત્કટ દેશ્પ્રેમ સારી રીતે વ્યક્ત થયાં છે…

  દૂઆ કરૂ બે હાથ જોડીને ખુદા,
  સપનું છે મારું મોત હો આવાસમા. વાહ…!!!!!

   

  અશોક જાની 'આનંદ'

 29. સરસ અભીવ્યક્તિ,
  દેશ છોડવાનુ દુખ દેખાય છે.

   

  urvashi parekh

 30. muze ap ki rachana pasand aie…..

  maa bhom n jatala salam apiye t kem chh6..

   

  Kiran Shah

 31. વતન પ્રેમ છલકાય છે તમારી આ રચનામાં સપનાજી.

   

  MANHAR M.MODY ('

Leave a Reply

Message:

 


Warning: Invalid argument supplied for foreach() in /homepages/1/d487227804/htdocs/wp-includes/script-loader.php on line 2876