તડપાવી ગઈ

યાદ આવી આજ તડપાવી ગઈ
લો ઉદાસી સાંજ આ લાવી ગઈ

પ્રેમની નાજુક ઘડીને સ્પર્શ એ
ચાંદની આ રાત મમળાવી ગઈ

છે નશો વાતાવરણમાં એમનો
એ નજર સપનાંને બહેકાવી ગઈ

આવવું તારું નક્કી ન્હોતું  છતાં
આ હવા કેમ દ્વાર ખખડાવી ગઈ

આવવાના એ નથી ,ના આવશે
ક્ષણ સરકતી એ સમજાવી ગઈ

છે ખબર સ્વભાવ ભ્રમરનો છતાં
આ કળી જીવન ય લૂટાવી ગઈ

આખરી છે શર્ત જીવનની તો પણ
મોતને ‘સપના’ તો દીપાવી ગઈ

સપના વિજાપુરા૮-૧૯-૨૦૧૧

11 thoughts on “તડપાવી ગઈ

 1. chandralekha rao

  આવવાના એ નથી ,ના આવશે
  ક્ષણ સરકતી એ સમજાવી ગઈ… અદભુત્….

 2. ભરત ત્રિવેદી

  યાદ આવી આજ તડપાવી ગઈ
  લો ઉદાસી સાંજ આ લાવી ગઈ

  સુંદર !

 3. Narendra Jagtap

  આવવું તારું નક્કી ન્હોતું છતાં
  આ હવા કેમ દ્વાર ખખડાવી ગઈ….

  વાહ વાહ …સરસ રચના

 4. Ramesh Patel

  છે નશો વાતાવરણમાં એમનો
  એ નજર સપનાંને બહેકાવી ગઈ
  ………………
  ગઝલ બખૂબી વહી છે.ખૂબ જ દર્દને સ્પર્શી જતી સુંદર ગઝલ.
  રમેશ પટેલ(આકાશદીપ)

 5. Manoj Shukla

  આવવું તારું નક્કી ન્હોતું છતાં
  આ હવા કેમ દ્વાર ખખડાવી ગઈ

  …..ખુબ જ સરસ

 6. pankaj trivedi

  આવવું તારું નક્કી ન્હોતું છતાં
  આ હવા કેમ દ્વાર ખખડાવી ગઈ

  *
  ‘ખૂલ્લી આંખના સપના’ – અદભૂત ! પહેલી વખત નિરાંતે અહીં આવ્યો. ખૂબ આનંદ થયો. અત્યંત ભાવપૂર્ણ રચનાઓ અને અંતરની અભિવ્યક્તિ ! ખૂબ શુભેચ્છાઓ….. – પંકજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.