6 Oct 2018

આવડે છે?

Posted by sapana

મૌનમાં બોલતાં આવડે છે?
આંખમાં ખોળતાં આવડે છે?

પ્રેમમાં હોય છે જાગરણ પણ,
રાતમાં જાગતાં આવડે છે?

પાંખ તો કોઈ કાપી ગયું છે,
એ વિના ઊડતાં આવડે છે?

વેદના, વેદના, વેદના છે,
આંસુ ને ખાળતાં આવડે છે?

ગાંઠ સંબંધમાં પણ પડી છે
બાંધ્યું ખોલતાં આવડે છે?

નાવડી કે હલેસું નથી પણ
જળ ઉપર ચાલતાં આવડે છે?

ફૂલ ખીલતા રહે છે વસંતે
શિશિર માં ખીલતાં આવડે છે?

તું કરે છે ખુદાઈનો દાવો
ત્રાજવું તોળતાં આવડે છે?

એ બી સી ડી તો ગોખી ગયો છે
ગુર્જરી બોલતાં આવડે છે?

કોઈ સપનાં હકીકત બને ના
ખ્વાબ માં જીવતાં આવડે છે?

સપના વિજાપુરા

Subscribe to Comments

5 Responses to “આવડે છે?”

  1. સરસ ગઝલ.
    વેદના, વેદના, વેદના છે,
    આંસુ ને ખાળતાં આવડે છે?
    ગાંઠ સંબંધમાં પણ પડી છે
    બાંધ્યું ખોલતાં આવડે છે?
    સરયૂ

     

    SARYU PARIKH

  2. માશા અલ્લાહ આખી ગઝલ છંદમય છે.ગાલગા—ગાલગા-ગાલગાગા આપની સમ્મતિ ની અપેક્ષા એ “બઝમેવફા” પોસ્ટ કરવાની ઈચ્છા છે. મુહમ્મદઅલી વફા

     

    Muhammedali Wafa

  3. સુંદર કલ્પનોથી મઢી સુંદર ગઝલ… એક સૂચન કરી શકું… ‘આવડે છે?’ ને બદલે ‘શીખી લેજો’. એમ કરીએ તો… સાની મિસરા વધુ ચોટદાર થશે.

     

    Pravin Shah

  4. વાહ મસ્ત

     

    Gujju Tech

  5. આભાર મિત્રો

     

    sapana

Leave a Reply

Message: