Next Post Previous Post
13
Nov
2016
“બેઠક” અને “પુસ્તક પરબે” સાહિત્યકાર શ્રી બળવંતભાઈ જાની અને શ્રી અંબાદાન રોહડિયાનું સન્માન કર્યુ
Posted by sapana

નવેમ્બર ૫,૨૦૧૬ ન દિવસે મિલ્પિટસ,કેલિફોર્નિઆના બે એરીયામાં મિલન રેસ્ટોરન્ટમાં સાહિત્યકાર શ્રી બળવંત જાની સાહેબ અને સાહિત્યકાર શ્રી અંબાદાન રોહડિયાનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત બરાબર પાંચ વાગે સાંજે થઈ.આ સાંજ સાહિત્ય રસીકો માટે યાદગાર સાંજ બની રહી. આ કાર્યક્રમ “પુસ્તક પરબ” ગુજરાતી સાહિત્ય પરિવારના નેજા હેઠળ કરવામાં આવ્યો હતો જેનું સમગ્ર આયોજન “બેઠક” સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું આમ તો બેઠક એજ પુસ્તક પરબ એવું કહેતા પ્રજ્ઞાબેન દાદભાવાળા સૌને પ્રેમથી આવકાર્યાં,પ્રોગ્રામની શરૂઆત સ્નેહમિલન સાથે એપીટાઈઝરમાં ભેળ અને કચોરી અને ફોટો સેશનથી થઇ .
વસુબેન શેઠે તથા જ્યોત્સનાબેને ફૂલગુચ્છથી મહેમાનું સ્વાગત કર્યુ. વસુબેને સરસ્વતી વંદનાથી શરુઆત કરી.પ્રજ્ઞાબેન દાદભાવાળા એ બધાં મહેમાનનું સ્વાગત કરતાં કાઠિયાવાડી લહેકામાં ગીત ગાઈ મહેમાનોને આવકાર્યાં ‘બેઠક’માં છે આવકાર આપનો નથી ઔપચારિક ભાર ‘બેઠક’ના આંગણીએ રે પ્રેમ તણો સત્કાર. એમણે કહ્યુ કે આ કોઈ એકનું કામ નથી આ સહીયારુ કામ છે.પ્રજ્ઞાબેને સર્વે મહેમાનોને અને વડીલો ને આવકારતા પ્રેક્ષકોને પણ શુભેચ્છા આપી વધાવ્યા અને કહ્યું આવા કાર્યક્રમ કરી અને સૌ મળીને ભાષાને લીલીછમ રાખીએ છીએ.
પ્રજ્ઞાબેને કલ્પનાબેન રઘુને બેઠક અને એના કાર્ય વિષે માહિતી આપવા વિનંતી કરી. તેમણે “બેઠક’ના કાર્યની અને બેઠકનો હેતુ સમજાવ્યો.’પુસ્તક પરબ’ એજ ‘બેઠક’ છે પુસ્તક પરબના પ્રણેતા શ્રી પ્રતાપભાઈ પંડ્યા, શ્રીમતી રમાબેન પંડ્યા અને પ્રજ્ઞાબેન લેખન અને વાંચનને ઉજાગર કરે છે,આપણો હેતુ બધાંને વાંચતા અને લખતાં કરવા અને વાંચન દ્વારા લોકોને સર્જન કરતાં કરવાનો .સર્જન થાય તો ભાષા વહેતી રહે સાથે ગુજરાતી સાહિત્યમાં રસ લેતા થાય. સૌ સાથે કામ કરીએ છીએ માટે સહિયારા સર્જનથી ૧૨,૦૦૦ પતાનો મહાગ્રંથ રચાયો છે .જેમાં ૧૦૦ જેટલા સર્જકોએ પોતાનું સર્જન સમાજ સમક્ષ રાખ્યું છે.આ સાથે ‘બેઠક’ સાહિત્યકારોને આમંત્રીત કરવા,સંગિતના કાર્યક્રમ કરવા અને નાટક એકાંકી દ્વારા લોકોને સાહિત્યથી સંકાળાયેલા રાખવા અનેક આ પ્રયત્નો કરે છે.
તરુલતાબેને કહ્યુ” શ્રી બળવંતભાઈ જાનીની પરિચય કરાવતા કહ્યું કે મારા માટે સૂરજને દીવો બતાવવા જેવું છે.” શ્રી બળવંતભાઈ જાની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુળપતિ રહી ચૂક્યા છે.હાલમાં શ્રી બળવંતભાઈ જાની ડાયાસ્પોરા સાહિત્ય ઉપર કામ કરી રહ્યા છે.ડાયાસ્પોરાનું નામ આવે અને શ્રી બળવંતભાઈ જાનીનું નામ ના આવે એ તો જાણે એમજ કહેવાય કે આકાશ કાળું ઘેઘૂર થયું અને વીજળી ચમકી અને મેઘરાજા ના આવ્યા..શ્રી બળવંતભાઈ જાની અને ડાયાસ્પોરા સાથે એટલે ‘ દો બદન એક જાન’ જેવું છે.. યુ.કે ના ડાયાસ્પોરા સાહિત્ય માટે ૭૨ જેટલાં સાહિત્યકારોની ૧૪૦ જેટલી રચનાઓના ૧૮ જેટલાં ગ્રંથ પ્રકાશિત થયાં છે.ડો શ્રી બળવંતભાઈ નો ટૂકમાં પરિચય આપું તો એમને અન્યાય થવાનો ભય રહે છે..એટલે જો કોઈ ચૂક રહી જાય તો બળવંતભાઈની માફી માંગી લઉં છું.શ્રી બળવંતભાઈ જાનીએ પી એચ ડી કરેલ છે..અને એ ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના વાઇસ ચાન્સલર હતા.અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વિનયન શાખાના ડીન રહી ચૂક્યા છે.એમણે હમેશા સાહિત્યમાં સંશોધન અને વિવેચનમાં તેમના કાર્યને મૂલવે છે અને પ્રકાશિત કરે છે.તેઓ ડિરેક્ટર ઓફ GRIDS છે.ડાયસ્પોરા એવોર્ડ કમિટીમાં,ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર ગુજરાતીભાષાના સમિતિના સંયોજક છે.ડો.બળવંતભાઈ જાનીએ દેશવિદેશની યુનિ. માં અધ્યાપકની સેવા આપી છે.ઉત્તર ગુજરાત યુનિ.ના કુલપતિ હતા.હાલ સૌરાટ્ર યુનિ.ના ગુજરાતી ભાષા સાહિત્યભવનના અધ્યક્ષ છે.હાલમા એ ડાયાસ્પોરા સાહિત્યમાં સંશોધન કરીને એ વિષય પર ગ્રંથો લખી રહ્યા છે.શ્રી બળવંતભાઈ ગાર્ડી રિસર્ચ ઈન્સટીટ્યુટ ફોર ડાયાસ્પોરાના અભ્યાસમાં ઓનરરી ડાયરેકટર છે.ડાયાસ્પોરા એટલે વિદેશમાં વસતા સર્જકોના સર્જનો વિષે વિવેચન અને એના સર્જનની સાહિત્ય જગત પર થતી અસરનો અભ્યાસ..શ્રી બળવંતભાઈ જાનીએ યુરોપમાં જઈને ડાયાસ્પોરાનો અભ્યાસ કર્યો તો એમને ઘણાં સર્જકો અને એમના સાહિત્ય વિષે જાણવા મળ્યું..એનાં ઉપર એમણે ૧૮ જેટલાં ગ્રંથો લખ્યાં છે.યુરોપમાં એમણે શોધ કરી તો ૨૭ લેખીકાઓ છે..આ ગ્રંથો સિવાય બીજા ૧૦૦ જેટલાં ગ્રંથો લખ્યાં છે જેમાં મધ્યકાલીન સાહિત્ય, સંત સાહિત્ય, ભારતીય ચારણી સાહિત્ય અને લોક સાહિત્ય શામિલ છે.એમણે ત્રણ મૌલિક પુસ્તકો પણ લખેલાં છે.એ સિવાય અમૂક ગ્રંથોનાં હિન્દી અંગ્રેજીમાં અનુવાદ પણ કરેલ છે.આ સિવાય એ એક સાહિત્યના મોટા વિધ્વાન છે.મારું આ લખાણ ખાલી સૂરજ આગળ દિવો બતાવવા જેવું છે..અને એમની વિધ્વતાની વાતો લખવાં બેસું તો શબ્દો પણ મળતાં નથી…એક જ વ્યકતીમાં આટલી કુશળતા એક સાથે મેં ક્યારેય જોઇ નથી..એમનાં જ્ઞાનનાં સુરજનાં કિરણોની ઝળહળથી હું અંજાયેલી છું..બસ એટલું જ કહીશ..
ત્યારબાદ બળવંતભાઈ જાની ને ગૌરાંગભાઈ પંડ્યાએ ખેશ પહેરાવી સત્કાર્યા અને સુરેશભાઈ પટેલે આ પ્રસંગને યાદગીરી રૂપે મોમેન્ટો આપી બળવંતભાઈ ને નવાજ્યા.શ્રી બળવંતભાઈ ..ડાયાસ્પોરા શું છે અને ગુજરાતી સાહિત્યમાં એનું મહત્વ અને આગળ જતા ઘણી ભાષાઓમાં ડાયાસ્પોરાનું સંશોધન થશે અને ભારતીય સાહિત્ય આ માટે કેટલો રસ લઈ રહ્યુ છે એના વિષે વાત કરી.ભારતીય સરકાર અને શ્રી બાજપાઈએ પણ હવે ડાયાસ્પોરા સાહિત્ય માટે પોલીસી બનાવી છે. અને ગ્રાંટ આપી છે.આમ તો ડાયાસ્પોરાનો અર્થ તડીપાર કે દેશનિકાલ જેવો નકારત્મક થાય છે..પણ અહીં દેશપાર ગયેલાં સાહિત્યકરોને ઉજાગર કરવાનું નામ છે. શ્રી બળવંતભાઈ આ સંશોધનથી વિદેશમાં વસતા સાહિત્ય સર્જકોને દુનિયા સામે લાવવા માટે બીડુ ઝડપ્યું છે..અને અવિરત અને અથાક પ્રયત્ન કરી રહ્યા છે..આ સંશોધન સતત પ્રયાસ સમય અને ઉત્તમ મનોબળ માંગે છે જે શ્રી બળવંતભાઈમાં ભારો ભાર છે .બળવંતભાઈની વાણી અવિરત વહી રહી હતી અને સાહિત્ય પ્રેમીઓ એમાં ડૂબકી લગાવી રહ્યા હતાં..એમના સંશોધન વિષે થોડાં ઉદાહરણ આપીને પણ સમજાવ્યું.જેમાં દીપક બારડોલી તથા અદમભાઈ ટંકારવીની ડાયાસ્પોરા ગઝલ અને આદિલ મન્સુરી, એહમદ ગુલ ની વતન ઝૂરાપાની ગઝલ,મેઘના દેસાઈના રાજકીય નિબંધો વિગેરેના ઊદાહરણ આપ્યા. પન્નાબેન નાયક બાબુભાઈ સુથારને એમના સાહિત્યીક કાર્ય માટે બીર્દાવ્યા.સભામાં હાજર ડો.બાબુભાઇ સુથારને 2010માં ગુજરાતી ડાયસ્પોરા સર્જક એવોર્ડ અપાયો હતો.પરદેશમાં રહેતા સાહિત્યકારોની વેદનાથી માંડી પ્રસન્ન્તા સુધી લાગણીઓને સન્માની.
ત્યારબાદ જાણીતા કવ્યિત્રી જયશ્રીબેન મરચંટે શ્રી અંબાદાન રોહડિયાનો ટૂંકમાં પરિચય આપ્યો. શ્રી અંબાદાન ચારણી અને લોકભાષાના સાહિત્યકાર છે. એમણે ૫૦ જેટલાં મૌલિક ગ્રંથો લખ્યાં છે. આકાશવાણી અને દૂરદર્શન પર ૩૦ જેટલાં વાર્તાલાપ કરેલાં છે. એમના માર્ગદર્શન નીચે ૧૭ જેટલા વિધ્યાર્થીઓએ પી એચ ડીની ડીગ્રી મેળવી છે તથા ૫૧ જેટલા વિધ્યાર્થીઑએ એમ. ફિલની ડિગ્રી મેળવી છે.એમને ઘણાં એવોર્ડ મળ્યાં છે જેમાં દુલા કાગ,ગુજરાત સાહિત્ય અકાદમીનાં સંશોધન વિભાગનું દ્વિતિય સાહિત્ય પારિતોષિક વિગેરે. એમના વિષે વાત કહું તો સાત પાનાના નો પરિચય થાય તો એના કરતા આપ સૌ એમને રૂબરૂ માણો અને આમત્રણ આપ્યું.
શ્રી અંબાદાન રોહડિયાએ સૌરાષ્ટ્રની મીઠી ભાષામાં ચારણી સાહિત્ય અને લોકસાહિત્ય વિષે માહિતી આપી. અને એમાં મેઘાણીની “ચારણકન્યા” અને દુલા કાગના દુહાની રમઝટ બોલાવી. શ્રોતાઓ મુગ્ધતાથી એમની વાત સાંભળી રહ્યા. ચારણી અને લોકસાહિત્યને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સ્થાન મળ્યુ એનો આનંદ વ્યક્ત કર્યો. નારીશક્તિનું સન્માન ,રાજા પ્રત્યેની વફાદારી છતાં સચ્ચાઈને કહેવાની મર્દાનગી વઁદનને પાત્ર છે.તેમને કન્ઠસ્થ ચારણી દુહાઓની તેમણે અતૂટ રસધારા વહેવડાવી.ચારણોને કવિતા ,વીરતા ,શ્રદ્ધા ,ખુમારી ગળથુથીમાં મળ્યા છે.જે ધરતીમાંથી તેઓએ બળ મેળવ્યું છે,તેની ખૂલ્લાદિલે વાત કરતા,દુનિયાના લોકો ચારણીસાહિત્યને જાણે ,માણે તેવી ઋણ ચૂકવ્યાની લાગણી હતી.આ સાથે રમાબેન પંડયાએ ખેશ અર્પણ કરી આશીર્વાદ આપ્યા અને પ્રતાપભાઈ પંડ્યાએ સુરેશભાઈ અને સૌ સાથે ભેગા મળી અંબાદાનભાઈને મોમેન્ટો અર્પણ કર્યો.
અંતમાં શ્રી પ્રતાપભાઈ પંડ્યાએ મહેમાનો આભાર માન્યો. પ્રજ્ઞાબેનનો પણ આભાર માની સાહિત્યનું કામ આગળ ધપાવા માટે અભિનંદન આપ્યા.એમને ભ્રમરકડી કહી બે સંસ્થાના સુત્રધાર કહ્યા. શ્રી બળવંતભાઈ જાની અને શ્રી અંબાદાન રોહડિયા એ “પુસ્તક પરબ”ને બબ્બે ગ્રંથૉ ભેટ આપ્યાં. અને “બેઠક” તરફથી પ્રજ્ઞાબેને ” મારી બારી માહેથી” પુસ્તક જે બે એરીયાનું સહિયારુ સર્જન છે તે શ્રી બળવંતભાઈ જાનીને આપ્યું.ડિનરમાં ઊંધીયુ.ચોળીનું શાક , ભરેલાં રિંગણાનું શાક, કચોરી, ખમણ, પૂરી રૉટલી, બરફી અને લાડવા અને છેલ્લે ચા..બાપુ જલસો પડી ગયો..કાઠિયાવાડી કહુંબાનો સંગ અને કાઠિયાવાડી ભોજન અમેરિકાના બે એરિયામાં!! આનાથી વધારે સુખ બીજું શું હોય?
બીજા દિવસે હરકિશન દાદા મજમૂદાર અને એમની પત્નિ પ્રેમલતાબેનને શ્રી બળવંતભાઈ જાનીએ ગાર્ડી સોશિયલ એવોર્ડ આપ્યો. દાદા હરકિશનભાઈ બે એરિયાના ગુજરાતીઓને ઈમીગ્રેશન માટે અને બીજી ઘણી મદદ કરેલી છે. દાદા લોયર છે. દાદા હરકિશનભાઈ અને પ્રમિલાબેન.એમની નિસ્વાર્થ સેવાઓને બિરદાવવા આવી હતી.આવા સાહિત્યના કાર્યક્રમ બે એરીયા તથા અમેરિકામાં થતા રહે તેવી શુભેચ્છા સહ!!!
સપના વિજાપુરા
2 Responses to ““બેઠક” અને “પુસ્તક પરબે” સાહિત્યકાર શ્રી બળવંતભાઈ જાની અને શ્રી અંબાદાન રોહડિયાનું સન્માન કર્યુ”
Leave a Reply
અમેરિકામાં ડાયાસ્પોરા સાહિત્ય સુંદર પ્રગતી કરી રહ્યું છે એ અહેવાલ વાંચવાથી જણાઈ આવે છે. લાગતા વળગતા સૌ સાહિત્ય રસિકોને અભિનંદન
Vinod Patel
November 15th, 2016 at 8:51 pmpermalink
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત…
વિદેશોમાં વસતા આપ સૌ ગુજરાતી મિત્રો આપણી ભાષાને જીવંત રાખવા જે હૃદયપૂર્વકનાં પ્રયત્નો કરી રહેલ છો, તે પ્રશંસાને પાત્ર છે. વળી આપ આવો વિગતે અહેવાલ આપતા રહો છો તે વિશેષ વાત… વાંચીને આનંદ થયો.
હરીશ દવે
December 15th, 2016 at 4:54 ampermalink