13 Jul 2009

મારાં સમ છે

Posted by sapana


જવાની હઠ ન કરશો ,આજ મારાં સમ છે,
હ્રદયને ના સતાવો આજ મારાં સમ છે.

ગગનમાં મેઘ વરસે,વિજ ચમકે આભે,
હ્રદય તર બોળ ભીંજો આજ મારાં સમ છે.

નયન રડશે અને આ ચિત મારું રડશે,
નયન ને ના રડાવો આજ મારાં સમ છે.

જુઓ આ જળ વગર તડપે અરે વૈસારિણ,
સબક કાઈક શીખો આજ મારાં સમ છે.

પવન છાની કરે ગોષ્ટિ ને ફૂલો મલકે,
ખબર થોડી તો રાખો આજ મારાં સમ છે.

છે ચણિયો મોરલાળો,ચૂંદડી આ ઢળતી,
નજર તો આપ ધરજો આજ મારાં સમ છે.

નથી કો આસપાસે,સૂર્ય ડૂબ્યો સાંજે,
સમયને આપ થામો,આજ મારાં સમ છે.

શશી પ્રિય આગમનને ઊજવે છે તારૂ,
શશીની સંગ નાચો, આજ મારાં સમ છે

પડું પગ,કરગરૂ ને હાથ જોડું છું હું,
સજન સપનાં ન છોડો આજ મારાં સમ છે.

છંદઃલગાગાગા લગાગાગા લગાગાગા ગા

સપના

Subscribe to Comments

11 Responses to “મારાં સમ છે”

  1. જુઓ આ જળ વગર તડપતી વૈસારિણ

    – આ પંક્તિમાં છંદ તૂટે છે…

    બીજી વાત, કાફિયાદોષ અંગે. મત્લાના શેરમાં છોડો અને તોડો વાપર્યું હોય તો પછી બાકીના શેરમાં જોડો, અછોડો, ખોડો, વખોડો વગેરે જ વાપરી શકાય… અહીં જે રીતે મુક્ત કાફિયા વાપર્યા છે એને માન્ય રાખવું હોય તો મત્લાના શેરમાં કોઈ એક મિસરામાં કાફિયાનો આધાર બદલવો જરૂરી છે…

     

    વિવેક ટેલર

  2. હ્રદય તરબોળ ભીંજો …..
    સરસ !

     

    P Shah

  3. અદભૂત

    હ્રદયગમ્ય પંક્તિઓ,

    હ્રદય ચડ્યુ હિલ્લોળે, જોઇ આપ કેરા “સપના”
    બસ આમ જ લખતા રહો, આજ મારા સમ છે.

    http://www.aagaman.wordpress.com

    Mayur Prajapati

     

    Mayur Prajapati

  4. જવાની હઠ ન કરશો ,આજ મારાં સમ છે,
    હ્રદયને ના સતાવો આજ મારાં સમ છે.

    કાફિયાના બદલાવ પછી ગઝલ બંધારણની રીતે વધુ મજબૂત બની છે.
    ભાવ તો સરસ જ છે. બંધારણ અને ગઝલિયત વધુ નીખરે એવા પ્રયત્ન ચાલુ રાખો.

     

    પંચમ શુક્લ

  5. જુઓ આ જળ વગર કેવી તડપે વૈસારિણ,
    સબક કાઈક શીખો આજ મારાં સમ છે.
    ભાવોને સરસ રીતે ગઝલમાં વીટી લીધ છે..
    દિવસે દિવસે ગઝલમાં ચમક વધતી જાય છે..સારી વાત છે.

     

    vishwadeep

  6. ‘આજ મારા સમછે વાઁચી’સવાર સુધરી ગઇ,

     

    gopal h parekh

  7. જુઓ આ જળ વગર તડપે અરે વૈસારિણ,
    સબક કાઈક શીખો આજ મારાં સમ છે.

    પવન છાની કરે ગોષ્ટિ ને ફૂલો મલકે,
    ખબર થોડી તો રાખો આજ મારાં સમ છે.

    બહુ સરસ હ્વવે તમારી ગઝલ માણવાની વધારે મઝા આવે છે

     
  8. બંધ આંખના સપનાતો હર કોઈ જુએ,
    ખુલી આંખના સપના દેખાડે તે ‘સપના’.
    મારું પણ સપનું છે એક મુઠ્ઠી આસમાનનું
    જો તમે ના દેખાડો તો આજ મારા સમ છે.

     

    Kamal

  9. અરે તમે તો ખરેખર બહુ જ સરુ લખો ચ્હો……….i want to askone question after seeing ur poem………….

     

    vivek tank

  10. my email is

     

    vivek tank

  11. u can see my email in my blog ” mara vise be shabdo “

     

    vivek tank

Leave a Reply

Message: