7 Jul 2009

ધારા સુધી.

Posted by sapana

/>

મારી વાતો પહોંચશે તારા સુધી,
આવ્યો સાગર છે આજ તો ધારા સુધી.

ધડકન બસ સાંભળી ને આવે દોડતો,
રસ્તા,મંઝિલ બધુંય છે મારાં સુધી.

છૂપાવી લાખ પણ છૂપી ના લાગણી,
ઊડી ઊડી વાત જાય તારા સુધી.

મઝધારે નાવ આ ભલે ડૂબે સજન,
હાથોમાં હાથ હોય પણ આરા સુધી.

ના જાણે અર્થ ,મૌન-ભાષાનાં નયન,
ના આવી પ્રેમ-વાત ઈશારા સુધી.

કોઈ દી આ ગઝલ પહોંચે પ્રિય સુધી,
આ કાવ્યો દિલ બની વહ્યાં ધારા સુધી.

વિહ્વળ, હું રાત કાઢું તારાઓ ગણી,
સપનાં ડૂબ્યા અનેક ઓવારા સુધી.

છંદ વિધાનઃ
ગાગાગા ગાલગાલ ગાગાગા લગા

સપના

Subscribe to Comments

10 Responses to “ધારા સુધી.”

  1. સુંદર રચના…

     

    વિવેક ટેલર

  2. ધડકન બસ સાંભળી ને આવે દોડતો,
    રસ્તા,મંઝિલ બધુંય છે મારાં સુધી.

    ના જાણે અર્થ ,મૌન-ભાષાનાં નયન,
    ના આવી પ્રેમ-વાત ઈશારા સુધી.

    સપના, સુંદર-અતિ સુંદર !!
    મારી એક રચના વાંચ જે, મારા”કલમપ્રસાદી” બ્લોગમાં છે

    ખરી લાગણી
    જિસ્મ અલગ ને રુહ એક લાગે, તે ખરી લાગણી
    વલોવાઈએ અમે અને વિહવળ બનો તમે, તે ખરી લાગણી

    ઘણાં સોપાનો સર કરી પહોંચ્યાં છીએ ઊંચાઈએ
    ત્યાંથી પણ નજર પહોંચે અમારા સુધી, તે ખરી લાગણી

    પ્રેમ છે ઘણો તમ પર, પણ અવળ ચંડાઈ તમારી નડે
    હજાર અવગુણો ભૂલી એક ગુણે ઓવારી જઈએ, તે ખરી લાગણી

    નજીક હોઈએ ને પરસ્પર ઘુરકીયાં કરીએ
    દૂર હોઈએ ને યાદ સતત સતાવે, તે ખરી લાગણી

    કદીક યાદો ના ખંડેરમાં આંટો મારી આવો
    ને પ્રસંગ ના અવશેષો ને કરો વહાલ, તે ખરી લાગણી

    પ્રિયજન ને બંધન નાં પિંજર માં પૂરવું શાંને?
    મુકત આકાશ માં ઉડવાની મુકિત, તે ખરી લાગણી

    છાને ખુણે ઝીણું-ઝીણું કંઈક બહાર આવવા મથે
    હોઠે આવે, તે પહેલાં આંખો જ જતાવે, તે ખરી લાગણી

    તરફડાટ જળ વિના મીન નો, વિલાપ મુરઝતી વેલનો
    ને ઝુરાપો સારસનો, થાય બે હાલ એકબીજા વિના, તે ખરી લાગણી

    દેહતો રોજ ગુંથાઈ અરસ-પરસ
    મનનાં મણકાં એકતારે ગુંથાય, તે ખરી લાગણી

    તન-મન-ધન વારીએ તમ પર એવાકે
    કદીક મોત આવે એમનૂં ને જાત ધરીએ આપણી, તે ખરી લાગણી

    -પ્રવિણ કે.શ્રીમાળી

     
  3. વાહ સરસ રચના. સરસ કલ્પના.

     
  4. મારી વાતો પહોંચશે તારા સુધી,
    આવ્યો સાગર છે આજ તો ધારા સુધી.

    નવા છંદમાં સરસ પ્રયત્ન.

     

    Pancham Shukla

  5. છૂપાવી લાખ પણ છૂપી ના લાગણી,
    ઊડી ઊડી વાત જાય તારા સુધી.
    સુંદર ગઝલ..વામ્ચવાનેી મઝા આવી ગઈ..

     

    vishwadeep

  6. મઝધારે નાવ આ ભલે ડૂબે સજન,
    હાથોમાં હાથ હોય પણ આરા સુધી.

    ખૂબ સ-રસ વાત…

     

    ઊર્મિ

  7. વિહ્વળ, હું રાત કાઢું તારાઓ ગણી,
    સપનાં ડૂબ્યા અનેક ઓવારા સુધી

    સરસ ગઝલ

     

    bharat suchak

  8. મઝધારે નાવ આ ભલે ડૂબે સજન,
    હાથોમાં હાથ હોય પણ આરા સુધી.
    ખૂબ સરસ કલ્પના.

     

    Heena Parekh

  9. વાહ !

    હ્ર્દય સ્પર્શી ગઝલ

    http://www.aagaman.wordpress.com

    Mayur Prajapati

     

    Mayur Prajapati

  10. Your all creation are very nice.

    I cordially invites you to visit my blog.

    કવિતા એ એક એવું લેખન છે કે જેમાં ટુંકાણમાં જિંદગીનો સારાંશ આવી જાય છે, જો આવી કવિતાને કંઇક એવી રીતે પ્રદર્શિત કરવામાં આવે તો એ આનંદ અને શોકની સીમાને પણ ઓળંગી જાય છે.

    કવિતા ની આ આનંદદાયક મુલાકાત એવું વાતાવરણ બનાવે છે કે જાણે જુના અને નવા વિચારોનું સંમેલન યોજાયું હોય.

    આ કવિતા સંગ્રહમાં રહેલી કવિતા વાંચો કે જે તમને આનંદ અને શોકથી દુર કંઇક નવી દુનિયામાં લઇ જશે.

    http://www.kamal-ambalia.blogspot.com

     

    Kamal

Leave a Reply

Message: