2 Jul 2009

લૂટ્યું છે

Posted by sapana

ઊંડું ઊંડું કૈ ખૂંચ્યું છે,
ઘા છે ઊંડાં કૈ ચૂભ્યું છે.

છે દરિયો આ માથાંમાં ને,
વાતે વાતે દિલ ડૂબ્યું છે.

વખ ઘોળેલા છે આ શબ્દો,
પૂછો શાને દિલ તૂટ્યું છે?

દોષો કોના કોના કાઢૂં,
આ કિસ્મત મારું ફૂટ્યું છે.

બારી દરવાજા છોડ્યા ના,
કોણે આવું ઘર લૂટ્યું છે?

ટોળાં ને ટોળાં આવ્યા છે,
ક્યાં પ્રેમીનું શબ ઊઠ્યું છે?

સ્વજન છૂટ્યાં ધીરે ધીરે,
સપનાંનું આંગણ છૂટ્યું છે.

છંદ વિધાન ગાગાગાગા ગાગાગાગા

સપના

Subscribe to Comments

10 Responses to “લૂટ્યું છે”

  1. ગાગાગાગા ગાગાગાગા જેવા મુક્ત પણ કષ્ટસાધ્ય છંદને સફળતાથી પ્રયોજ્યો છે. ગઝલને અનુરૂપ બાની. સુંદર ગઝલો આપતા રહો.

     

    પંચમ શુક્લ

  2. આભાર પંચમદા,

    તમારી મદદ અને સલાહ સૂચનનું ફળ છે.

    સપના

     

    sapana

  3. બારી દરવાજા છોડ્યા ના,
    કોણે આવું ઘર લૂટ્યું છે?

    સ-રસ વાત… (‘તોડ્યા’ ની જગ્યાએ ‘છોડ્યા’ લખાઈ ગયું છે???)

    પંચમભાઈએ સાચે જ કહ્યું છે… આ અઘરા છંદને ખૂબ જ સરસ રીતે પ્રયોજ્યો છે.

    કાવ્યતત્ત્વની દૃષ્ટિએ જો કે આગળની ગઝલ ‘કારણ’ વધુ સ-રસ લાગી હતી…!

     

    ઊર્મિ

  4. વહાલી ઊર્મિ,

    આભાર .મારા બ્લોગમાં આવવા માટે.બારી દરવાજા છોડ્યા ના જ લખવાનો
    ઈરાદો હતો.હું એમ કહેવા માંગતી હતી કે બારી અને દરવાજા પણ છોડ્યા નથી આવું ઘર લૂટાયું છે.આભાર આવવા માટે.અને આવતા રહેજો જેથી મારો ઉત્સાહ અને પ્રેરણા વધે.તમારી પ્રેરણાથી આટ્લે સુધી પહોંચી છું.
    સપના

     

    sapana

  5. સુંદર રચના… છંદ સાફ થયો એટલે હવે ગઝલ સાફ કરવાનો સમય આવ્યો…

    શુભેચ્છા…

     

    વિવેક ટેલર

  6. ખુબ જ સરસ
    વેરી નાઈસ !!
    ગઝલ ના અંત માં છેલ્લે જે પંકિતઓ છે, તેમાં અલગ જ વિષયાંત્તર થઈ
    જવાથી લય તુટે છે…
    Keep it…write it !!

    -પ્રવિણ કે.શ્રીમાળી

     
  7. બહુ સરસ

     

    bharat suchak

  8. બારી દરવાજા છોડ્યા ના,
    કોણે આવું ઘર લૂટ્યું છે?
    કમાલની વાત છે.

     

    યશવંત ઠક્કર

  9. સપનાજી,
    તમે ગઝલ ની છેલ્લી પંકિતઓ વિષય અનુરુપ બદલી,તે મને ખુબ જ ગમી.
    ખરેખર લય જળવાયો,
    હંમેશા ઘણી વખત ગઝલ નાં છેલ્લાં બે અંતરા જ આખી ગઝલ નો અર્થ કે હાર્દ હોય છે.

     
  10. બારી દરવાજા છોડ્યા ના,
    કોણે આવું ઘર લૂટ્યું છે?

    ખુબ જ સરસ પંક્તિ

    ટોળાં ને ટોળાં આવ્યા છે,
    ક્યાં પ્રેમીનું શબ ઊઠ્યું છે?

    પ્રેમીની જ્ગ્યા એ માત્ર પ્રેમ વધુ સારુ લાગે છે તમને કેવુ લાગે છે ?

    http://www.aagaman.wordpress.com

    Mayur Prajapati

     

    Mayur Prajapati

Leave a Reply

Message: